Last Update : 03-August-2012, Thursday

 

મેરેલીન અને મેડોના:એ દિવસો ગયાં કે જ્યાં સેક્સ સિમ્બોલ સ્ત્રીનું શોષણ થતું હતું

 

જોસેક્સી હોવાથી શક્તિશાળી બની શકાતું હોય તો સ્ત્રીઓ તેનો પોતાના માટે શ્રેષ્ઠ ફાયદો ઉપાડી શકે એમાં નવાઇ નથી. એ દિવસો ગયાં, જ્યારે સુંદર ફિગર ધરાવતી સેક્સ સિમ્બોલ વ્યક્તિઓ પોતાના અંગત જીવનમાં શોષિત, પીડિત અને પુરૂષોથી ઘવાયેલી રહેતી. આજની નવી સેક્સ સિમ્બોલ સ્ત્રીઓએ પોતાની સેક્સી ઇમેજ, કારકિર્દી અને નસીબ ઉપર કાબુ મેળવતાં શીખી લીઘું છે. પુરૂષ પ્રધાન સમાજમાં તે કોઇના શોષણનો ભોગ બનતી નથી કે માત્ર પોતાના શરીરથી જ ઓળખાતી નથી. તેનું શરીર તેનું પોતાનું છે અને તેમાંથી જે ફાયદા મળે, તે પોતે જ ઉઠાવે છે.
સેક્સ સિમ્બોલ વન એટલે કે મેરેલીન, સેક્સ સિમ્બોલ-ટુ-મેડોનાથી કેવી રીતે જુદી પડે છે તે જોવા માટે તમારે તેમના સમયની આ બે ખૂબ જ પ્રસિદ્ધ અભિનેત્રીઓનાં ઇતિહાસ જોવાની જરૂર છે.
મેરેલીન મનરો ખૂબ જ સુંદર, સોનેરી વાળ ધરાવતી મહિલા હતી, જે પોતાના તૂટ્યા કરતાં સંબંધોમાં જ ફસાઇ ગયેલી બાળકી જેવી બની ગઇ હતી. ટૂંકા સમયના સંબંધો અને ટૂંકા સમયના લગ્નોએ તેના જીવનમાં થોડોઘણો આનંદ ભર્યો હતો. ખૂબ જ પૈસાદાર, જાણીતા પુરૂષો-જેમાં પ્રેસીડન્ટ કેનેડી અને તેના નાના ભાઇનો પણ સમાવેશ થાય, આ બધાં માટે તે રમવાનું રમકડું બની ગઇ હતી. એ લોકોએ તેને ડ્રીંક અને ડ્રગ્સની લતમાં જાતે જ સડવા દીધી હતી.
મેરેલીન પોતાની પથારીમાં તદ્દન નગ્નાવસ્થામાં મળી આવી હતી. તેણે ડ્રગ્સનો ઓવરડોઝ લીધો હતો અને આ વાતની આસપાસ આજે પણ રહસ્ય ધૂંટાય છે. શું તે અકસ્માતે લેવાયેલો ઓવરડોઝ હતો, આલ્કોહોલમાં જુદાજુદા ડ્રગ્સ ભેળવીને જાત ઉપર અખતરાઓ કરતી અને પોતાની પીડામાંથી છૂટકારો મેળવવાના પ્રયત્નો કરતી સ્ત્રીની આ હરકત જાણી જોઇને હતી કે જીવવા માટે જેની પાસે કંઇ જ બાકી રહ્યું હોય નહીં તેવી સ્ત્રીની આત્મહત્યા હતી કે પછી તેના કોઇ જાણીતા અને શક્તિશાળી પ્રેમીએ તેનું કાયમ માટે ખૂન કરી નાખ્યું હતું કે જેથી તે જે કાંઇ પણ જાણતી હોય, તેના વિશે કાંઇ જ બોલે નહીં?
આ પ્રશ્નો હજી પણ આપણી આસપાસ ધુમરાયા કરશે. કદાચ સત્ય આપણે કોઇ ક્યારેય જાણી શકીશું નહીં. પણ આપણે એ વાત જાણીએ છીએ કે સેક્સ અપીલ, પ્રસિદ્ધિ, સુંદરતા-બઘું જ હોવા છતાં મનરો ક્યારેય સફળ થઇ શકી નહોતી. તેની વાર્તા શોષણ, ડ્રગ્સ, ડિપ્રેશન, અત્યંત પીડા અને દુઃખની કથા હતી. દુનિયાની આંખોમાં તે સેક્સ સિમ્બોલ હશે પણ તેની પોતાની આંખોમાં તો તે એક નિષ્ફળ મેરેલીન હતી.
પણ એના સિવાય બીજું શું થઇ શક્યું હોત? મેરેલીન એવા સમયમાં જન્મી હતી, જ્યાં સ્ત્રીઓ ગમે તેટલી પ્રખ્યાત અને પૈસાદાર હોય પણ તેમના જીવન ઉપર તેમનો પોતાનો કાબુ નહોતો. તેઓ હંમેશા પુરૂષો ઉપર આધારિત રહેતી અને પુરૂષો તેને પોતાની મિલકતથી વધારે કાંઇ જ માનતા નહોતાં. તેઓ એવી ઢીંગલીઓ હતી, જેના શરીરનો ઉપયોગ હતો પણ તેમના મનની કોઇ કંિમત જ નહોતી.
શું આવું કાંઇપણ સેક્સ સિમ્બોલ-ટુ મેડોના સાથે થાય એવી તમે કલ્પના કરી શકો છો? અચાનક જ તેણે પોતાની સેક્સુઆલિટીનો ઉપયોગ શોબિઝનેસના જંગલમાં પંજા તરીકે કરવા માંડ્યો. લાઇક અ વર્ઝીન જેવા તેના ગીતનો સમયગાળો હોય, કોન આકારની તેની બ્રેસિયર્સ હોય, સેક્સ નામનું વિવાદાસ્પદ પુસ્તક હોય, જ્યાં તેણે પોતાના શરીરને તે પ્રયોગમાં રાખેલા માંસના ટુકડાની જેમ વાપર્યું છે, મેડોના હંમેશા બધે જ છવાઇ ગઇ છે. તે બધાં જ સમય દરમિયાન સર્વ કમાન તેના હાથમાં હતી. તે પોતાની રીતે સમાચારોમાં રહેતી હતી અને ચાર્ટમાં તેના ગીતોની પ્રસિદ્ધિ આગળ વઘ્યા કરતી હતી. એ મેડોના હતી, જે પોતે નફો રળતી હતી. પુરૂષો તેની પ્રત્યે ભલે આકર્ષાતા હોય પણ તે તેમનો ભોગ બની નહોતી. તેને બરાબર ખબર હતી કે પોતે શું કરી રહી છે અને તે જે કાંઇપણ કરતી, એકદમ પરફેક્શનથી કરતી હતી. દરેક દસકાઓ સાથે તે પોતાની જાતને નવી નવી રીતે રજૂ કરતી હતી, જેથી તેની સેક્સ અપીલ ઉપર ઉંમરની અસર ક્યારેય થાય નહીં.
મેડોનાએ જે વસ્તુઓ અચકાતા અચકાતા કરવી પડી હતી, તેને અનુસરનારી અભિનેત્રીઓએ બઘું બહુ જ વટથી કર્યું. જો તેઓ પુરૂષોના મેગેઝીન માટે અર્ધનગ્ન પોઝ આપે તો પણ તેની પાછળ તેમનો સ્વાર્થ પોતાનું આલ્બમ કે શોના પ્રમોશનનો જ હોય છે. અને જો તેઓ નગ્ન દેખાતી હોય તો તે પોતાના વીડિયો આલ્બમ માટે હોય. વળી, આપણી પાસે પેરિસ હિલ્ટન જેવી સ્ત્રીઓ પણ છે, જે પોતાના ઘરમાં સેક્સ વીડિયો બનાવે અને તે ચોરાઇ ગયા બાદ ખબર પડે કે તેના ભૂતપૂર્વ પ્રેમીએ જ તે ચોરીને તેનો પૂરો ફાયદો ઉપાડ્યો છે.
ભારતમાં પણ આપણે ત્યાં એવી ઘણી હિરોઇનો છે, જે શરીરના પ્રદર્શન કરીને પૈસા કમાવામાં રસ ધરાવે છે. મલ્લિકા શેરાવતે તો તેમાંથી જ કારકિર્દી ઊભી કરી છે અને સેક્સ વિશે ગતકડાં જેવી વાતો પણ કર્યા કરે છે. રાખી સાવંતે વઘુમાં વઘુ કમાણી કરવા ઓછામાં ઓછા કપડાં પહેરવાનું પસંદ કર્યું છે. બિપાશા બાસુથી માંડીને નેહા ઘૂપિયા સુધીની દરેક હિરોઇનો ગર્વથી ગાઇ વગાડીને કહેતી ફરે છે કે પાત્રની ‘ડિમાન્ડ’ હોય તો ‘એક્સપોઝ’ કરવામાં તેમને કાંઇ જ વાંધો નથી.
પણ કોઇ દિમાગ ઠેકાણે રાખીને એ નથી વિચારતું કે કદાચ આ મહિલાઓ પણ એક પ્રકારના શોષણનો ભોગ બનેલી છે. તેઓ બધી વસ્તુ લટકતી રાખતી હોય એવું બને. પણ જ્યાં સુધી તેમની પોતાની આ પસંદગી છે અને તે પોતે જ તેમાંથી કમાણી કરે છે, ત્યાં સુધી તો આપણે એ જ કહી શકીએ કે તે પોતાની જાતને શક્તિશાળી બનાવી રહી છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved