Last Update : 03-August-2012, Thursday

 

ઇશા શરવણી અને ઝહીર ખાન:ભૌગોલિક અંતરે લીધો પ્રેમ સંબંધનો ભોગ

 

સામાન્ય રીતે નિયમીત રીતે ન મળી શકતા પ્રેમીઓ હંમેશા મિલનાતુર હોય છે અને તેમનો પ્રેમ સતત વધતો જોવા મળે છે. જો કે બધા જ કિસ્સામાં આવું થવું જરૂરી નથી. કયારેક ભૌગોલિક અંતરને લીધે પ્રંમીઓના દિલમાં પણ અંતર પડી જાય છે અને સંબંધ વિચ્છેદ થઇ જાય છે. અભિનેત્રી ઇશા શરવણી અને ક્રિકેટર ઝહીર ખાનના પ્રણયસંબંધમાં આવું જ થયું છે. આઠ વર્ષ સુધી સાથે રહેલા આ પ્રેમીઓ હવે છૂટાં પડી ગયા છે.
ઇશાએ ખેલદિલીપૂર્વક પોતાના સંબંધ વિશે કહ્યું હતું કે અત્યારે હું એકલી જ છું. મારા અને ઝહીર વચ્ચે જે કઇ હતું તે પૂરું થઇ ગયું છે.
જો કે આ વિચ્છએદનું કારણ આપવાનું તેણે ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે, મારે તે વિશે વાત કરવી નથી. આ બાબત એકદમ અંગત અને અમારા બે વચ્ચે જ રહેવી જોઇએ. જાહેરમાં એકમેક પર આક્ષેપ કરવા યોગ્ય નથી. અમ ે હજુ પણ એકબીજાને માન આપીઅ ે છીએ.
અભિનેત્રીની નજીકના સૂત્રે કહ્યું કે ભૌગોલિક અંતરે તેમના પ્રેમનો ભોગ લીધો છે. ઇશા મોટે ભાગે કેરળમાં રહે છે અને પોતાની મેચને કારણે ઝહીરે વિશ્વભરમાં ફરવું પડે છે.
ગત વષ્ર્ ો યોજાયેલી વર્લ્ડ કપની મેચ અને આઇપીએલ મેચમાં ઝહીરને પ્રોત્સાહન આપવા માટે ઇશા હાજર રહી હતી. જો કે આવખતે તે આઇપીએલની મેચમાં જોવા મળી નહોતી .તેની ગેરહાજરી ઘણું કહી ગઇ હતી. આ વર્ષના આરંભે જ તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. જો કે તે અગાઉ એવી અફવા સંભળાતી હતી કે તેઓ બંને ઘર શોઘી રહ્યા છે જેથી લગ્ન બાદ તેઓ ત્યાં સંસાર વસાવી શકે. જો કે ઇશાએ આવી વાતોને વખોડી કાઢતાં કહ્યું હતું કે, અમારા સંબંધો વિશે તથા અમે ઘર ખરીદવાના છીએ અને લગ્ન કરવાના છીએ એવી ઘણી અફવા સંભળાતી હતી .પરંતુ તે બધી વાહિયાત હતી. જો એવું જ હોત તો અત્યારે હું પરિણીત હોત .ત્યારે મારે કોઇ પ્રતિક્રિયા આપવી નહોતી .લોકો જે બોલે તેનાથી મને કોઇ ફરક પડતો નહોતો. જો કે આવી વાતો સાંભળીને અમારા પરિવારજનો ચંિતિત થઇ ગયા હતા. જો કે આમાં કશું થઇ શકે એમ પણ નહોતું.
હાલમાં એવું સાંભળવા મળ્યું છે કે ઝહીર વીજેમાંથી ગાયિકા બનેલી રમોના અરોરા સાથે સંબંધ વિકસાવી રહ્યો છે. જો કે તે વિશે પૂછતાં ઇશા થોડી રોષે ભરાઇ હતી .તેણેપ્રત્યુત્તરમાં કહ્યું હતું કે હું આ વિશે કશું કઇ રીતે કહી શકું ?ઝહીર અને હું મિત્રો છીએ પરંતુ અમે કયારે મળીએ છીએ અને કેટલીવાર મળીએ છીએ તે અમારી અંગત વાત છે. તે પોતાની કરકકિર્દી પર ઘ્યાન આપે છે અને હું મારી કારકિર્દી પર ધ્યાન આપું છું. હાલમાં તો હું મારા ડાન્સ રિયાલિટી શો પર ઘ્યાન આપું છુ.ં દર સપ્તાહે મારે નવા પડકારનો સામનો કરવાનો હોય છે. ઝહીર સારો ક્રિકેટર છે અનેમને આશા છે તે સારું પરફોર્મ કરશે .તેણે અન્યત્ર ઘ્યાન આપવાની જરૂર નથી.
અત્રે નોંધનીય છે કે ઇશા પાસે કેટલીક ફિલ્મો પણ છે અને તે ડાન્સ શો માટે વિદેશ પણ જવાની છે. ઇશાએ એવું નહોતું કહ્યું કે ભૌગોલિક અંતરને કારણે તેમની પ્રેમ કહાનીનો અંત આવી ગયો હતો. પણ એમ જરૂર કહ્યું હતું કે ગમે તેટલું વ્યસ્ત શેડયૂલ કેમ ન હોય પણ પ્રેમીઓ એકમેક માટે અવશ્ય સમય કાઢે છે. તને પ્રિયજનની ખોટ સાલે છે? એમ પૂછતાં ઇશાએ કહ્યું હતું કે અત્યારેહું એકલી છું અને મને તેનો આનંદ છે. હું મારા જીવનની યોજના બનાવતી નથ. હું રિયાલિટી શોમાં ભાગ લઇશ એવું તો કયારેય વિચાર્યું જ નહોતું .સુભાષજીએ મને ‘કિશના ’ માટે સાઇન કરી તે અગાઉ મેં કયારેય વિચાર્યું નહોતું કે હું અભિનેત્રી બનીશ.મેં જયારે ફિલ્મ સાઇન કરી ત્યારે મેં સુભાષજીને મારો પાસપોર્ટ ફોટો આપ્યો હતો. હું મારા જીવનની મહત્ત્વની બાબત ની પણ યોજના બનાવતી નથી. ભગવાને મારા વિશે જે નિશ્ચિત કર્યું હશે તે મને મળીને રહેશે. જે મારું કયારેય હતું જ નહિ તે મારી પાસે ટકશે નહિ. મેં ખૂબ જ સુંદર જીવન જીવ્યું છે અને હું મારા જીવનને પ્રેમ કરું છું.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved