Last Update : 03-August-2012, Thursday

 

ડાયના પેન્ટી:નવોદિત અભિનેત્રી સૈફ અલી ખાન અને દિપિકા પદુકોણના વખાણ કરતા થાકતી નથી

 

‘કોકટેઇલ’ ફિલ્મનો પ્રોમો રિલિઝ થયો ત્યારે બધાના મોઢા પર એક જ સવાલ હતો. ‘આ નવી છોકરી કોણ છે?’ સૈફ અલીખાન અને દિપિકા પદુકોણ સાથે ખડખડાટ હસતી અથવા તુમ્હી હો બંઘુ સખા તુમ્હી હો ગીતના તાલ પર થીરકતી આ માનુનીને ઇમ્તીયાઝ અલી રણબીર કપૂર સામે કાસ્ટ કરવા માગતો હતો, પરંતુ ત્યાર બાદ તેને પડતી મૂકીને તેના સ્થાને નરગિસ ફખરીને લીધી. મોડેલમાંથી અભિનેત્રી બનનારી ડાયના પેન્ટીને તેની પ્રથમ ફિલ્મ આપી, દિગ્દર્શક હોમી અદાજાનિયાએ. ડાયનાને પ્રથમ ફિલ્મ જ ઘણી મોટી મળી ગઈ. સૈફ અલી ખાન અને દિપિકા સાથેની આ ફિલ્મની શરૂઆત પણ બમ્પર રહી છે. આ બાબત ડાયનાની કારકિર્દી માટે ખૂબજ મહત્વપૂર્ણ
સાબિત થશે.
કારકિર્દીમાં પ્રથમ ફિલ્મ આટલી મોટી મળી એનાથી તારી નર્વસનેસ વધી છે? કે ઘટી છે? એવા સવાલના જવાબમાં ડાયના કહે છે કે ‘નર્વસનેસ વધી કે ઘટી એ તો ન કહી શકાય, મારા રોમાંચમાં ચોક્કસ વધારો થયો છે. જ્યારે પ્રોમો રિલિઝ થયું ત્યારથી જ અમને લોકો તરફથી ખૂબજ સારા પ્રતિભાવો મળવા લાગ્યા હતા. સંગીત પણ સુપરહીટ નીવડ્યું છે. ખાસ કરીને તુમ્હી હો બંઘુ સખા તુમ્હી હો.’
પ્રોમોમાં એવું તે શું હતું કે લોકો તેને ખૂબજ વખાણતા હતા એવું પૂછવામાં આવતા ડાયના સ્મિત સાથે કહે છે કે ‘સંગીતને લીધે અમને ખૂબજ સારા પ્રતિભાવો મળ્યા.
‘કોકટેઇલ’ કઇરીતે મળી એવા સવાલના જવાબમાં નવોદિત અભિનેત્રી ડાયના પેન્ટીએ કહ્યું હતું કે ‘એક દિવસ અચાનક મને કોકટેઇલ ફિલ્મની ઓફર થઈ અને વિચારવાનો સમય જ ન મળ્યો. એક રાત્રે હું નિર્દેશક હોમિ અદાજાનિયા અને સહનિર્માતા દિનેશ વિજનને મળ્યો. તેમણે મને ઓડિશન આપવાનું કહ્યું. મેં ઓડિશન આપ્યું અને તેમણે તરત જ મને કોકટેઇલમાં કામ કરવાની ઓફર કરી. મને વિચારવા માટે જરાપણ સમય ન મળ્યો.’
‘કોકટેઇલ’માં ડાયનાએ મીરાનું પાત્ર ભજવ્યું છે. આ વિશે તેણે કહ્યું કે ‘જ્યારે હોમીએ મારી પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે હું મીરા સાથે જોડાયેલી છું. મને તેના પ્રત્યે ખૂબજ લાગણી થવા લાગી. તે જ્યાંથી આવતી હતી, જેવી તેની વિચારધારા હતી એ પ્રમાણે તે જે કરતી હતી તે બરોબર હતું. તેનો સ્વભાવ અને તેનો અભિગમ મને ખૂબજ ગમતા હતા. સામાન્યરીતે પ્રથમ ફિલ્મમાં કોઇ અભિનેત્રીને અત્યંત ગ્લેમરસ, ભપકાદાર અને લોભામણી દેખાડવામાં આવતી હોય છે, પરંતુ મીરાનું પાત્ર સાવ સાદગીપૂર્ણ હતું. જોકે તેમ છતાં તેની કપડાં પહેરવાની અને બોલવા ચાલવાની એક સ્ટાઇલ છે. જે ચોક્કસ પ્રકારના લોકોને જરૂર પોતાના તરફ ખેંચે છે.’
સૈફ અલી ખાન અને દિપિકા પદુકોણેએ આ પહેલા ‘કોકટેઇલ’ના લેખક ઇમ્તિયાઝ અલીના નિર્દેશન હેઠળની ‘લવ આજ કલ’ ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું. સૈફ કહેતો કે આપણે ત્રણેય એકસાથે કામ કરી રહ્યા હોય એવું પ્રથમ વખત બની રહ્યું છે. આથી આપણા ત્રણેય માટે આ એક નવો અનુભવ છે.’
સૈફ અલી ખાન પ્રોડ્યુસર તરીકે કેવો લાગે ? એવા જરા વિચિત્ર પ્રકારના સવાલનો જવાબ આપતા ડાયનાએ કહ્યું કે ‘સૈફ નિર્માતા કરતા અભિનેતા તરીકે વધારે સારો લાગે છે. ખાસ કરીને કોકટેઇલમાં તો તે અભિનેતા તરીકે જ યોગ્ય છે. તે ખૂબજ રમૂજી કોસ્ટાર છે જ્યારે દિનેશ પ્રોડ્યુસર જેવો વઘુ લાગે છે.’
‘કોકટેઇલ’ દોસ્તી ઉપર આધારિત છે ત્યારે જીવનમાં દોસ્તીના મહત્વ વિશે ડાયના પેન્ટીએ કહ્યું કે ‘મારા માટે મિત્રતા ખૂબજ મહત્વની છે. તે દરેક સંબંધનો આધાર છે. કોઇપણ પ્રકારના સંબંધની શરૂઆત કરવા માટેનો તે સૌથી સશક્ત માર્ગ છે. મારે સેકડો મિત્રો નથી, પરંતુ કેટલાક લોકો મારા દિલની ખૂબજ નજીક છે અને તેમનું મહત્વ મારા માટે ઘણું મોટું છે. ’
ડાયનાએ તેની કારકિર્દી વિશે જણાવે છે કે ‘અત્યારે તો હું કોકટેઇલ ફિલ્મ વિશે જ વિચારું છું. બીજું કશુંજ વિચારતી નથી. મને આશા છે કે લોકો કોકટેઇલમાં મારું કામ ભરપૂર વખાણશે.’

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved