Last Update : 03-August-2012, Thursday

 

બડજાત્યાની ફિલ્મ ગુમાવનાર શાહિદ કપૂરે મેળવી સલમાનની ફિલ્મ ‘વોન્ટેડ’ની સિકવલ


લાંબા સમય બાદ સૂરજ બડજાત્યા ફિલ્મ બનાવી રહ્યા છે. તેમની ફિલ્મનું નામ ‘બડે ભૈયા’ છે. બડજાત્યાની અગાઉની ફિલ્મોને જોતાં એમ જ લાગે છે કે આ ફિલ્મમાં પણ પરિવારના પ્રેમ,એકતા અને ભારતીય પરંપરાની કથા હશે. આમ પણ બડજાત્યાની ફિલ્મ સાફસુથરી અને આપણી સંસ્કૃતિના દર્શન કરાવતી જ હોય છે. તેમાં આનંદ ઉલ્લાસ ,નાચ અને ગાનની ભરમાર હોવી સહજ છે.
‘બડે ભૈયા’ માટે મુખ્ય અભિનેતાની પસંદગી થઇ ગઇ છે. ૯૦’ના દાયકાનો તેમનો પ્રેમ અટલેકે સલમાન ખાન બડે ભૈયા તરીકે જોવા મળશે. હાલમાં સલમના મોટે ભાગે એકશન ફિલ્મોમાંજ જોવા મળ્યો છે અને તેની આગામી ફિલ્મો પણ એવી જ છે એટલે તેને પરિવાર પ્રેમી યુવાન તરીકે જોવો રસપ્રદ બની રહેશે.
ફિલ્મનું શિર્ષક ‘બડે ભૈયા ’ છે તો તેમાં કોઇ નાનો ભાઇ હોવો સહજ છે. આ ભૂમિકા માટે અભિનેતા શાહિદ કપૂરને ઓડિશન માટે બોલાવવામાં આવ્યો હતો. શાહિદે બડજાત્યાની ‘વિવાહ’ માં કામ કર્યું હતું. આ ફિલ્મ સારી ચાલી હતી. આ ઉપરાંત હાલમાં શાહિદની એક પણ ફિલ્મને સફળતા મળી નથી. છેલ્લે રજૂ થયેલી તેની ‘તેરી મેરી કહાની’ પણ ફલોપ ગઇ છે. આથી જયારે સલમાન ખાનનું નામ ફિલ્મ સાથે જોડાયેલું હોય તો તે ફિલ્મ સફળ થવાની શકયતા વધી જાયર્ ે. અને તે કારણસર શાહિદ આ ફિલ્મ કરવા આતુર હતો. સલમાનના નામે પોતાને સફળતા મળતી હોય તો તેમાં કઇ ખોટું નકહેવાય એવી ગણતરી તે કરતો હતો. જો કે શાહિદની આ ગણતરી કઇ ખોટી તો નહોતી.
હોલીવૂડમાં કલાકાર દિગ્દર્શકની કલ્પનામાં ફિટ બેસે છે કે નહિ તે જોવા માટે તેને ઓડિશન માટે બોલાવાવમાં આવે છે પરંતુ આપણે ત્યાં એવી પ્રથા નથી. આમ છતાં શાહિદ ઓડિશન માટે ગયો પણ તેને નિરાશા સાંપડી હતી.
બડજાત્યાએ નાના ભાઇની ભૂમિકા શાહિદને બદલે નવોદિત અભિનેતા અર્જુન કપૂરને આપી છે. અહીં પણ સલમાનની વગ કામ લાગી હોય એમ લાગે છે. સલમાન અર્જુનનો માર્ગદર્શક હોવાની વાત બધા જાણે છે. સલમાનની દેખરેખમાં જ તેણે પોતાનું વજન ઘટાડયું હતું. તેની પાસેથી જ અર્જુન અભિનયના પાઠ ભણ્યો છે. ‘બડે ભૈયા’ માં પણ એવી જ કથાર્ ે કે મોટો ભાઇ ડાહ્યો અને સમજુ હોય છે અને તે પોતાના નાસમજ નાના ભાઇને પોતાની પાંખ નીચે લે છે.અર્જુન ખરા અર્થમાં સલમાનને પોતાનો મોટો ભાઇ માને છે એટલે આ ફિલ્મમાં તેને પોતાની લાગણી દર્શાવવાની તક મળશે.
અર્જુનને નાના ભાઇની ભૂમિકામાં લેવા પાછળનું બીજું એક કારણ એ પણ હોઇ શકે કે તેમને આ પાત્ર માટે એકદમ માસુમ ચહેરો ધરાવતો અભિનેતા જોઇતો હોઇ શકે. શાહિદ હાલમાં બોડી બનાવીને એકદમ પરિપકવ બની ગયો છે. તેના ચહેરા પર પહેલા જેવી માસુમિયત જોવા મળતી નથી.
જો કે શાહિદ ભલે બડજાત્યાની ફિલ્મમાં સલમાનના નાના ભાઇને ભૂમિકા ન મેળવી શકયો પણ તેને ‘વોન્ટેડ-૨’ મળી છે. મૂળ ‘વોન્ટેડ ’ ફિલ્મમાં સલમાન હતો અને તેને બોકસઓફિસ પર સારો એવો આવકાર મળ્યો હતો. સિકવલ ફિલ્મના નવા દિગ્દર્શક પ્રભુ દેવા અને શાહિદ વચ્ચે વાતચીત થતી હતી ત્યારે અભિનેતાને બડજાત્યાની ફિલ્મ મળવાની આશા હોવાથી તેણે તારીખોની સમસ્યા રજૂ કરી હતી. જો કે હવે તો આ સમસ્યા આપોઆપ દૂર થઇ ગઇ છે એટલે શાહિદે ચંિતા કરવાની જરૂર નથી.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved