Last Update : 03-August-2012, Thursday

 

સિરિયલનો ટીઆરપી વધારે છે વરસાદી રોમેન્ટિક માહોલ

 

જો કે કેટલાક કલાકારોને આવા દ્રશ્યનું શૂટંિગ કરવું ગમતું નથી
છેવટે વરુણ દેવતા રિઝયા અને અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદની ભીની ભીની મોસમ પ્રેમીઓના મિલન માટે શ્રેષ્ઠ કહેવાય છે. ફિલ્મ અને સિરિયલોમાં આ ૠતુને ઘ્યાનમાં રાખીને ખાસ દ્રશ્યો લખવામાં આવે છે. વર્ષા ૠતુમાં લાગણીઓને મન મૂકીને વરસાવતાં પ્રેમીઓ સિરિયલનો ટીઆરપી વધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. વાદળોનો ગડગડાટ વીજળીના ચમકારા અને ધોધમાર વરસાદ સાથે ભીના વસ્ત્રોમાં જોવા મળતી નાયિકા નાયકના મનને બેતાબ બનાવે છે. તેમાં વળી મેઘગર્જના થતાં ડરને કારણે નાયિકા આપોઆપ નાયકના બાહુપાશમાં પહોંચી જાય છે.
સિરિયલની અભિનેત્રીઓ પણ આવા દ્રશ્યોને ભજવવા આતુર હોય છે. ‘ફિર સુબહ હોગી’ ની અભિનેત્રી ગુલકી જોશી કહે છે કે મારે રોમેન્ટિક દ્રશ્ય ભજવવાનું હોય છે ત્યારે હું છોછ અનુભવું છું .આવા સમયે વરસાગ મારી મદદે આવે છે. આ ૠતુમાં બધા જ રોમેન્ટિક બની જતાં હોય છે એટલે તે ન ગમવાનો તો સવાલ જ પેદા થતો નથી.
‘ રંગ બદલતી ઓઢણી’ ની અભિનેત્રી યશશ્રી મસુરકર પણ જણાવે છે કે મને વરસાદી દ્રશ્યનું શૂટંિગ કરવું ખૂબ ગમે છે કારણકે વર્ષા ૠતુ મારી મનગમતી ૠતુ છે. તેમાં રોમાન્સ ભળતા સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ થાય છે.
કેટલાક કલાકાર માટે વરસાદમાં ભીંજાવવા જેવી મજા જીવનમા બીજી કોઇ નથી જયારે અન્ય કેટલાકને તે શૂટંિગ સેશન અત્યંત કંટાળજનક લાગે છે. ‘ના બોલે તુમ ન મૈંને કુછ કહાં’નો અભિનેતા કુણાલ કરણ કપૂર કહે છે કે મને વરસાદી દ્રશ્ય ભજવવું ગમતું નથી. આમાં તમારે કલાકો સુધી ભીના રહેવું પડે છે. ઘરમાં બેસીને બારીમાંથી વરસતાં વરસાદને જોવો અલગ બાબત છે અને વરસતાં વરસાદમાં શૂટંિગ કરવું તદ્‌ન જુદી વાત છે.
‘બાલિકા વઘૂ’ નો અંજુમ ફારુકી પણ મેહુલિયો વરસતો હોય તે માહોલને કંટાળાજનક ગણે છે. તેના મતે વરસાદી દ્રશ્ય કલાકારની કસોટી કરે છે. તેમાં લાંબો સમય ભીના રહેવાનું તથા લાગણીસભર અભિનય કરવાનો હોય છે. દિવસને અંતે થાકી જવાય છે. આ ઉપરાંત આવું દ્રશ્ય ભજવવા માટે જે પાણી વાપરવામાં આવે છે તે પણ સારું હોતું નથી .જો કે મનેતેનાથઈ કોઇ સમસ્યા થતી નથી એટલું સારું છે એમ તે કહે છે.
અંજુમ ની વાત સાથે સંમત થતાં ‘એક હઝારોંમેં મેરી બહેના હૈ’ નો કરણ ઠાકર કહે છે કે મને વરસાદ ગમે છે પણ વરસાદી દ્રશ્યનું શૂટંિગ કરવું ગમતું નથી. લાંબા કલાકો સુધી ભીના રહેવાનું મુશ્કેલ થાય છે.
જો કે દર્શકોને તો વરસાદી દર્શ્યો જોવા ખૂબ ગમે છે. પરંતુ તેનું શૂટંિગ કરવું ખરેખર મુશ્કેલ હોય છે. ‘નવ્યા’ના નિર્માતા આ વાત કબૂલતાં કહે છે કે સામાન્ય દ્રશ્યો કરતાં વરસાદી દ્રશ્યોના શૂટંિગ માટે વઘુ પ્લાનિગ કરવું પડે છે. આ માટે પાણીના ટેંકરો મગાવવા પડતાં હોવાથી નિર્માણ ખર્ચ પણ વધી જાય છે. આવા દ્રશ્યોનું શૂટંિગ કરવા માટે કુદરતી વરસાદની રાહ જોઇને બેસી રહેવાતું નથી. આ ઉપરાંત કૃત્રિમ વરસાદને નિયંત્રિત કરી શકાય છે એટલે કુદરતી વરસાદ આવતો હોય તો પણ અમારે કૃત્રિમ વરસાદમાં જ શૂટંિગ કરવું પડે છે. પાણી લાઇટ કે કેમેરા પર ન પડે તેનું ઘ્યાન રાખવું જોઇએ. જો પાણી સાધનોમાં જાય તો શોકસર્કિટ થવાનો ભય રહે છ ે એટલે અમારે ખૂબ જ સાવધ રહેવું પડે છે અને આ કારણે અમારું હલનચલન પણ મર્યાદિત થઇ જાય છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved