Last Update : 03-August-2012, Thursday

 

અસીન અને નીલ લવ સ્ટોરીનો કરુણ ‘ધ એન્ડ’

 

ગ્લેમર જગતમાં સ્ટાર જે પણ કરે તે સમાચાર બની જાય છે. અહીં કશું છાનું રહેતું નથી. આ જ કારણે અભિનેતા નીલ નીતિન મુકેશ અને અભિનેત્રી અસીનનો રામાન્સ અને બ્રેકઅપ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. છેલ્લે એવું સાંભળવા મળ્યું હતું કે અસીન સતત ટોચના અભિનેતાઓની પાછળ ફર્યા કરતી હતી અને નીલને તેણે હાંસિયામાં ધકેલી દીધો હોવાથી તેમની પ્રેમ કથાનો અંત આવી ગયોે હતો. આ બંને વચ્ચે સતત વિચારભેદ થતાં હોવાથી અસીને જ નિર્ણય લઇને નીલને છૂટાં પડયાનો મેસેજ પાઠવી દીધો હતો.
આપણામાંથી ઘણાને કદાચ ખબર નહિ હોય કે અસીન અને નીલની પ્રેમ કથાના આરંભનો શ્રેય અભિષેક બચ્ચનને જાય છે. વાસ્તવમાં અભિષેક નીલનો મિત્ર છે. તે જાણતો હતો કે નીલ એકલો છે અને તેને કોઇની જરૂર છે. આથી તેણે પોતાના મિત્રની ઓળખ અસીન સાથે કરાવી હતી. ત્યાર બાદ બંને એવારનવાર એકમેકને મળતાં રહ્યા અને નજીક આવ્યા હતા. અસીન પણ હિન્દી ફિલ્મોદ્યોગમા ં પગદંડો જમાવવા ઇચ્છતી હતી. આથી તેને લાગ્યું કે નીલ બોલીવૂડના પર્તિષ્ઠિત પરિવારનો નબીરો છે તથા ઉગતો સ્ટાર છે. તેની સાથે રહેવાથી પોતાને પણ લાભ થશે.
શરૂઆતમાં તેા બઘું ખૂબ જ સારું હતું. અસીનને આત્મસંતોષ હતો કે તે એવા યુવાન સાથે ડેટંિગ કરી રહી છે જે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. જયારે નીલને પોતાના સપનાની રાજકુમારી મળી ગઇ હતી. અભિનેતાએ તો અસીનને પોતાની જીવનસાથી માનીને પોેતની આગામી ફિલ્મોમાં તેને અભિનેત્રી તરીકે લેવાની ભલામણ કરવાની પણ શરૂ કરી દીધી હતી.
નીલના નીકટના સૂત્રે જણાવ્યા પ્રમાણે તે અસીનને પ્રેમ કરતો હતો અને તે પ્રતિભાશાળી અભિનેત્રી છે તેવાતથી પણ વાકેફ હતો. આથી તેને તેની સાથે કામ કરવાનો વિચાર આવ્યો હતો. તે યશરાજ ફિલ્મસ સાથે ત્રણ ફિલ્મનો કરાર ધરાવે છે. આથી તેણે યશરાજ બેનરને ભલામણ કરી કે એક ફિલ્મમાં પોતાની સામે અસીનને અભિનેત્રી તરીકે લેવી. આ સાંભળીને અસીનને આનંદ થવો સહજ છે. યશરાજ બેનર સાથે કામ કરવા મળતું હોય તો કઇ અભિનેત્રી ના પાડે?
નીલ એક ફિલ્મનું નિર્માણ કરવાનો હતો તે પણ જાણીતી વાત છે. આ ફિલ્મની પટકથા તેણે લખી છે અને કેટલાક ગીત પણ તૈયાર કર્યા છે. તે ઇચ્છતો હતો કે રોહિત જુગરાજ આ ફિલ્મના દિગ્દર્શક બને. આ ઉપરાંત તે મુખ્ય અભિનેત્રી તરીકે અસીનને લેવાનો હતો. અભિનેતા પોતાના પારિવારિક ભોજન સમારંભમાં પણ અસીનને સાથે લઇ જતો હતો. ત્યારબાદ બંને તેના ઘરે જઇને કલાકો સુધી બેસતાં હતા. નીલ તેને પોતે તૈયાર કરેલા ગીતો સંભળાવતો હતો.
જો કે અસીનને મન આ પ્રોફેશનલ સંબંધ હતો. તે નીલને પોતાનો માર્ગદર્શક સમજતી હતી. જો કે ટૂંક સમયમાં તેને સમજાયું કે નીલ તેની બાબતે ગંભીર બની રહ્યો છે. વળી તેને જાણ થઇ કે યશરાજ બેનર અને વાયકોમ ૧૮ જેવા નિર્માણગૃહોને નીલે પોતાના માટે કરેલી ભલામણો ફળી નથી. બસ ,ત્યારપછી તેમના સંબંધમાં તિરાડ પડવા લાગી હતી.
નીલે હૃદય શેટ્ટીની ફિલ્મ સ્વીકારી અને તેમાં અભિનેત્રી તરીકે અસીનને લેવાનું સૂચવ્યું હતું. જો કે અસીને આ ઓફરનો અસ્વીકાર કર્યો હતો. આ સાથે જ તેણે નીલને કડક શબ્દોમાં કહ્યું કે નાના બેનરની સામાન્ય ફિલ્મો માટે મારું નામ સૂચવવું નહિ. આમ છતાં નીલ અસીન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતો રહ્યો હતો. તે ઇન્ટરવ્યુમાં અસીનને ‘સ્પેશ્યલ ફ્રેન્ડ’ કહેતો હતો અને તેની ભરપૂર પ્રશંસા કરતો હતો. આ કારણે તેની અને અસીન વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. જો કે અસીન તેની સાથે ઝઘડા કરતી હોવા છતાં નીલ તેની સાથેના સંબંધો બાબતે ગંભીર હતો. તેણે પોતાના પરિવારને પણ અસીન પોતાની પ્રેમિકા હોવાનું જણાવ્યું હતું.
આ સમયે અસીનને લાગ્યું કે વાત ધાર્યા કરતાં ઝડપથી આગળ વધી રહી છે. નીલ ઇચ્છતો હતો કે અસીન તેની સાથે હાથમાં હાથ પરોવીને જાહેર સમારંભોમાં આવે. અસીને આનો સાફ ઇનકાર કરી દીધો હતો. પોતાનો સંબંધ ચર્ચાસ્પદ બને એમ તે ઇચ્છતી નહોતી. વાસ્તવમાં અસીન દક્ષિણ ભારતના રૂઢીચુસ્ત પરિવારની પુત્રી છે. લોકો તેના પ્રેમ જીવન વિશે ચર્ચા કરે એમ તે ઇચ્છતી નહોતી. આ ઉપરાંત તે પોતાની કારકિર્દી પર ઘ્યાન આપવા માગતી હતી. તેને માત્ર ‘બહુ’ બનીને રહેવું નહોતું. તેને બોલીવૂડમાં નામના મેળવવી હતી.
અલબત્ત અસીને શરૂઆતમાં નીલના મિત્ર વર્તુળનો હિસ્સો બનવાનું પસંદ કર્યું હતું કારણકે તેને એમ હતું કે આ દ્વારા તે બધાનીઆંખોમાં આવી જશે અને તેને સારી ફિલ્મોની ઓફર મળશે. નીલના મિત્ર વર્તુળમાં અભિષેક બચ્ચન ,હૃતિક રોશન ,રણબીર કપૂર અને ઇમરાન ખાન જેવા સ્ટાર કલાકારો છે. નીલે હરખભેર અસીનની બધા સાથે ઓળખાણ કરાવી હતી. જો કે અસીને આ ઓળખાણનો લાભ લઇને આ કલાકારો સાથે ભૂમિકા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
અસીન મનેજર ધરાવતી નથી. આથી તે ટેાચના દિગ્દર્શક અને અભિનેતાઓ સાથે સારો સંબંધ બાંધવા ઇચ્છતી હતી. છેવટે તેણે આ માટે નીલનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મ ‘પ્લેયર્સ’ના શૂટંિગ દરમિયાન નીલે જ ‘બોલ બચ્ચન’ ફિલ્મ માટે અસીનનું નામ સૂચવ્યું હતું. તેણે પ્રિયદર્શન ,ડેવિડ ધવન ,અબ્બાસ મસ્તાન જેવા ફિલ્મમેકરોને પણ તેમની આગામી ફિલ્મમાં અસીનને લેવાનું કહ્યું હતું.
અહીંં એમ કહી શકાય કે પોતાના વ્યવસાયિક જીવનને આગળ વધારવા માટે અસીને યોગ્ય માર્ગ અપનાવ્યો હતો. તેની ‘રેડી’ ફિલ્મ હિટ ગઇ અને તેણે અક્ષયકુમાર સાથે ની ‘હાઉસફુલ -૨’ અને અજય દેવગણ સાથેની‘બોલ બચ્ચન’ ફિલ્મ સાઇન કરી લેતાં તેની ગાડી પાટે ચડી ગઇ હતી. બીજી તરફ નીલ કારકિર્દીમાં આગળ વધી શકયો નહોતો. તે હતો ત્યાં જ રહ્યો હતો. અસીન એ ગ્રેડના કલાકારો સાથે કામ કરી રહી હતી અને તેને પોતાની કારકિર્દી પર જ ઘ્યાન આપવું હતું. આ સમયે તે પોતાનું ઘ્યાન બીજી બાબતોમાં ફંટાય એમ ઇચ્છતી નહોતી.
નીલને પોતાની અપેક્ષા મુજબની ભૂમિકા મળતી નહોતી. તેની સોલો ફિલ્મ ‘લફંગે પરંિદે’ અને ‘આ દેખે જરા’ફલોપ ગઇ હતી. જયારે મલ્ટીસ્ટારર ફિલ્મ ‘પ્લેયર્સ’ પણ સફળ રહી નહોતી. નીલ નવોદિત અથવા બી ગ્રેડની અભિનેત્રીઓ સાથે અભિનય કરતો હતો .જયારે અસીન ટોચના અભિનેતા સાથે કરતી હતી. અસીન અને નીલની કારર્કિર્દી અગલ દિશામાં ફંટાઇરહી હતી. અસીન પોતાના વ્યવસાયિક જીવનને આંચ આવે એમ ઇચ્છતી નહોતી. આ કારણે બંને વચ્ચે ભારે મતભેદ જોવા મળતા હતા.
અસીન નીલને કહેતી કે તેની પાસે પ્રેમ માટે સમય જ નથી અને તે તેના પ્રેમમાં પણ નથી. છેવટે એક દિવસ તેણે નીલને મેસેજ મોકલીને પોતે તેનાથી છૂટી પડી રહી છે એમ જણાવી દીઘું હતું . આ મેસેજ જોઇને નીલને આઘત લાગ્યો હતો. તેણે અભિનેત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અસીને તેના ફોનના જવાબ આપવાનું ટાળ્યું હતું. અચાનક જ હૃદયભંગ થતાં નીલ હતાશ થઇ ગયો હતો.
અસીન -નીલના સંબંધોની અસર અભિનેતાના પરિવાર પર પણ થઇ હતી. અસીને પોતાના દીકરા સાથે છેતરપંિડી કરી છે તેવાત માનવા નીલના પિતા તૈયાર જ નહોતા. આમ છતાં આખો પરિવાર નીલની પડખે રહ્યો હતો. નીલ અસીન બાબતે અત્યંત ગંભીર હતો એટલે તેન આઘાત લાગવો સહજ છે.
જો કે અત્યારે આ બંને કલાકારો પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. અસીન ફિલ્મોના શૂટંિગમાં વ્યસ્ત રહે છે જયારે નીલે પોતાની ફિલ્મ ‘૩ જી’ ની અભિનેત્રી સોનલ ચવ્હાણ સાથે સંબંધ બાંધી લીધો હોવાનું સાંભળવા મળે છે. થોડા દિવસ અગાઉ જ તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સોનલ મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. અમારો સંબંધ કઇ દિશામાં આગળ વધી રહ્યો છે તેની મને પણ ખબર નથી. પરંતુ તે આગળ વધી રહ્યો છે તે સાચી વાત છે.
હવે નીલના જીવનમાં શું બને છે તે આવનારો સમય જ કહી શકશે. ુ

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved