Last Update : 03-August-2012, Thursday

 
જેકી શ્રોફ:પત્ની આયેશા શ્રોફથી અલગ થઈ ગયો હોવાની કબૂલાત કરતો પીઢ અભિનેતા

 

જેકી શ્રોફે વર્ષોથી મોટા પડદા પર કોઇ મોટી ભૂમિકા ભજવી નથી. આજ કાલ તે મોડી રાત્રે ટીવી પર આવતી ટેલિશોપીંગ એડ્‌સમાં જોવા મળે છે. અક સમય હતો સની દેઓલ, જેકી શ્રોફ અને અનિલ કપૂરનો. આ ત્રણેય સમકાલીન હતા. તેમાંથી જેકી શ્રોફ અને અનિલ કપૂરની જોડી હતી. બન્નેની ‘રામ લખન’ અને ‘કાલા બાઝાર’ જેવી ફિલ્મો આજે પણ ભૂલી શકાય એમ નથી. આ ત્રણેમાંથી સૌથી સક્રિય અનિલ કપૂર છે. આજે પણ તે ફિલ્મોમાં કામ કરે છે અને યાદગાર ભૂમિકાઓ ભજવે છે. તેનો કરિયર ગ્રાફ હંમેશા ઉર્ઘ્વગામી છે. સની દેઓલે પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલું રાખ્યું છે. (તેની ફિલ્મો કોઇ જોતું નથી એ વાત અલગ છે. )
જોકે હાલ જગ્ગુદાદા સાવ નવરા છે એવું પણ નથી. તેઓ રજિનીકાંતની ‘કોચાદાઇયાન’ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. શું તમે મોટા પડદે પુનરાગમન માટે તૈયાર છો એવા સવાલના જવાબમાં જેકી શ્રોફે હસતા હસતા કહ્યું હતું કે ‘તમે મને કેટલી વખત પુનરાગમન કરાવશો? હું ફિલ્મો સાથે હંમેશા જોડાયેલો જ રહ્યો છું.’
જેકી શ્રોફનો પુત્ર ટાઇગર પણ હવે ફિલ્મોમાં કામ કરવા જેવડો થઈ ગયો છે. એક વખત એવી વાત વહેતી હતી કે આમિર ખાન ટાઇગરને લોન્ચ કરશે. આ વિશે જેકીએ કહ્યું કે ‘આમિર ખાન મારો સારો મિત્ર છે. હું ટાઇગરને તેની સાથે મળાવા માટે લઈ ગયો હતો. આમિરે તેને કહ્યું હતું કે જો તારે સ્ક્રીપ્ટ પસંદ કરવામાં મારી કોઇ મદદની જરૂર પડે તો મને કહેજે. આ ઉપરાંત તેણે એમ પણ પુછ્‌યું હતું કે તું કયાં પ્રકારની ફિલ્મો કરવા માગે છે. બન્નેએ લાંબી ચર્ચા કરવા માગી હતી. તેઓ બન્ને સાથે કામ કરશે એવી કોઇ ચર્ચા થઈ નહોતી. તે ટાઇગરને પ્રેમ કરે છે અને ટાઇગરને જ્યારે માર્ગદર્શનની જરૂર પડશે ત્યારે તે જરૂર માર્ગદર્શન આપશે.’
તમારા ગુરુ સુભાષ ઘાઈ કેમ ટાઇગરને લોન્ચ નથી કરતા? એવા પ્રશ્નના ઉત્તરમાં જગ્ગુદાદાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે સુભાષ ઘાઈ સ્ટુડિયો તથા બીજા કામમાં ગૂંચવાયેલા છે. જ્યારે ટાઇગર જન્મ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે યે મેરા બેટા હૈ.મે ઇસકો સાઇનંિગ અમાઉન્ટ દે રહા હું. મે ઇસકો લોન્ચ કરુંગા. કદાચ તેઓ બીજો ‘હીરો’ ઉભો કરવાનું દબાણ ઇચ્છતા નથી. સુભાષ ઘાઈએ મને હીરો ફિલ્મથી લોન્ચ કર્યો હતો અને જો તેઓ મને લોન્ચ કરશે તો એ ‘હીરો ટુ’ હશે. જોકે મારી અને મારા પુત્ર વચ્ચે કોઇ તુલના ન થઈ શકે. અમારા બન્નેની પ્રતિભા જુદી-જુદી છે. સારું છે કે તેનો શારીરિક ઢાંચો મારા જેવો નથી અને તેને પોતાની ઓળખ છે. ’
છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે જેકી શ્રોફ તેની પત્ની આયશાથી અલગ થઈ ગયો છે. આ વિશે ફોડ પાડતા તેમણે કહ્યું હતું કે ‘અમારા મિત્રો અલગ અલગ છે અને અમે જુદા જુદા લોકો સાથે બહાર જઇએ છીએ. અમારા બન્નેની જીન્દગી નોખી નોખી છે. કોઇ પારિવારીક ફંકશન હોય તો જ અમે એકસાથે જઇએ છીએ. ે હું એને કહું છું કે તું લાંબા સમયથી ઘરમાં જ રહે છે. હવે જરા બહાર નીકળ અને આનંદ કર. અમે બન્ને એકબીજાને ખૂબજ ઉંડાણપૂર્વક સમજીએ છીએ. અમારા બન્ને વચ્ચેનો ભરોસો અડીખમ છે. મેં અને આયશાએ દસ વર્ષના અફેર બાદ લગ્ન કર્યા છે. એ દિવસોમાં હું આયશાને કહેતો કે મને તારી સાથે લવ નહીં, પણ લસ્ટ(વાસના) છે.’
અનિલ કપુર અને જેકી શ્રોફ વર્ષો જૂના મિત્રો છે. તેમની દોસ્તી જગમશહુર છે. આ વિશે જેકી શ્રોફે કહ્યું કે ‘હું જ્યારે ભૂતકાળ તરફ નજર કરું છું ત્યારે ખૂબજ રોમાંચિત થઈ ઉઠું છું. એ દિવસો ખૂબજ સારા હતા. અમે બન્નેએ ફિલ્મમો જેરીતે સાથે કામ કર્યું છે તે ખરેખર અવિસ્મરણીય છે. અનિલ કપૂરે જે પ્રગતિ કરી છે ખરેખર કાબિલે દાદ છે. તેણે હોલીવૂડની ફિલ્મોમાં કામ કરીને દેશી અભિનેતાઓ માટે આંતરરાષ્ટ્રીય દરવાજા ખોલી નાખ્યા છે. મને તેના પ્રત્યે ખૂબજ માન થાય છે. તે અત્યંત જુસ્સાથી જીન્દગી જીવે છે. તે કઇપણ નવું કરે એટલે તરત જ મને બોલાવે છે અને મારી સાથે શેર કરે છે.’

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved