Last Update : 03-August-2012, Thursday

 

મંજૂરી કરતા ખૂબ મોટા પ્રમાણમાં ગ્રેનાઈટનું ખોદકામ કરાતું હતું
તામિલનાડુમાં સોળ હજાર કરોડનું ગ્રેનાઈટ ખાણ કૌભાંડ બહાર આવ્યું

રેડ્ડી બંધુઓને સંડોવતા કૌભાંડ કરતા પણ મોટું હોવાની શક્યતા

મદુરાઈ, તા. ૨
તામિલનાડુના મદુરાઈ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓએ સમગ્ર જિલ્લામાં ૧૭૫ ગ્રેનાઈટની ખાણો પર છાપા માર્યા હતા. તાજેતરમાં જ બદલી થયેલ મદુરાઈના પૂર્વ કલેક્ટર શ્રી સાગાયમે દાવો કર્યો હતો કે ઘણી ગ્રેનાઈટની ખાણો દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવે છે જેના કારણે રાજ્યની તિજોરીને અંદાજે રૃા. સોળ હજાર કરોડનું નુકસાન થયું છે.
વર્તમાન કલેક્ટર અંશુલ મિશ્રાએ જણાવ્યું હતું કે આજે અઢાર ટીમો દરોડા પાડી રહી છે અને તેઓ દસ દિવસમાં અહેવાલ આપશે. 'અધિકારીઓને ખોદી કાઢેલ ગ્રેનાઈટના જથ્થા માપવાની અને કાયદાના ભંગને શોધી કાઢવાની સૂચના આપવામાં આવી છે.' તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કાયદાનો ભંગ કરનારા સામે કડક પગલા લેવામાં આવશે.
પૂર્વ કલેકટરે તેમણે નિરીક્ષણ કરેલ ત્રણ ખાણો વિશે પોતાના અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે રાજ્યના મહેસૂલ ખાતા અને તામિલનાડુ મિનરલ્સ લિ.ના કર્યા હતા. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ઘણા ખાણ માલિકોએ પાણીના સંગ્રહોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ખેતીવાડી અને ઢોરઢાંખરના ઘાસચારાના વિસ્તારોને પણ નુકસાન પહોંચાડયું હતું.
મોટાભાગની ગ્રેનાઈટની ખાણો પર્વતીય પ્રદેશોમાં અને સરકારી માલિકીના 'પોરોમ્બોક' વિસ્તારમાં છે. ઘણી ખરી ખાણોની માલિકી તામિલનાડુ ખનીજ ખાતું ધરાવે છે અને ખાનગી કંપનીઓને ભાડે આપે છે અને ખોદાયેલા ગ્રેનાઈટના પ્રમાણમાં રકમ મેળવે છે.
સરકારને ૮૦ લાખ ચૂકવતી કંપની ૮૦ કરોડના મૂલ્યનું ગ્રેનાઈટ ખોદી કાઢે છે જેનો હિસાબ કોઈને અપાતો નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પીએમકેના વડા રામદોસે ખાણકામમાં કાયદાના ભંગની તપાસ માટે અગાઉથી સીબીઆઈ તપાસની જાહેરાત કરી છે. 'આધ્ર અને કર્ણાટકમાં રેડ્ડી બંધુઓને સંડોવતા પોલાદના કૌભાંડ કરતા પણ આ કૌભાંડ મોટું હોવાની શક્યતા છે.' તેમણે જણાવ્યું હતું.
'ગયા વર્ષે મુખ્યમંત્રી જયલલિતાએ આને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો અને તેમના ઉદ્યોગમંત્રીએ દોષિતો વિરુદ્ધ પગલા લેવાની ખાતરી આપી હતી, છતા એ પછી કશું કરવામાં આવ્યું નથી.' રામદોસે જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved