Last Update : 03-August-2012, Thursday

 

મઝરૂહ સુલતાનપુરીની સંગીત સાધનાના પાંચ દાયકા ચાલીસનો દાયકો

 

યાદગાર ફિલ્મો ઃ પહેલી ફિલ્મ શાહજહાં અને અંદાજ
હું ઉત્તરપ્રદેશના સુલતાનપુરનો એક અજાણ્યો. શાયર હતો ને ૧૯૪૫ માં એક મુશાયરામાં ભાગ લેવા મુંબઈ આવેલો. જો કે મારા તકદીરમાં કંઈક જુદું જ લખ્યું હશે તે એ.આર.કારદારે મને સાંભળ્યા પછી બોલાવ્યો. ઘણા શાયરોને એક સિરયુએશન આપીને એમણે ગીત લખવાનું કહ્યું હતું, જેમાંથી મારું ગીત પસંદ થયું. આમ શાહજહાં ફિલ્મ અને નૌશાદે કમ્પોઝ કરેલાં મારા ગીતો અનહદ લોકપ્રિય થઈ ગયાં. પૈસા સારા હતા એટલે હું મુંબઈમાં જ રહી ગયો. નૌશાદે મને સલાહ આપેલી કે મારે ગીતો પાત્રોને ઘ્યાનમાં રાખીને લખવાં જોઈએ અને ગીતો સરળ હોવા જોઇએ. એ ઘણીવાર પહેલાં ટ્યુન બનાવતા અને પછી મને ગીત લખવાનું કહેતા. એમણે મને શિખવાડેલું કે દરેક ટ્યુનને માત્ર મીટર નહિ, ચોક્કસ ફોનેટિક્સ પણ હોય છે. એક મીટરમાં બે ગીત લખી શકાય. પણ ફોનેટિક્સ તો એકનું જ પરફેક્ટ હોઇ શકે. ભારત સ્વતંત્ર થયું ત્યારે હું કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયો અને નૌશાદને લાગ્યું કે એક મુસ્લિમ થઈને મેં મઝહરનો દ્રોહ કર્યો છે. આથી ૧૯૪૯ની અંદાજ હિટ ગઈ તોય એમણે મારી સાથે કામ કરવાનું બંધ કરી દીઘું. છેવટે વીસ વર્ષ પછી ગેરસમજ દૂર થઈ ત્યારે ફરી અમે સાક્ષીમાં સાથે કામ કર્યું.
પચાસનો દાયકો
યાદગાર ફિલ્મો ઃ સીઆઈડી, ચલતી કા નામ ગાડી, નૌદો ગ્યારહ, પેઈંગગેસ્ટ, કાલાપાની, તુમસા નહીં દેખા, દિલ દે કે દેખો, દિલ કા ઠગ નેહરુની નીતિઓને ઝાટકતી કવિતા મેં લખી ત્યારે ગૃહપ્રધાન મોરરજી દેસાઈએ મારી ધરપકડ કરાવી. મને કહેવાયું કે મારે માફી માગવી, પણ મેં લખેલા શબ્દેશબ્દને હું વળગી રહ્યો. આથી મને પંદર મહિનાની સજા થઈ. મારી જંિદગી વેરણછેરણ થઈ ગઈ હતી. હું કમાતો નહોતો એટલે મારા કુટુંબને તકલીફ પડતી હતી. એ અરસામાં રાજેન્દરસંિહ બેદીએ યુરોપીમાં મારી પત્ની અને મારાં માતાપિતાને પૈસા મોકલવાનું ચાલુ રાખ્યું હતું. એમને એય ખબર નહોતી કે હું એ પૈસા એમને પાછા આપી શકીશ કે નહિ. હું અન્ડર ગ્રાઉન્ડ હતો એ અરસામાં રાજકપૂર મને મળેલા અને મેં એમને દુનિયા બનાનેવાલે ગીત લખી આપ્યું હતું, જેના મને એમણે હજાર રૂપિયા ચૂકવેલા એ વખતે ગીતકારને પાંચસો જ મળતા, પણ રાજસાબે એ રીતે મને મદદ કરી હતી. કેમ કે મેં આગ માટે એમને મફતમાં ગીત લખી આપેલું. ઘણાં વર્ષો પછી રાજસાબે એ ગીતનું મુખડું તીસરી કસમમાં વાપર્યું અને અંતરા હસરત જયપુરી પાસે લખાવ્યા. હું ડાબેરી વિચારસરણીનો હતો એટલે મારા કામને ક્યારેય માન્યતા મળી નહિ. સાહિત્યમાં મેં કરેલું પ્રદાન બહુ મોડું મોડું ઘ્યાનમાં લેવાયું. જો કે ફિલ્મોમાં ગીતકાર તરીકે મારું ચલણ સારું એવું હતું. ગુરુદત્ત અને વિજય આનંદ મને જ પસંદ કરતા. નાઝિર હુસૈન પણ સાહિર લુધિયાનવીથી છુટા પડ્યા બાદ મારી સાથે જ કામ કરતા થયેલાં હું ઘણા મ્યુઝિક ડિરેક્ટરો સહિત સ્ટાર્સ માટે પણ લકી સાબિત થયો હતો. દાખલા તરીકે શમ્મી કપૂર તુમસાં નહીં દેખાતાં મારા ગીતોથી હિટ થઈ ગયો અને આશા પારેખની પહેલી ફિલ્મ દિલ દે કે દેખોમાં પણ મારાં ગીતો એને ફળ્યાં. સીઆઈડીમાં વહીદાને પણ મારાં ગીતો ફળ્યાં.
મારે ઓ.પી.ન્ય્યર અને એસ.ડી.બર્મન સાથે સારો મેળ હતો. નય્યર માટે મેં મારી સાહિત્યિક ગુણવત્તા ઘટાડી હતી, કેમ કે એ લય પર વઘુ ભાર મૂકતા. જો કે બર્મનદા બંગાળી લોકસંગીત અને યુપીની ડુમરીના માસ્ટર હતા. પરંતુ ઉર્દુનું ગઝલનું સ્વરૂપ એમને ન સમજતું. મેં એમના માટે ખાસ ક્યા કહેગા (પેઈંગગેસ્ટ) અને હાલ કૈસા હૈં જનાબકા (ચલતીકા નામ ગાડી) જેવાં સવાલ જ જવાબનું સ્વરૂપ ધરાવતાં ગીતો લખ્યાં.
સાઠનો દાયકો
યાદગાર ફિલ્મો ઃ ચાઈના ટાઉન, ફિર વોહી દિલ લાયા હૂં, આરતી, ભીગીરાત, મમતા, ઝુમરૂ, સાથી, તીસરી મંઝિલ, બહારોં કે સપને, બહારોં કી મંઝિલ, અભિલાષા, પ્યારકા મૌસમ, પત્થર કે સનમ, દોસ્તી, મેરે હમદમ મેરે દોસ્ત, ધરતી કહે પુકાર કે, જવેલ થીફ અને તલાશ. એ દિવસોમાં અમે શાયરો એકમેકથી ચઢિયાતા ગીતો લખવાની સ્વસ્થ સ્પર્ધા કરતા. શકીલ બદાયુનીએ ચૌંદહવીંકા ચાંદ હો ગીત લખ્યું ત્યારે હું આરતી માટે અબ ક્યા મિસાલ હૂં લખીને એમનાથી આગળ નીકળી ગયો. રોશનસાબે અને મેં એ રીતે હિટ ફિલ્મ આરતી આપી. એ પછી તારાચંદ બડજાવ્યા દોસ્તીમાં અમારી જોડી ઇચ્છતા હતા. પણ રોશનસાબે એને ભિખારીની કથા કહીને નકારી કાઢી આથી એ ફિલ્મ એ અરસામાં નવાસવા લક્ષ્મી-પ્યારેને મળી. મેં લખ્યું ચાહૂંગા મૈં તુઝે.... અને મને ફિલ્મફેર એવોર્ડ મળ્યો, જે લક્ષ્મી- પ્યારેના કહેવાથી મેં સ્વીકાર્યો.
જો કે કાલા પાનીના મારા હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયેં ગીતને અવગણીને જ્યારે યહુદીના યે મેરા દીવાનાપન હૈ જેવા મિડિયોકર ગીતને એવોર્ડ અપાયો ત્યારથી મેં એમના એવોર્ડ સ્વીકારવાનું બંધ કરી દીઘું. એવોર્ડના તૂતની બધાને ખબર છે. આમ છતાં હકીકત ખૂચેં છે કે, મિડિયોકર લોકોનાં ઘર ટ્રોફીઓથી ભરેલાં છે. અને નૌશાદને તથા મને એકેક ટ્રોફી જ મળી છે. સાઠનો દાયકો મારા માટે સારો હતો. મેં એલપી સાથે અને આરડીના આવ્યા પછી નાઝિર હુસૈન સાથે સારો રૅપોં જમાવેલો. પશ્ચિમના અને આપણા સંગીતનું મિશ્રણ કરનાર આરડી કમાલનો હતો, પણ એ મારી શાયરીથી ડરતો. જો કે મેં એને કહેલું કે તારા મ્યુઝિકમાં કવિતાને ઘણો સ્કોપ રહે છે. દાખલા તરીકે તીસરી મંઝિલનું દીવાના મુઝસા નહીં અને અભિલાષાનું વાદિયાં મેરા દામન.... મારે એ પણ કહેવું જોઇએ કે એલપીએ ક્યારેય મને મારાં ગીતોમાં સમાધાન કરવાનું કહ્યું નથી. પાછળથી એ કમર્શિયલ બની ગયા ત્યારે એમણે આનંદ બક્ષી સાથે કામ કરવાનું શરૂ કર્યું. શુદ્ધ શાયરીની વાત નીકળી છે તો કહું છું કે આસિતસેન અને લેખક ક્રિષ્ણ ચંદરે મમતા માટે મને નીતરી કવિતા લખવાનું કહેલું. આથી મેં ઇન બહારોમેં, રહેના રહે હમ, રહતે થે કભી, છુપાલો દિલ મેં જેવાં ગીતો લખ્યાં. મારી શ્રેષ્ઠ ફિલ્મોમાં હું મમતા અને જલબિન મછલી નૃત્ય બિન બિજલીનેં સ્થાન આપું છું. એ ફિલ્મ, જીનિયસ વી. શાંતારામ સાથેની મારી એકમાત્ર ફિલ્મ હતી. એમણે મને કહેલું કે મને સમૃદ્ધ કવિતા જોઈએ. અને મેં એમને તારો મેં સજકે, બાત હૈ એક બૂંદ કી તથા ઓ મિતવા ઓ મિતવા જેવાં ગીતો આપ્યાં હતાં.
સિત્તેરનો દાયકો
યાદગાર ફિલ્મો ઃ મેલાં, કારવાં, બુઢ્ઢા મિલ ગયા, યાદોં કી બારાત, રામપુરા કા લક્ષ્મણ, દો ચોર, દો ફૂલ, સબસે બડા રૂપૈયા, ધરમ કરમ, હમ કિસીસે કમ નહીં, ઇન્કાર કુંવારાબાપ, દૂસરા આદમી, અભિનેત્રી, એક નઝર, ઇમ્તિહાન, પરવરિશ, દસ નંબરી, પાકિઝા, અભિમાન દસ્તક, જલ બિન મછલી નૃત્ય બિન બિજલી.
સિત્તેરના દાયકામાં મેં ઘણી મેજર હિટ્‌સ આપી, પણ દરેક ગીત મારું પહેલું હોય એ રીતે હું લખતો. ખાસ અપવાદ સિવાય મને ક્યારેય ગમ્યું નથી કે મારી ફિલ્મમાં કોઈ બીજો પણ ગીતકાર હોય. એવી કોઈ ફિલ્મ હોઈ શકે, જેનાં પ્રેમદ્રશ્યો યશ ચોપરાએ, એકશન સીન્સ રાકેશ રોશને અને રમૂજી દ્રશ્યો ડેવિડ ધવને ડિરેક્ટ કર્યા હોય? ફિલ્મનો ડિરેક્ટર જો એક હોય તો ગીતકાર કેમ નહિ? સિત્તેરના દાયકામાં મેં ખૂબ લખ્યું. ઘણીવાર તો એક સાથે વીસ ફિલ્મોનાં ગીતો લખતો અને મારાં ધોરણોથી નીચે ઉતર્યા વિના એ દિવસોમાં આરડી અને એલપી ચોક્કસ ગીતકારનો આગ્રહ રાખતા. આજે એવું નથી, રહ્યું રાજેશ રોશન, જતીન-લલિત અને આનંદ-મિલંિદ જેવા મેં લોન્ચ કરેલા મ્યુઝિક ડિરેક્ટરો આવું નથી કરતા, કેમ કે એ લોકો અસલામતી અનુભવે છે.
એંસીનો દાયકો
યાદગાર ફિલ્મો ઃ કુદરત, ખુદ્દાર, કયામત સે કયામત તક, લાલ દુપટ્ટા મલમલ કા.
હું એંસીના દાયકાના મઘ્ય ભાગ સુધી બિઝી રહેલો, પણ મારું મોટા ભાગનું કામ પંચમ સાથે થતું. પંચમે સતત સારું મ્યુઝિક આપેલું, છતાં એની વીસ ફિલ્મો સળંગ ફ્‌લોપ ગઈ એટલે એનું કામ ઓછું થઈ ગયું. મારા દીકરા એરમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ બેસી ગઈ. કામ ઓછું થઈ ગયું. મ્યુઝિકનાં ધોરણો નીચાં ઉતરવા માંડ્યાં.
આમ છતાં એંસીના દાયકામાં અને પહેલીવાર સાહિત્યિક એવોર્ડ મળ્યો. ૧૯૮૦માં મને બિનફિલ્મી શાયરી માટે મળેલો ગાલિબ એવોર્ડ હજીય મારો માનીતો છે. હું ફિલ્મગીતો અને કવિતા એમ બન્ને ક્ષેત્રે સફળ રહ્યો હોવા છતાં મને એવું લાગ્યા કર્યું છે કે હું બન્નેમાંથી એકેય પર સરખું ઘ્યાન કેન્દ્રિત કરી શક્યો નથી. હમ ના પૂરી તરહ શાયર બન સકે, ના ગીતકાર.
નેવુંનો દાયકો
યાદગાર ફિલ્મો ઃ જો જીતા વોહી સિકંદર
આજની મેલડી મા ગઈ કાલ જેવો જાદુ નથી. છતાં આજે મ્યુઝિક કંપનીઓને જલસા છે. સંગીત અને ગીતોમાં મૌલિકતા રહી નથી. સંગીત સાથે સંકળાયેલા લોકોમાં કલ્ચર અને શિક્ષણનો અભાવ છે. આજે હિટની જ બોલબાલા છે. આજના ટોચના શાયરો કાં તો સાહિર, શૌલેન્દ્ર, શકીલ, કૈફી, રાજિન્દર ક્રિષ્ણ, ઇન્દીવર, આનંદ બક્ષી કે મારાં ગીતો આમ તેમ ગોઠવીને ઘસડી મારે છે કાં તો સીધી ઉઠાંતરી કરે છે.
જો કે આ જ દાયકામાં મને ૧૯૯૨ માં સાહિત્ય માટે ઇકબાલ સમ્માન એવોર્ડ મળ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ ૧૯૯૪માં મળ્યો છે. મને લાગે છે કે હું આના માટે લાયક છું, કેમ કે મેં હિન્દી ફિલ્મગીતોને વૈવિઘ્ય અને નવું શબ્દ ભંડોળ બીજા કોઈ પણ શાયર કરતાં વઘુ આપ્યું છે.
અંગત જીવનમાં આ દાયકામાં મેં મારી દીકરા એરમને ગુમાવ્યો છે. બીજા દીકરા અંદલિબે સંઘર્ષ કરવો પડ્યો છે. મારું કુટુંબ આ દાયકાની શરૂઆતમાં અને મઘ્યમાં ભારે તકલીફમાં રહ્યું છે. આમ છતાં મેં કચરો નથી લખ્યો. મેં હળવાં ગીતો લખવાની ક્યારેય ના નથી પાડી મેં સીએટી કૅટ, પાંચ રૂપૈયા બારહઆના, બડે મિયાં દીવાને જેવાં ગીતો લખ્યાં જ છે ને? ખામોશી પછી મારો સમય આવ્યો અને મેં પંદર ફિલ્મો સાઈન કરી. કલ્ચર્ડ ફિલ્મસર્જકો હતા એ સમયમાં પણ હું સામેથી કામ માગવા નથી ગયો તો આજે તો ન જ જાઉં ને જો કે મને સંતોષ છે કે લોકોનો પ્રેમ મળતો રહ્યો છે. આથી જ આજે એંસીની ઉંમરે પણ હું સક્રિય છું. પંચાવન વર્ષની ફિલ્મ કરિયરમાં હું નૌશાદથી માંડીને રહેમાન સુધીના મ્યુઝિશિયનો સાથે કામ કરી ચૂક્યો છું.
મને જાણ છે કે રહેમાન ફિલ્મ સાઇન કરે ત્યારે સૌથી વઘુ મને પસંદ કરે છે, પણ કેટલીક વાતોમાં હું સમાધાન કરવા તૈયાર નથી હોતો તેથી લોકો મારો સંપર્ક કરતા ડરે છે. આશાએ હું ન લખું ત્યાં સુધી પોપ આલબમ કરવાની ના પાડી દીધી હતી. પોપગીતો લખતા મનોહર ઐયરે થોડા સમય પહેલાં મારા ગીતોનો પ્રોગ્રામ ગોઠવીને મારું સન્માન કરેલું. એ અને એમના ગુ્રપને મારાં એવાં ગીતો યાદ હતાં, જે હું ય ભૂલી ગયો હતો.
આ બઘું એ વાતની સાખ પૂરે છે કે સારું મ્યુઝિક અને સારી શાયરી ક્યારેય નહિ મરે. થોડા સમય પહેલાં સોનું નિગમને મેં જ્યારે કહ્યું કે તને ગીતમાં કોઈ પણ શબ્દ બરાબર ન લાગે તો હું તરત જ બદલી આપીશ ત્યારે એ હેબત ખાઈ ગયો. બધા જ યુવાનસંિગરોને મ્યુઝિશિયનોએ વાતની સાખ પૂરશે કે મને જે પ્રકારનો કડક ચિતરાય છે એવો તો હું જરાય નથી.
કામ કરતી વખતે હું સિનિયોરિટીનો દેખાડો કરવામાં નથી માનતો. આમ પણ મોટા ભાગના લોકો મારા કરતાં નાનાં છે અને ડરના માહોલમાં ક્યારેય સારું કામ ન થઈ શકે. હસી મઝાક ભી હોતા હૈ, હું ફક્ત એટલું જ કહું છું કે મારી ઉંમર, મારાં મૂલ્યો અને મારી ગુણવત્તાને થોડુંક માન આપો. બસ.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved