Last Update : 03-August-2012, Thursday

 

પૂણેમાં થયેલા ધડાકાઓ ઇન્ડિયન મુજાહિદ્દીનનું કૃત્ય હોવાની શંકા

ધડાકા કરવા કાંડા ઘડિયાળનો ઉપયોગ સહિતનાં સંકેતો મુજાહિદીન તરફ ઇશારો કરે છે

(પીટીઆઇ) પુણે, તા. ૨
તપાસકર્તાઓ દ્વારા આજે એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી મળેલ માહિતી અનુસાર ધડાકાને અંજામ આપવા માટે કાંડા ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક અન્ય પુરાવાઓ સંકેત આપી રહ્યા છે કે આ વિસ્ફોટો પાછળ ઇન્ડિયન મુજાહિદીન(આઇએમ) હાથ હોઇ શકે છે.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે ઓછી તીવ્રતા ધરાવતા ચાર વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઇમ્પ્રૂવડ એક્સપ્લોસિવ ડિવાઇસીસ(આઇઇડી)ની ડિઝાઇન વિશેષ રીતે તૈયાર કરવામાં આવી હોવાથી તેની ગંભીર તપાસ કરવી જરૃરી છે.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે નવી ખરીદવામાં આવેલ ત્રણ સાઇકલો પર રાખવામાં આવેલા બેટરી ઓપરેટેડ ડીટોનેટર્સને ટ્રિગર કરવા માટે ટાઇમર તરીકે સ્થાનિક બનાવટની કાંડા ઘડિયાળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે કચરાપેટી અને એક પોલીથિન બેગ મળી આવતાં વિસ્ફોટ પાછળ ઇન્ડિયન મુજાહીદીનનો હાથ હોઇ શકે છે.
પૂણેમાં થયેલા ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટોનાં પુરાવાઓ એકત્ર કરવા માટે તપાસકર્તાઓ પગેરું શોધી રહ્યા છે. કેન્દ્રે આજે આ વિસ્ફોટોને સુનિયોજિત અને અનુબદ્ધ કૃત્ય ગણાવ્યું હતું.
પૂણેમાં ગઇકાલે થયેલા વિસ્ફોટો પાછળ કોઇ આતંકવાદી સંગઠનનો હાથ છે કે નહીં તેની તપાસ કરવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ) અને નેશનલ સિકયુરિટી ગાર્ડ્સનાં નિષ્ણાતો પણ મહારાષ્ટ્ર પોલીસ સાથે તપાસ કરી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર તપાસ એજન્સીઓને દેના બેંક, મેકડોનાલ્ડ અને બાલ ગંધર્વ ટ્રાફિક સ્કવેર ખાતે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરામાંથી અત્યાર સુધી કોઇ પુરાવા મળી આવ્યા નથી જો કે આ પૈકીનાં કેટલાક કેમેરા યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા ન હતાં.
ગઇકાલે થયેલા ચાર વિસ્ફોટ પૈકી બે વિસ્ફોટમાં સાઇકલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી મહારાષ્ટ્ર એટીએસ, શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી આ સાઇકલોમાંથી સગડ મેળવવાનાં પ્રયત્નો કરી રહી છે.
પ્રાથમિક તપાસ પરથી જાણવા મળ્યું છે કે આ સાઇકલો નવી ખરીદવામાં હતી. આ વિસ્ફોટોનાં કાવતતરાખોરો સુધી પહોંચવા માટે તપાસકર્તાઓ આ સાઇકલો કંઇ દુકાનમાં ખરીદવામાં આવી છે તેની તપાસ કરી રહ્યા છે.
ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે કેન્દ્ર આ વિસ્ફોટોને ગંભીરતાથી લઇ રહી છે અને તપાસકર્તાઓ આ વિસ્ફોટોનું પગેરું શોધી રહ્યા છે.
આ વિસ્ફોટમાં ઘાયલ થયેલ દયાનંદ પાટિલની પોલીસ પૂછપરછ કરી રહી છે. સુત્રોએ જણાવ્યું હતું કે આ
વિસ્ફોટમાં સામાન્ય રીતે ઘવાયેલા પાટિલને આ કેસમાં શંકાસ્પદ ગણાવામાં આવી રહ્યો નથી.
પાટિલે પોલીસને જણાવ્યું હતું કે તેણે અણ્ણા હઝારેનાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન દ્વારા આયોજિત ધરણાની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન કોઇ અજાણી વ્યક્તિએ તેમની બેગમાં વિસ્ફોટક પદાર્થ મૂકી દીધો હતો. જે બોક્સમાં વિસ્ફોટક મૂકવામાં આવ્યો હતો તે બોક્સ જ્યારે પાટિલે ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ વિસ્ફોટ થયો હતો અને તેને ઇજા થઇ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved