Last Update : 03-August-2012, Thursday

 

ટ્રાયલ કોર્ટના આદેશ સામેની સજ્જનની અરજી પર આજે ચુકાદો

શીખ વિરોધી રમખાણોના પીડિતનાં નિવેદનનો બચાવમાં ઉપયોગ કરવાની અરજી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જનકુમાર ટ્રાયલ કોર્ટના ચુકાદા વિરુદ્ધની પીટીશન સંદર્ભે દિલ્હી હાઈકોર્ટ આવતી કાલે ચુકાદો આપે તેવી શક્યતા છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ભોગ બનનારના નિવેદનનો ન્યાયિક પંચો સમક્ષ પોતાના બચાવ માટે ઉપયોગમાં લેવાની સજ્જનકુમારની યાચિકાને ટ્રાયલ કોર્ટે રદબાતલ ઠેરવી હતી.
ન્યાયમૂર્તિ પ્રતિભારાની બપોર પહેલા સજ્જનકુમારની યાચિકાના મુદ્દે ચુકાદો જાહેર કરશે. પીઢ કોંગ્રેસી નેતા સજ્જનકુમાર ઉનાળું વેકેશન દરમિયાન હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી હતી. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો ભોગ બનનાર જગદીશ કૌર વિવિધ ન્યાયિક પંચો સમક્ષ આપેલ જુબાની ધ્યાનમાં લેવાની મંજૂરી મેળવવા સજ્જનકુમારે આ યાચિકા દાખલ કરી હતી.
ટ્રાયલ કોર્ટે ૨જી જૂને સજ્જનકુમારની યાચિકા એમ કહીને ફગાવી દીધી હતી કે જગદીશ કૌરના ન્યાયિક પંચો સમક્ષના નિવેદનો તેણીને અવિશ્વસનીય ગણવા કે તેમના પર તહોમત મૂકવા સહિતના કોઈ પણ હેતુ માટે ઉપયોગ ન લઈ શકાય.
કોંગ્રેસી નેતાએ તેમની યાચિકામાં જણાવ્યું હતું કે ફરિયાદ અને મુખ્ય સાક્ષી જગદીશ કૌરના સોગંદનામા કે નિવેદનો તેમણે તાજેતરમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાનના નિવેદનો સામે ઉપયોગમાં લેવા દેવામાં આવે ભૂતપૂર્વ સાંસદ સજ્જનકુમારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે સીબીઆઈના વકીલ આર. એસ. ચીમાએ ૧૨ જુલાઈ, ૨૦૧૦માં કોર્ટમાં જણાવ્યું હતું કે જગદીશ કૌરના નિવેદનોમાં વિરોધાભાસ હોવાથી કૌરના જી.ટી. નાણાવટી પંચ અને જસ્ટીસ રંગનાથ મિશ્રા પંચ સમક્ષ આપેલા સોગંદનામા અને નિવેદનો લક્ષમાં લઈ શકાય નહીં. સીબીઆઈએ જણાવ્યું હતું કે પૂછપરછના કાયદાની જોગવાઈઓ હેઠળ જગદીશ કૌરનાના સોગંદનામા અને નિવેદનો તેમની વિરુદ્ધની તપાસ માટે ઉપયોગમાં ન લઈ શકાય. સજ્જનકુમારના જણાવ્યા મુજબ જો રંગનાથ પંચ અને નાણાવટી પંચ સમક્ષના સોગંદનામા ઉપયોગમાં લેવાય તો કોઈપણ કાયદો તેમની વિરુદ્ધ લડવામાં આડે આવતો નથી.
ઉલ્લેખનીય છે કે સજ્જનકુમાર સહિત બલવાન ખોક્કર, કિશન ખોક્કર, મહેન્દ્ર યાદવ, ગિરધારીલાલ અને કેપ્ટન ભાગમલ ૧૯૮૪માં દિલ્હીના કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં છ લોકોની હત્યાના કથિત આરોપમાં દોષિત છે. આ રમખાણો ૩૧ ઓકટોબર, ૧૯૮૪માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ફાટી નીકળ્યા હતા. સજ્જનકુમાર ઉપર ટોળાને ઉશ્કેરવાનો અને શીખોની હત્યા કરાવવાનો આરોપ છે. નાણાવટી પંચની ભલામણો બાદ સજ્જનકુમાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૦માં સીબીઆઈએ સજ્જનકુમાર અને અન્યો વિરુદ્ધ બે ચાર્જશીટ દાખલ કરી હતી.
હાલમાં સાક્ષીઓના નિવેદનો લઈ રહેલ ટ્રાયલ કોર્ટ સજ્જનકુમાર અને અન્ય પાંચ આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૦૨ (હત્યા), ૩૯૫ (લૂંટફાટ), ૪૨૭ (સંપત્તિનું નુકસાન કરવું) ૧૫૩-એ (વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઉશ્કેરવી) અને અન્ય કલમો હેઠળ તપાસ ચલાવી રહી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved