Last Update : 03-August-2012, Thursday

 

પ્રિયંકા ચોપરાની અંતરંગ વાતો

 

‘મિસ્ટર રાઈટ’ મળશે કે તરત લગ્ન કરશે
મારી આવનારી ફિલ્મ ‘બર્ફી’ એક રોમાન્ટિક મર્ડર મિસ્ટ્રી છે. જેમાં હું એક ઑટિસ્ટિક યુવતીની ભૂમિકા ભજવું છું. આ ફિલ્મમાં મારી સાથે રણબીર કપૂર છે જેમાં તે ‘હેપ્પી-ગો- લકી’ સ્વભાવ ધરાવતા મૂંગા-બહેરા યુવકનો રોલ કરે છે.
વિવિધ પાત્રો ભજવવાની ઇચ્છા મને હમેશાથી રહી છે. તેથી જ આ રોલ ભજવવા હું રાજી થઇ . શૂટંિગ વખતે ખૂબ જ મજા આવી હતી. જોકે આ પાત્ર ભજવવા મારે આકરી મહેનત પણ કરવી પડી છે.હું અહીં એક સ્પષ્ટતા કરી લઉં કે આ ફિલ્મ ગંભીર કે બોર નથી. દુનિયાને આપણે અલગ જ નજરથી જોઇએ છીએ તે દર્શાવવામાં આવ્યું છે. આ એક અલગ જ પ્રકારની ફિલ્મ છે.
ફિલ્મના શૂટંિગ દરમિયાન મને ઘણા ઑટિસ્ટિક બાળકો સાથે કામ કરવાની તક મળી. આ બાળકો સાથે કામ કરવાનો અનુભવ હું વર્ણવી શકું તેમ નથી. આ બાળકો સ્પેશિયલ છે અને મારા માનવા પ્રમાણે સ્પેશિયલ બાળકો ભગવાનને વ્હાલા હોય છે. ખૂબ જ માસૂમ અને પ્રેમાળ બાળકો છે.
‘ફેશન’ ફિલ્મની સિકવલ વિશે મને કોઇ જાણકારી નથી. જોકે સિકવલમાં મારે ચોક્કસ કામ કરવું છે. આ ફિલ્મ માટે મને નેશનલ એવોર્ડ મળ્યો હોવાથી મારા દિલની ખૂબ નજીક છે.
મારા મતે ‘ફેશન’ ફિલ્મને કારણે બોલીવૂડમાં એક નવી લહર આવી છે. જોકે આજકાલ મહિલાઓ પર આધારિત ઘણી ફિલ્મો બની રહી છે અને આવી જ ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ હું સાંભળી પણ રહી છું.મને આનંદ છે કે બોલીવૂડ અને દર્શકો નારી વિષયક ફિલ્મોને પ્રાથમિકતા આપે છે. કોઇ પણ તારિકા માટે બોલીવૂડમાં પદાર્પણ કરવાનો આ યોગ્ય સમય છે.
ઇન્ટરનેશનલ મ્યુઝિક આલબમની મને આફર આવી તો હું ખુશ થઇ ગઇ હતી. સંગીત મારું પ્રિય છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો છે. મારા ડેડીએ મને નાનપણથી જ સંગીતના માહોલ સાથે રાખી છે. અમારી દરેક સવાર મ્યુઝિકથી જ શરૂ થાય છે.
ફક્ત ફિલ્મ જગતમાં જ નહીં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા પેસી ગઇ છે. ભોલીવૂડમાં તો નંબર વનનું સ્થાન મેળળવા આકરીહોડ લાગે છે. તેથી નંબર વન પર હોવું જરૂરી છે. વિદ્યાર્થી થી લઇને ધંધા-ઉદ્યોગ કે નોકરિયાત ક્ષેત્રમાં આગળ વધવા માટે નંબર વન બનવું જરૂરી છે. પરંતુ તેનો મતલબ એ નથી થતો કે તમે અન્યોને ઊંણા સમજો.
એક વરસમાં અમે ત્રણ થી ચાર ફિલ્મો કરતા હોઇએ છીએ. દરેક ફિલ્મો હિટ જાય તે જરૂરી પણ નથી. તેથી નંબર વન પણ કોણ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. મને નથી લાગતું કે નંબર વન અને બે નો નિર્ણય કોઇ લઇ શકે.
અભિનેત્રી બનવા માટે ફોટોજેનિક ફેસ હોવો જરૂરી તથા મહત્વનો છે. રેખાજીનો ચહેરો સંપૂર્ણ ફોટોજનિક છે. નવી અભિનેત્રીઓની વાત કરીએ તો કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય અને દિપીકા પદુકોણના ચહેરા ફોટોજનિક છે.
‘બર્ફી’ ઉપરાંત હૃતિક રોશન સાથે હું ‘ક્રિશ થ્રી’માં નજર આવીશ.
‘ઇન્ડિયાઝ ગ્લેમ દીવા’નું ટાઇટલ જીતવાનો મને આનંદ છે, સાથે સાથે એ સંતોષ છે કે લોકો મને અને મારા કામને પસંદ કરે છે.
અંગત રીતે હું એવું માનું છે કે રોલની લંબાઇ નહીં પરંતુ કામ પ્રત્યેની ગંભીરતા મહત્વની છે. યોગ્ય આવડત વગર રોલ ગમે તેટલો લાંબો હોય તો પણ તેમાં સ્વયંને સાબિત નથી કરી શકાતું.
જ્યાં સુધી મારા લગ્નનો સવાલ છે મને જેવો મારો મિ. રાઇટ મળી જશે હું લગ્ન કરી લઇશ.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved