Last Update : 03-August-2012, Thursday
|
|
|
|
|
|
|
|
 |
|
પ્રિયંકા ચોપરા:‘પુરુષ હોત તો કદાચ હું કાસાનોવા બનવાનું પસંદ કરત’
|
|
લોકો તેના પર ચાંપતી નજર રાખે અને તેની દરેક હિલચાલને સૂક્ષ્મદર્શક યંત્રથી નિહાળે એ વાત પ્રિયંકા ચોપરાને પસંદ નથી. આમ છતાં પણ ા અભિનેત્રી તાજેતરમાં ખોટા કારણસર જ ચર્ચામાં રહે છે. પોતાનો પક્ષ રજૂ કરવાની ના પાડતી પ્રિયંકાનો દાવો છે કે બોલીવૂડમાં કોઈ સાથે તેને ક્યારે પણ સમસ્યા નડી નથી તે કહે છે કે અત્યારે તે કદાચ ખુશ નથી, પરંતુ સંતોષજનક તબક્કામાં જરૂર છે.
પ્રિયંકાની ફરિયાદ છે કે લોકો તેના અંગત જીવન વિશે જાતજાતની અટકળો કરે છે. આ બાબતે તે મૌન સેવતી હોવાને કારણે બધાની હંિમત વધી જાય છે. ‘‘લોકો મારી સામે સૂક્ષ્મદર્શક કાચ લઈને તાક્યા કરે એ મને ગમતું નથી. જ્યારે કોઈ અગત્યની જાહેરાત કરવાની હશે ત્યારે હંુ તે જાહેરાત કરીશ. મારી અંગત બાબતનો કોઈ સામે ખુલાસો કરવાની મને કોઈ જરૂર જણાતી નથી. અફવાઓ મારી કારકિર્દીનો એક ભાગ છે અને હવે હું તેનાથી ટેવાઈ ગઈ છું. એ છોકરી તરીકે મારી આવી બદનામી થાય એમને પસંદ નથી. હું એક સંવેદનશીલ સ્ત્રી છું જેને મૂલ્યો અને સંસ્કારોમાં વિશ્વ્વાસ છે. આ કારણે લોકો મને ખોટી રીતે બદનામ કરે ત્યારે મને ઘણું ખરાબ લાગે છે. હું પુરુષ હોત તો કદાચ હું કાસાનોવા બનીને ગર્વ લેત.’’ પ્રિયંકા કહે છે.
લોકો જ્યારે તેને વિશે ભળતા-સળતા અભિપ્રાયો બાંધે છે ત્યારે પ્રિયંકાને ઘણો ગુસ્સો ચઢે છે. ‘‘લોકો મારે વિશે અભિપ્રાય બાંધી લે અને આ સારું છે આ ખરાબ છે એમ કહે એ ઠીક નથી. ‘‘તેણે આમ કરવું જોઈતું નહોતું.’’ એમ કહેનારા લોકો કોણ છે? હું તેમના બેડરૂમમાં જઈને કાલે રાત્રે તમે શું કર્યું હતું એમ થોડું પૂછું છું? અમે સેલિબ્રિટી છીએ એ વાત હું સમજું છું, પરંતુ અમારું પણ ખાનગી જીવન છે. અમે પણ આખરે માનવીઓ જ છીએ. તમારે થોડી વાત તમારા પૂરતી જ સીમિત રાખવી જરૂરી છે.’’ ફરિયાદના સૂરમાં અભિનેત્રી કહે છે.
પ્રિયંકાનું કહેવું છે કે તે તેની શરતો પર જીવન જીવી છે. અને બોલીવુડમાં કોઈ પણ સાથે તેને સમસ્યા નથી તેનું માનવું છે કે બોલીવુડમાં પણ કેમ્પ હોય છે અને લોકો તેના એક ભાગ છે પરંતુ તે તેના કામ સાથે જ સંબંધ રાખે છે. ‘‘એક ઇન્ડસ્ટ્રી તરીકે બોલીવુડ ઘણંુ સ્પર્ધાત્મક છે અમે હું પોતે પણ સ્પર્ધાત્મક છું, પરંતુ હું કોઈ કેમ્પનો એક ભાગ નથી મેં બધા જ દિગ્દર્શકો અને કલાકારો સાથે કામ કર્યું છે. મારે માટે આ સફર આસાન નહોતી. મારે કોઈનું પીઠબળ નહોતું. અજાણ કારણોસર મને ફિલ્મોમાંથી કાઢી પણ મૂકવામાં આવી છે. અને અજાણ કારણોસર મને ફિલ્મોમાં લેવામાં પણ આવી છે આને હું મહેનત અને નસીબનો ખેલ માનંુ છું. મારી ખોટ પાછળ હું આંસુ સારીને બેસી રહેતી નથી.’’ પ્રિયંકા કહે છે.
૧૩ વર્ષની હતી ત્યારે તેણે અભ્યાસ માટે અમેરિકા જવાની જીદ પકડી હતી ત્યારે તેની મમ્મીએ તેને કહ્યું હતું, ‘‘તુ જે કરે છે તે તારો પોતાનો નિર્ણય છે. એમાં તુ ચૂકી જશે તો હું તને પાછી જરૂર સ્વીકારીશ પરંતુ તારા પગલાના પરિણામો તારે ભોગવવા પડશે. અને એનો સામનો કરવાની તારામાં હંિમત હોવી જોઈએ.’’ આજે તે આ નિયમને આધારે જ આગળ વધે છે.
બે અભિનેત્રી વચ્ચે મૈત્રી શક્ય છે એમ પ્રિયંકાનું માનવું છે. પ્રોફેશનની તે દરેક સાથે મૈત્રી ધરાવે છે. હમણા તેને પોતે જ સ્થાન પર છે એનાથી સંતોષ છે, ‘‘મારું માનવું છે કે તમને તમારી જાત પર વિશ્વ્વાસ હોય અને તમે જે સ્થાન પર છો એનાથી સંતોષ હોય તો બે મુખ્ય અભિનેત્રીઓ વચ્ચે દોસ્તી શક્ય છે. એક કલાકાર તરીકે અસુરક્ષાની ભાવના તો રહેવાની જ છે. તમે હંમેશા તમારું શ્રેષ્ઠ કામ આપવા તરસો છો. પરંતુ તમારી કારકિર્દી બીજા પર આધારિત નથી એનો આધાર તમારી પસંદગી પર છે. મારો પ્રશ્વ્ન છે તો મારી ફિલ્મ સારી ન ચાલે તો પણ મને મારા કામ બદલ પ્રશંસા મળી છે. આથી મને મારી જાત પર વિશ્વ્વાસ છે. આથી તમે કોઈ સાથે પણ મિત્રતા બાંધી શકો છો. તમે બીજા લોકોની સફળતા જોઈ ખુશ થઈ શકો છો, પરંતુ સૌ પ્રથમ તમારે ખુશ રહેવું જરૂરી છે,’’ પ્રિયંકા કહે છે.
પ્રિયંકા રૂા. ૧૦૦ કરોડની કલબને સફળતાનો આંક માનતી નથી તેનું માનવું છે કે રૂા. ૧૦૦ કલબની વાતની શરૂઆત થઈ ત્યારે ગાડરિયા પ્રવાહની જેમ સૌ તેમાં તણાઈ રહ્યા છે. અને દરેક આ વાતને જ મહત્ત્વ આપે છે. ‘‘રૂા. ૧૦૦ કરોડની કમાણી કરી નહોવા છતાં સફળ થયેલી ફિલ્મો વિશે આપણે કેમ વાત નથી કરતા? ‘કહાની’, ‘વિકી ડોનર’. ‘ધ ડર્ટી પિકચર’ જેવી ફિલ્મો રૂા. ૧૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મો કરતા પણ વઘુ સફળ છે. રૂા. ૧૦૦ કરોડની કલબમાં સામેલ થવાથી જ હિટ ફિલ્મ મળે છે એમ હું માનતી નથી. આ ફિલ્મોને વઘુ પૈસા મળ્યા છે અને મારી બે ફિલ્મો આમાં સામેલ છે. આથી હું ખુશ છું, પરંતુ મારી ફિલ્મે રૂા. ૧૦૦ કરોડની કમાણી કરી હોવાથી હું સફળ છું એમ કહેવું યોગ્ય નથી આજે વિદ્યા બાલન સૌથી સફળ અભિનેત્રી છે. આ પાછળ તેણે કરેલી અદ્ભૂત ફિલ્મો જવાબદાર છે. હું વિદ્યાની પ્રશંસક છું. તેની હંિમત અને તે જ વિશ્વ્વાસથી કામ કરે છે એની હું ચાહક છું,’’ પોતાના મનનો બળાપો વ્યક્ત કરતા પ્રિયંકા કહે છે.
પ્રિયંકાની પિતરાઈ બહેન પરિણીતી ચોપરા પણ આ ક્ષેત્રમાં આવી છે આ ઉપરાંત તેના બીજી એક પિતરાઈ બહેન અને તેની ફોઈની છોકરીએ પણ અભિનયને કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો છે. આથી બોલીવુડમાં ખાન અને કપૂર પરિવારની જેમ ચોપરા પરિવાર ઊભો કરવાનો ઇરાદો પણ તેણે વ્યક્ત કર્યો હતો. જોઈએ પ્રિયંકાનું આ સપનંુ પૂરું થાય છે કે નહીં...
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|