Last Update : 03-August-2012, Thursday

 

સુસ્મિતા સેન:અઢાર વર્ષે પણ લોકોને ‘મિસ યુનિવર્સ’ના તાજની યાદ છે તેનો રોમાંચ છે અદાકારાને

 

હું જેની સાથે લગ્ન કરીશ તેનું હૃદય કેવંુ છે તે સૌથી પહેલાં જોઈશ. આ સિવાય તેનો ઉછેર કેવી રીતે થયો છે, તે કેટલો સ્વાભિમાની છે તે પણ ચોક્કસ ચકાસીશ. જો આવો યુવક બંગાળી હોય તો તેનાથી રૂડું શું?
અભિનેત્રી સુસ્મિતા સેન હમણાં સાતમા આસમાનમાં ઊડી રહી છે. તેની કંપની આઈ એમ શીની હિમાંગિની સંિહ યદુ ‘મિસ એશિયા પેસિફિક વર્લ્ડ’નું ટાઇટલ જીતી આવી છે. અને તેની જીત સાથે સુસ્મિતાનું એક શમણું સાકાર થયું છે.
સુસ્મિતા આ જીતની ખુશીના બે કારણો આપતાં કહે છે કે આ પ્લેટફોર્મ સાથે હું મનથી જોડાયેલી છું. અને બીજું એ કે મારી કંપની માત્ર બે વર્ષ પુરાણી છે. અમે એમ વિચારતા હતા કે કંપની શરૂ થયા પછી પાંચ વર્ષમાં અમે આ તાજ મેળવી શકીશું. પણ અમારંુ આ સપનું બે વર્ષમાં જ સાકાર થઈ ગયું છે. મહત્ત્વની વાત એ છે કે આ આંતરરાષ્ટ્રી વિજય છેલ્લા ૧૨ વર્ષથી આપણાથી દૂર રહ્યો છે. હેમાંગિનીએ આ તાજ પહેરીને આપણને ગર્વ અપાવ્યો છે. ઘણાં વર્ષ પછી હું બીજા કોઈ માટે રડી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પછી સુસ્મિતાએ ‘મિસ યુનિવર્સ’નો તાજ પહેર્યો હતો તેને ૨૦ વર્ષ થશે. આ વાત યાદ કરતાં અભિનેત્રી કહે છે કે મેં ‘મિસ યુનિવર્સ’નો તાજ પહેર્યો તેને બબ્બે દાયકા થવા આવ્યા. તોય હજી લોકો મારો ઓટોગ્રાફ લેવા આવે ત્યારે મને તેમાં ‘મિસ યુનિવર્સ’નો ઉલ્લેખ કરવાનું કહે છે ત્યારે મારું હૃદય ખુશીથી ઝુમી ઊઠે છે. સામાન્ય રીતે લોકો સૌંદર્ય સ્પર્ધાને નાના પ્લેટફોર્મ તરીકે જુએ છે. પણ આ પ્લેટફોર્મ પર વિજેતા બનનાર વ્યક્તિનંુ જીવન બદલાઈ જાય છે. હું તેનો જીવતોજાગતો પુરાવો છું. જો હિમાંગિની પણ તેની જીતને ગરિમા સાથે લેશે અને તેને તદ્દન હળવાશથી નહીં લે તો તે માત્ર ઇતિહાસ જ નહીં બદલે, પણ પોતાનું જીવન પણ બદલી શકશે.
અભિનેત્રી કોલકત્તાની મહત્વકાંક્ષી યુવતીઓ માટે પ્રેરણામૂર્તિ છે. આમ છતાં સુસ્મિતા કહે છે કે તમે ગમે તેને તમારી પ્રેરણામૂર્તિ માનો તોય તમારે માત્ર તેને જ ન અનુસરવું જોઈએ. તમને તમારી જંિદગી તમારી પોતાની શરતો પર જીવવી જોઈએ. જો તમે બિલકુલ એમ જ કરશો જે તમારી પ્રેરણામૂર્તિ કરે છે તો તમે ચોક્કસ મર્યાદામાં બંધાઈ જશો.
સુસ્મિતા વઘુમાં કહે છે કે મને જે પ્રેમ અને આદર મળી રહ્યાં છે તેનું સપનું પણ બધા લોકો ન જોઈ શકે. આને માટે હું ઇશ્વ્વરની આભારી છું.
અભિનેત્રીએ બે પુત્રીઓ દત્તક લીધી છે તે સર્વવિદિત છે. તેમના વિશે વાત કરતાં સુસ્મિતા કહે છે કે રિની પણ એક દિવસ ચોક્કસપણે આવો તાજ ધારણ કરશે. તે તો હમણાંથી જ આવો વિજય મેળવવા થનગની રહી છે. પરંતુ અલીશા આને માટે બહુ નાની છે. હજી તેને આ બધી બાબતોની સમજ નથી. પણ મને તેના અત્યારના લક્ષણો પરથી લાગે છે કે તે એન્જિનિયર બનશે.
અદાકારા તેને કેવો પતિ જોઈએ છે તેની વાત કરતાં કહે છે કે હું જેની સાથે લગ્ન કરીશ તેનું હૃદય કેવંુ છે તે સૌથી પહેલાં જોઈશ. આ સિવાય તેનો ઉછેર કેવી રીતે થયો છે, તે કેટલો સ્વાભિમાની છે તે પણ ચોક્કસ ચકાસીશ. જો આવો યુવક બંગાળી હોય તો તેનાથી રૂડું શું?

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved