Last Update : 03-August-2012, Thursday

 

પડકારરૂપ અસામાન્ય પાત્ર ભજવનારા કલાકારો

 

ખરા અર્થમાં તો કલાકાર તેને કહેવાય જેઓ અસામાન્ય પાત્ર હંિમતથી ભજવે છે. મૂળ દેખાવ કરતાં પોતાના લુકમાં ધરમૂળથી ફેરફાર કરીને રૂપેરી પડદે અલગ જ ઇમેજ બનાવવાની શરૂઆત આમિર ખાને ‘ગજિની’ ફિલ્મથી કરી હતી. તેમાં આઠ પેક બનાવ્યા હતા તેમજ આખા શરીરે ટેટુ ચિતરાવ્યા હતા તેમજ હેરસ્ટાઇલ પણ અલગ જ પ્રકારની કરી હતી. સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા કલાકારો અસામાન્ય પાત્ર ભજવે છે જેનેે ત્રણ ભાગમાં વહેંચી શકાય- ઉંમર કરતાં વઘુ પડતી વયનું પાત્ર, વઘુ પડતુ મેકએવોર અને હોય તેના કરતા વઘુ પડતી સ્થૂળ કાયા દેખાડવી.
ઉંમર કરતાં વઘુ પડતી વય ભજવનારા કલાકારો
અમિતાભ બચ્ચન
અભિનયની વાત આવે ત્યારે એક વાત તો માનવી જ પડે કે અમિતાભ બચ્ચનનો ‘પા’નો રોલ મુશ્કેલીભર્યો હતો. તેમણે પ્રોજેરિવાથી પીડાતા ૧૩ વરસના બાળકની ભૂમિકા ભજવી હતી. જેમાં વ્યક્તિની વય વધતી જાય છે પરંતુ બુદ્ધિ ઉંમર પ્રમાણે જ રહે છે. બિગ બીએ તેમાં પ્રોસ્થેટિક મેકઅપનો સહારો લીધો હતો. તેમજ સ્પેશિયલ ડિઝાઇન કરેલું દાંતનું ચોકઠું પહેર્યું હતું. એટલું જ નહીં ૧૩ વરસના બાળક જેવી બોલવાની ઢબ તથા અવાજ પણ કાઢ્‌યો હતો. આ પાત્ર માટે મેકઅપ કરતાં તેમને રોજ ચારથી પાંચ કલાક લાગતા અને દૂર કરતા બે કલાક લાગતાં.પોતાના કામ પ્રત્યે ગંભીરતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
રણબીર કપૂર
રૂપેરી પડદા પર વય કરતાં મોટી વયનું એટલે કે વૃદ્ધનું પાત્ર ભજવવા મોટા ભાગના કલાકારો રાજી થતા હોતા નથી. પરંતુ રણબીર કપૂરે આપ્રકારનું પાત્ર ભજવવાની હંિમત દાખવી છે. તેની આગામી ફિલ્મ ‘બર્ફી’માં રણબીર કપૂર ૬૦ વરસના વયોવૃદ્ધ જૈફનું પાત્ર ભજવી રહ્યો છે. એટલું જ નહીં તેણે તો એક ડગલું આગળ વધીને વિજ્ઞાપનમાં પણ વૃદ્ધ વ્યક્તિ બનવાનું બીડું ઉપાડ્યું હતું. ફિલ્મજગતથી લઇ દર્શકો સહિત સહુ કોઇ જાણે છે આ યુવાનિયાની ઘેલી અગણિત યુવતીઓ છે. છતાં પણ તે આ પાત્ર ભજવતાં ડર્યો કે ડગ્યો નહીં. તેણે આ રોલને અનુરૂપ પોશાક પણ ‘બુઢ્ઢો વ્યક્તિ’ પહેરે છે તેવા જ પહેર્યાં છે, માથે ટાલ દર્શાવતી વિગ, અને મેકઅપ વૃદ્ધ પુરુષનો. શાહરૂખે પણ ‘વીર ઝારા’માં આવું જ પાત્ર ભજવ્યું હતું.
પ્રિયંકા ચોપરા
‘સાત ખૂન માફ’માં પ્રિયંકા ચોપરાએ ૨૦-૬૫ વરસની મહિલાના પાત્ર ભજવ્યા છે. દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે પ્રિયંકાના વિવિધ રોલના વિશેષ મેકઅપ માટે હોલીવૂડનો એકડમી એવોર્ડ વિનંિગ મેકઅપ આર્ટિસ્ટ ગ્રેગ કેનોમને બોલાવ્યો હતો.
વઘુ પડતુ મેકઓવર
ઇમરાન હાશ્મી
‘શાંઘાઇ’માં ઇમરાન હાશ્મીનો મેકઓવર મેકઅપ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. તેના પાત્રને અનુરૂપ તેનું ઉપસેલું પેટ, ડાઘાવાળા ગંદા દાંત તથા અપરિપકવ બોડી લેન્ગવેજ દર્શાવવામાં આવી હતી. ઇમરાન પોતાના આ ગેટઅપને કારણે દર્શકો તથા ટીકાકારોનું ઘ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો.
સંજય દત્ત
‘અગ્નિપથ’માં કાંચા ચીનાના પાત્ર માટે સંજય દત્તે માથું બોડાવ્યું હતું. જોકે આ પ્લાન કાંઇ પહેલાથી નક્કી થયેલો નહોતો. સંજય દત્તને પ્રોસ્થેટિક્સ મેકઅપ માટે કલાકો ગાળવાનું દુઃખદાયી લાગ્યું હતું.ઉપરાંત દિવમાં પણ અસહ્ય ગરમી હોવાથી સંજય દત્તને બહુ આકરું લાગતુ ંહતું. તેથી એક દિવસ અચાનક જ તેણે વાળ કઢાવાનો નિર્ણય કરીને માથા પર અસ્ત્રો ફેરવાવી દીધો હતો.
સૈફ અલી ખાન
‘ઓમકારા’નાપાત્ર માટે સૈફે લવર બોય તથા મેટ્રોસેક્સ્યુઅલ લુકનો ધરમૂળમાંથી ફેરફાર કર્યો હતો. કાનમાં કુંડળ, ટૂંકા વાળ સહિતનો દેખાવ. તેના અદલ દેખાવ કરતાં સદંતર અલગ જ દેખાવ હતો. સૈફ મૂળ સૈફ લાગતો જ નહોતો. પટૌડીના નવાબે આબેહૂબ ગ્રે શેડ્‌સના લુકને તેમ જ તેના પાત્રને પૂરતો ન્યાય આપ્યો હતો.
સ્થૂળ કાયા
અભિષેક બચ્ચન
પાતળામાંથી જાડા એટલે કે સ્થૂળ દેખાવું એ ખાવાના ખેલ નથી.પરંતુ મણિ રત્નમ જેવા દિગ્દર્શક સાથે કામ કરવું હોય તો તેની ઇચ્છા પ્રમાણે કલાકારે નમતું જોખવું જ પડે. ‘ગુરુ’માં જુનિયર બચ્ચને શરીરે ચરબીના થર જમાવવા રોજંિદા આહારમાં આઇસક્રિમ તેમજ ચોકલેટનું પ્રમાણ અનેકગણું વધારવું પડ્યું હતું. આ ખાદ્ય પદાર્થો જોઇતું વજન ન વધે ત્યાં સુધી ખાવાનું અભિષેકને કંટાળાજનક લાગ્યું હતું.
હૃતિક રોશન
બોલીવૂડના ફિટેસ્ટ એકટર ગણાતા હૃતિકે ‘ગુઝારિશ’ના તેના પેરેલાઇઝડ પાત્ર માટે મહિનાઓથી વાળ તથા દાઢી વધારવા પડ્યા હતા. એટલું જ નહીં તેને વજન પણ વધારવું પડ્યું હતું.શરીર ફિટ રાખનાર વ્યક્તિ જે ખોરાક માટે ‘ના-ના’ કરતો હોય તે જ તેને વધારે પ્રમાણમાં આરોગવો પડતો હતો. રસ્તાપર વેચાતા વડા-પાવ તથા સમોસા તેના આહારમાં સામેલ થયા હતા.
વિદ્યા બાલન
વિદ્યાનું શરીર પરફેક્ટ નથી તેવી ચર્ચા હંમેશા થતી હોય છે. પરંતુ ‘ડર્ટી પિકચર’માં વિદ્યા માટે રૂપેરી પડદે મૂળ શરીર કરતાં સ્થૂળ દેખાવું એ એક પડકાર સમાન હતું પરંતુ વિદ્યાએ આ પડકાર ઝીલ્યો હતો. અને તેણે ભરાવદાર શરીર, પેટ તેમજ ભરાવદાર પીઠ દેખાડવાની હંિમત કરી હતી. જોકે વિદ્યાનું આ જોખમ તેને લાભદાયક રહ્યું હતું. તેના અભિનય અને દેખાવને કારણે આ પાત્ર માટે તો વિદ્યાએ અધધધ અવોર્ડ ઉપરાંત ‘બેસ્ટ અભિનેત્રી’નો નેશનલ અવોર્ડ પણ મેળવ્યો હતો. હિન્દી સિનેમાના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે. ભૂતકાળમાં પણ ઘણા કલાકારોએ પોતાના પાત્રને જીવનંત કરવા લુકમાં ધરખમ ફેરફાર કર્યા હતા. શશી કપૂરે‘ઉત્સવ’માં ગિરિશ કનનાર્ડનો સપોર્ટંિગ રોલ કર્યો હતો જેને માટે તેને વજન વધારવું પડ્યું હતું.
શબાના આઝમીએ ‘મંડી’ના પાત્ર માટે પણ વજન વધાર્યું હતું. અને તેના થોડા વરસો બાદ દીપા મહેતાની ‘વોટર’માટે તેણે માથું બોડાવ્યું હતું. શબાનાની માફક જ અભિનેત્રી નંદિતાએ પણ આમ જ કર્યું હતું.આમિર ખાને ‘ થ્રી ઇડિયટ્‌સ’ માટે યુવાન દેખાવા સખત ડાયેટંિગ કર્યું હતું. એ માટે તેણે વજન ઘટાડવા ડાયેટંિગ કર્યું હતું તેમજ ત્વચાને યુવાન રાખવા દિવસ દરમિયાન પુષકળ પાણી પીઘું હતું. એટલું જ નહીં બેડમિન્ટનની રમત પણ રમ્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved