Last Update : 03-August-2012, Thursday

 

શાહરૂખ - ગૌરીના લગ્નજીવનમાં તિરાડ?
પરસ્પરના પ્રેમ અને શ્રઘ્ધાની અતૂટ ડોરથી તેઓ બંધાયેલા હોવાથી કયારેય છૂટાં નહિ પડે

 

ઝાકઝમાળભર્યા ફિલ્મોદ્યોગમાં કયારે શું થશે તે કહેવું મુશ્કેલ છે. ૧૯૯૪માં લગ્નકરનારા અભિનેતા શાહરૂખ ખાનની પ્રેમાળ જંિદગીને કોઇની નજર લાગી હોય એમ લાગે છે. લાંબો સમય પ્રેમી તરીકે રહ્યા બાદ લગ્ન કરનારા શાહરૂખ અને ગૌરી વચ્ચે તણાવ પેદા થયો છે અને બંને એકમેકથી દૂર રહેતા હોવાનું સાંભળવા મળે છે. આનું કારણ પ્રિયંકા ચોપરાને માનવામાં આવે છે. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે સદૈવ પોતાના પરિવારને પ્રાધાન્ય આપતો શાહરૂખ ખરેખર અન્ય સ્ત્રીના પ્રેમમાં હશે?
લગ્ન બાદ દિલ્હીથી મુંબઇ આવેલી ગૌરીએ એક અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતમાં કેટલા આત્મવિશ્વાસથી કહ્યું હતું ,‘ગોસિપ કોલમમાં શાહરૂખ વિશે ગમે તે લખાય છે.તેનું નામ કોઇ પણ અભિનેત્રી સાથે જોડાયં તે વાતો પર હું કદાપિ વિશ્વાસ નહિ કરું. મને ખબર છે આવું કયારેય થઇ શકે જ નહિ અને જો કદાચ થશે તેા તેની સૌથી પહેલા મને ખબર પડશે. પતિ પરસ્ત્રી પ્રત્યે આકર્ષાય તેની ખબર સૌથી પહેલા તેની પત્નીને થાય છે. મને તે બાબતની આંતર સ્ફુરણા થશે. આ માટે મારે કોઇ સામયિકને વાંચવાની જરૂર પડશે નહિ. જો કે હું આવી કલ્પના પણ કરી શકતી નથી. અગાઉ મને એવો વહેમ હતો કે યુવતીઓ શાહરૂખને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ હું ખોટી હતી. શાહરૂખ કોઇ યુવતી સામે પણ ન જોઇ શકે. તે માત્ર મને જ પ્રેમ કરે છે. અને મને તેના પર જે વિશ્વાસ છે તે માટેના ૨૦ હજાર જેટલાકારણો હું આપી શકું છું. આ માત્ર મારો વહેમ નથી. અમે દિલ્હીમાં હતા ત્યારે મને રાતના બહાર જવાની પરવાનગી મળતી નહોતી. આથી શાહરૂખ પણ મારા વગર કયારેય ડિસ્કોમાં ગયો નથી. તે ઘરે રહેવાનું પસંદ કરતો હતો. નવા વરસ નિમિત્તે પણ તે મને લીધા વગર કયાંય જતો નહિ અને રાત ઘરે જ વિતાવતો હતો. હું તેને જવાનો આગ્રહ કરતી તો પણ તે જતો નહિ.
વાસ્તવમાં તે શરમાળ અને અંતર્મુખી છે. એક વખત અમારું બ્રેક અપ થઇ ગયું હતું ત્યારે અમે એક વર્ષ સુધી મળ્યા નહોતા. આમ છતાં તેને વિશ્વાસ હતો કે અમારું મિલન થશે. મેં તેને કહ્યું પણ હતું કે હું બીજા યુવાન સાથે આગળ વધી જઇશ પરંતુ તેને શ્રઘ્ધા હતી કે હું એવું નહિ કરું. તેણે ત્યારે પણ અન્ય કોઇ યુવતી સામે જોયું નહોતું. તેને કોઇ પ્રત્યે આકર્ષણ જ થયું નહોતું. એટલે એવા પુરુષને પામીને હું ભાગ્યશાળી ઠરી છું.’
ખરેખર શાહરૂખ અને ગૌરીનું લગ્ન જીવન સહુને ઇર્ષા થાય તેવું જ હતુ.ં ફિલ્મોદ્યોગમાં દંપતી વચ્ચે આટલો પ્રેમ ભાગ્યેજ જોવા મળે છે. શાહરૂખ મુંબઇ આવ્યો ત્યારે ગૌરીને નારા જ કરીને આવ્યો હતો .કદાચ તે વખતે તે બંનેના અબોલા હતા. ‘ફૌજી’ સિરિયલથી જ ત ે જાણીતો બની ગયો હતો. હેમા માલિનીની ‘દિલ આશના હૈ’ ફિલ્મમાં તેણે અભિનેત્રી દિવ્યા ભારતી સાથે અભિનય કરીને બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે ફિલ્મના શૂટંિગમાં તેને ગૌરીની ખોટ સાલતી હતી. ત્યારબાદ જયારે લગ્ન થયા ત્યારે તેનો ઉત્સાહ સમાતો નહોતો. તે ગૌરીના વખાણ કરતાં થાકતો નહોતો. તેને ઇન્ટરવ્યુમાં ગૌરીની વાતો જ વધારે કરતો હતો. આ એ જ શાહરૂખ હતો જે પ્રેયસી ગૌરી સાથે અબોલા ધરાવતો હતો ત્યારે પત્રકાર સામે તેનું નામ પણ હોઠ પર ન આવી જાય તેની ખાસ તકેદારી રાખતો હતો.
ગૌરી શાહરૂખને મુંબઇ આવવા દેવા જ તૈયાર નહોતી. તે ગ્લેમર જગતની ઝાકઝમાળથી ડરતી હતી. તેને પોતાનો પ્રેમ છીનવાઇ જશે તેની ભીતિ હતી. તે સમયે અભિનેતાના મિત્રોએ કહ્યું હતું કે શાહરૂખ મુંબઇ ન આવે તે માટે તમામ પ્રયાસો ગૌરી કરી ચૂકી હતી. આમ છતાં પોતાની મમત પૂરી કરવા જયારે શાહરૂખ મુંબઇ આવ્યો ત્યારે તેણે તેની સાથે વાત કરવાનું બંધ કરીને તેને ખૂબ જ દુઃખ પહોંચાડયું હતું. થોડા સમય અગાઉ જ તેની માતાનું અવસાન થયું હતું અને પ્રેમિકાનું આવું વર્તન જોઇને કોઇ પણ પુરુષ ભાંગી પડે તે નિઃશંક વાત છે. શાહરૂખ પણ તેવી જ મનેાદશામાં હતો.
શાહરૂખે ૧૯૯૧માં એક અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, મારે મારા ગમતા કામ માટે મારા પ્રિયજનોને છોડવા પડયા છે. હું કામ છોડું કે તેમને છોડું તે અવઢવમાં ં છું. જો કે મને અભિનય કરવો ગમે છે અને હું આજ રીતે જીવીશ તે વાત પણ તેઓ સમજી લે. હું પાછો ફરી શકીશ નહિ. મેં એકલા જીવતાં શીખી લીઘું છે. હું પહેલાં જેવો હવે ન બની સકું. આનો અર્થ એવો નથી કે મને તેમની જરૂર નથી પણ મને સૌથી પહેલાં મારી જાતની જરૂર છે. મને મોકળાશની જરૂર છે. મારી ઉદાસી તેમને નહિ સમજાય .આમાં તેમનો વાંક નથી અને મારેા પણ વાંક નથી.
જો કે આ ઇન્ટરવ્યુમાં તેણે ગૌરીનું નામ પણ લીઘું નહોતું. તેણે કહ્યું હતું કે આમાં તેને સંડોવો નહિ. આમ પણ હું ઘણા કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છું. આમ છતાં આ ઇન્ટરવ્યુ જાણે તેણે ગૌરી માટે જ આપ્યો હોય એમ લાગતું હતું. આમાં બધે જ તે હતી. છેવટે શાહરૂખની વિનવણી ફળી અને ગૌરી તેને મળી. ગૌરીએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને બંને એક થયા હતા. તે સમયે શાહરૂખની ખુશીનો પાર નહોતો. તે સામેથી ઇન્ટરવ્યુ આપીને બધાને પોતાના પ્રેમની અને ગૌરી સાથેના જીવનની વાતો કરતો હતો.
લગ્ન બાદ શાહરૂખ અને ગૌરી થોડો સમય માટે ભાડાના ઘરમાં રહેતા હતા. ત્યારે તેમના ઘરમાં માત્ર ફ્રિજ ,ટીવી ,વીસીઆર ,ટેલિફોન અને શાહરૂખની કમ્પ્યુટર ગેમ્સ હતી. બસ ,આ સિવાય કોઇ ફર્નીચર નહોતું. તેઓ મોટે ભાગે ચિક્કી એટલે કે ચંકી પાંડેના ઘરે જમતા અથવા તો બહારથી ભોજન મગાવતા હતા. લગ્ન બાદ પોતાના વિશે મીડિયામાં થતી જાતજાતની વાતો સાંભળીને ગૌરી ચીડાઇ જતી હતી. તે કહેતી કે આ લોકો શું કામ મારી પાછળ પડી ગયા છે? દર થોડા દિવસે માર વિશે કઇ ને કઇ છાપવામાં આવે છે અને તેમની પાસે મારી સ્કર્ટવાળી એક જ તસવીર છે જે છાપ્યા કરે છે. હું મારી વયની અન્ય યુવતી જેવા કપડા પહેરું છું તો એમાં વાંધો શો છે?ફિલ્મોમા તો અભિનેત્રીઓ અંગપ્રદર્શન કરે છે તો તેમને કોઇ કશું કહેતું નથી. તો પછી શા માટે મારા પર નિશાન તાકવામાં આવે છે?હું અભિનેત્રી નથી. શાહરૂખ સ્ટાર છે પણ હું નથી. હું ભાગ્યે જ ફિલ્મ પાર્ટીમાં જાઉં છું. તે દિવસે પણ અમારે પાર્ટીમાં હાજરી પૂરાવીને ડિસ્કોમાં જવાનું હોવાથી મેં સ્કર્ટ પહેર્યું હતું. શું હું ડિસ્કોમાં સાડી પહેરીને જાઉં?
ગૌરીના પરિવારમાં સિનેઉદ્યોગને સારો માનવામાં આવતો નહોતો. આ જ કારણે તેમને શાહરૂખ પસંદ નહોતો. જો કે આજથી બે દાયકા અગાઉ દિલ્હીવાસીઓમાં બોલીવૂડની સારી છાપ નહોતી. ગૌરીએ આ બાબતે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે મને ફિલ્મોદ્યોગ પસંદ નહોતો એનો અર્થ એવો પણ નથી કે હું તેની ધૃણા કરું છું. મારા માટે આ ઉદ્યોગ એકદમ અજાણ્યો હતો. હું મુંબઇને ધિક્કારતી હતી. આથી જ મને શાહરૂખ સાથે અહીં આવીને રહેવું નહોતું. અહીં મારા મિત્રો નથી. હવે થોડા મિત્રો બન્યા છે છતાં દિલ્હી જેવી મજા આવતી નથી. વળી હું શાહરૂખ બાબતે અસલામતી અનુભવતી નથી. તે મારી ખૂબ જ કાળજી રાખે છે.
શાહરૂખનો સ્વભાવ પહેલેથી જ બડબડિયો છે તે ગૌરી જાણે છે. તે કહે છે કે શાહરૂખ કોઇ પણ વિષય પર કલાકો સુધી બોલી શકે છે. આ જ રીતે તે વર્ષો સુધી મારી પ્રશંસા કરી શકે છે. અને મને તેની આ આદત ગમતી નથી.
લગ્ન બાદથી જ ગૌરી શાહરૂખ પ્રત્યે માલિકીભાવ ધરાવતી નથી. તે જયારે પતિ સાથે સેટ પર જતી તો તેને અન્ય અભિનેત્રીઓ સાથે અભિનય કરતો જોતી બેસી રહેતી હતી. આ જોઇને તેને કયારેય ઇર્ષા થઇ નથી. તે દિવ્યા ભારતી ,સંગીતા બિજલાની ,જુહી ચાવલા ,અમૃતા સંિહ વગેરે બધી અભિનેત્રીઓને મળતી તેમની સાથે વાત કરતી પણ અત્યંત સહજતાથી. જો કે ગૌરી બોલવાનું ટાળીને સાંભળવાનું પસંદ કરતી હતી. આ કારણે તે કયારેક ઘમંડી તરીકે પણ ઓળખાતી હતી.
શાહરૂખ જેવો પતિ પામીને ગૌરી પોતાને નસીબવંતી માનતી હતી અને તેની આ ભાવના હજુ આજે પણ હશે એમ લાગે છે. કદાચ શાહરૂખ પણ અન્ય કોઇ તરફ આકર્ષાયો હશે તો તેને પોતાના વિતેલા પ્રેમાળ દિવસો આગળ વધવા નહિ દે. આજ કારણે હાલમાં લંડનના શૂટંિગ શેડયૂલમાં તે પોતાના પરિવારને લઇને ગયો છે .આ આઉટડોર શૂટંિગ કદાચ તેમના લગ્નજીવનની તાણ દૂર કરવામાં સહાયક સાબિત થશે.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved