Last Update : 03-August-2012, Thursday

 

શ્રુતિ હાસન:બોલીવૂડમાં સ્થાન મેળવવા મુંબઇમાં સ્થાયી થઇ

 

ગાયિકા ,સંગીતકાર અને અભિનેત્રી શ્રુતિ હાસન જાણીતા અભિનેતા કમલ તથા અભિનેત્રી સારિકાની પુત્રી છે. તેણે ૨૦૦૯માં ‘લક’ ફિલ્મમાં અભિનય કરીને બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. જો કે શ્રુતિની પહેલી ફિલ્મ સફળ થઇ નહોતી. આથી તે દક્ષિણના ફિલ્મોદ્યોગ તરફ વળી ગઇ હતી. ત્યાં તેને સારી એવી સફળતા મળી હતી. ગયા વર્ષે તેણે ‘દિલ તો બચ્ચા હે જી’ ફિલ્મમાં આભિનય કર્યો હતો. આ ફિલ્મની તેની ભૂમિકા વખણાઇ હતી. હવે શ્રુતિ મુબઇમાં રહેવા આવી છે અને તે હિન્દી ફિલ્મોમાં ઘ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે.
જો કે એવું નથી કે અભિનેત્રી મુંબઇમાં રહેવા પહેલી વખત આવી છે .આ અગાઉ તે ભણવા માટે અહીં જ આવી હતી. તેના માટે આ શહેર નવું નથી. વળી તે જણાવે છે કે મેં મુંબઇ અને દક્ષિણ ભારત એવા ભાગલા કામ માટે પાડયા નથી. મને જયાં સારી ભૂમિકા મળે છે ત્યાં હું જાઉં છું. મારી પહેલી ફિલ્મની લોકોએ પ્રશંસા કરી નહોતી પણ તે એવી નહોતી કે મને તે કર્યાનો ખેદ થાય .મને તે ફિલ્મમાં થી ઘણું શીખવા મળ્યું છે અને છેવટે ફિલ્મના ભાવિને કોઇ ભાખી શકતું નથી. ‘દિલ તો બચ્ચા હે જી’ વખણાઇ હતી તેનો મને આનંદ છે. જો કે દક્ષિણમાં મને સારી ભૂમિકા મળી છે. એક અભિનેત્રી તરીકે પડકારરૂપ અને રસપ્રદ ભૂમિકા મને દક્ષિણની ફિલ્મોમાં મળી છે. આથી હું સાઉથના ફિલ્મોદ્યોગને તો છોડી જ ન શકું. જો કે આ વાત માત્ર ત્યાંના ફિલ્મોદ્યોગને જ લાગૂ પડતી નથી પણ જો સારી બંગાળી ,ચાઇનીઝ કે જાપાનીસ ફિલ્મ મળે તો પણ હું તેને સ્વીકારી લઉં. હું સારી તક મળે તો દુનિયાના કોઇ પણ ખૂણે જઇ શકું છું. મારા માટે ભારતના પ્રત્યેક પ્રાંતમાં બનતી ફિલ્મ ભારતીય ફિલ્મ જ છે અને તેમાં કામ કરવું મને ગમશે.
અત્યારે શ્રુતિને હિન્દી ફિલ્મોમાં કેટલીક રસપ્રદ ભૂમિકા ઓફર થઇ છે. જો કે તે સાઉથ અને હિન્દી એમ બંને ફિલ્મોદ્યોગમાં સંતુલન જાળવવા ઇચ્છે છે. તેને બંને પ્રકારની ફિલ્મો કરવી છે. તે કહે છે કે આજે હિન્દી ફિલ્મોદ્યોગમાં ઘણા નવા આયામો જોવા મળે છે. અલગ વિષય વસ્તુ ધરાવતી ફિલ્મો બની રહી છે. આથી મારા મતે અહીં પ્રત્યેક કલાકાર માટે ઉચિત કામ છે. જો કે આમાં હું કયાં ફિટ બેસી શકીશ તે મને ખબર નથી પણ હું અહીં ચોક્કસ પ્રગતિ કરીશ એવો મને આત્મવિશ્વાસ છે. હું મારી જાતને ચોક્કસ ફ્રેમમાં બાંધી દેવા માગતી નથી .આનાથી હું મર્યાદિત દાયરામાં આવી જઇશ.
શ્રુતિ બોલીવૂડના કોઇ ચોક્કસ કલાકારો કે દિગ્દર્શકો સાથે કામ કરવા ઇચ્છતી નથી. તે કહે છે કે અહીં લગભગ બધા જ પ્રતિભાશાળી છે અને બધા પાસેથી શીખવા મળે છે. મારા તમામ હીરો અને દિગ્દર્શકો પાસેથી હું ઘણું શીખી છું. આથી મેં મારા મનગમતા કલાકારો કે દિગ્દર્શકોની કોઇ યાદી બનાવી નથી. મારા મતે અત્યારે હિન્દી સિનેમાનો સારો સમય ચાલી રહ્યો છે. અને મારે તેનો હિસ્સો બનવું છે.
શ્રુતિના માતા પિતા બંને પ્રતિભાશાળી કલાકારો છે છતાં તે ફિલ્મની પસંદગી કરતી વેળાએ તેમની સલાહ લેતી નથી. તે જણાવે છે કે હું કયારેય મારા ભાવિ પ્રોજેકટની ચર્ચા તેમની સાથે કરતી નથી. ફિલ્મ સાઇન કર્યા પછી જ હું તેમની સાથે આ બાબતે વાત કરું છું. તેમણે મને કયારેય કોઇ ફિલ્મ કરવાની ના પાડી નથી. હું માર નિર્ણયો આપમેળે જ લઉં છું.
શ્રુતિના પિતા કમલ હાસન જાણીતા ફિલ્મ નિર્માતા પણ છે. આમ છતાં તેમણે પોતાની દીકરીને લોન્ચ કરી નથી. બોલીવૂડના વર્તમાન સિનારિયામાં આ બાબત અચરજભરી લાગે. જો કે અભિનેત્રી આ બાબતે કહે છેક ે જો આમ થયું હોત તો મારી કારકિર્દી સહેલાઇથઈ શરૂ થઇ હોત પરંતુ અમે આવું વિચારતાં નથી. મારા વાલી મને ટેકો આપે છ ે ,સલાહ આપે છે પણ મારે આપબળે જ આગળ વધવાનું છે. મને પણ આવાતનો આનંદ છે. મારા મતે તેઓ અત્યંત પ્રતિભાશાળી છે. તેમણે ભારે સંઘર્ષ કરીને આ સિઘ્ધિ હાસલ કરી છે. મારા પિતા હંમેશા મને કહે છે કે હું તને આ સાચું છે અને આ ખોટું છે એમ કહી શકું .હું તને લોન્ચ પણ કરી શકું પરંતુ સફળતા મળશે જ એવી કોઇ ખાતરી આપી ન શકું. મારા માતા પિતા ભલે અત્યારે અલગ થઇ ગયા છે પણ તેઓ માર માટે ગર્વ અનુભવે છે. અને માર માટે આ જ આનંદની વાત છે. હા, મારી કારકિર્દી ઘડાતા થોડો સમય લાગશે પણ મને તેનો વાંધો નથી.
વચ્ચે એવું સાંભળવા મળ્યું હતું કે શ્રુતિને તેની માતા સાથે મતભેદ થયો હતો અને તેમની વચ્ચે બોલવાનો વ્યવહાર પણ રહ્યો નહોતો. જોકે શ્રુતિ આ વાતને રદિયો આપતાં કહે છે કે મારી માતા મારી જનની છે અને તેની સાથે મારો સંબંધ કયારેય બગડે જ નહિ. મારી મમ્મી અમે બહેન થોડે અંતરે જ રહે છે અને હું દર બીજે દિવસે તેમને મળવા જાઉં છું.
દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ સાથે શ્રુતિના અફેરની પણ ઘણી વાતો સાંભળવા મળી હતી. આ અંગે પૂછતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, એવું કઇ જ નહોતું. મેં અને ધનુષે ‘થ્રી’ ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો અને તે ફિલ્મ અત્યંત રોમેન્ટિક હતી એટલે લોકેા અમારા વિશે આવી વાતો કરતા હતા. ધનુષ એક ઉત્કૃષ્ટ કલાકાર છે અને તેની સાથે કામ કરવાની મજા આવી હતી. હું,ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા અફેરની વાત સાંભળીને હસતા હતા.
જો ક ે તે અગાઉ અભિનેતા સિઘ્ધાર્થની સાથે પણ શ્રુતિનું નામ જોડાયું હતું. તેની સાથે પણ અભિનેત્રીએ બે-ત્રણ તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જો કે આ વિશેે ખુલાસો કરતાં તેણે કહ્યું હતું કે સિઘ્ધાર્થ મારેા સારો મિત્ર છે. હું તેના માટે માન ધરાવું છું. અમારી વચ્ચે અન્ય કોઇ સંબંધ નથી. વાસ્તવમાં કોઇ યુવક સાથે હું અફેર ધરાવતી નથી.

 
Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved