Last Update : 03-August-2012, Thursday

 

મા મને કોઠીમાંથી કાઢ
અણ્ણા ટીમનું ભોપાળું ઃ આમરણાંત ઉપવાસ છોડશે

સરકારે વાટાઘાટો માટે ન બોલાવતા ૨૩ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની અપીલનું નાટક ઃ રાજકીય પક્ષ રચવાના હવાતીયા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨
ટીમ અણ્ણા દ્વારા અનિશ્ચિત સમય માટે શરૃ કરવામાં આવેલા અનશનને આવતીકાલ સાંજ સુધીમાં સમાપ્ત કરવાની જાહેરાત ક્રવામાં આવતા એવુ લાગે છે કે ટીમ અણ્ણા સરકાર સાથેનો સંઘર્ષ ટાળવા માંગે છે. વર્તમાન રાજકીય સિસ્ટમમાં ટીમ અણ્ણાએ અન્ય વૈકલ્પિક માર્ગ તરફ આગળ વધવાનો નિર્ણય લીધો છે.
અરવિંદ કેજરીવાલ અન્ય બે સભ્યોની તબિયત ખરાબ થતાં ધારાશાસ્ત્રી વી. આર. ક્રિષ્ના ઐય્યર અને પૂર્વ લશ્કરી વડા જનરલ વી. કે. સિંહ સહિતની ૨૩ નામાંકિત હસ્તીઓએે ટીમ અણ્ણાને અનશન બંધ કરવાની અપીલ કરી હતી. આ અપીલ પછી અણ્ણા હઝારેએ આવતીકાલે સાંજે પાંચ કલાકે લોકપાલ વિરુદ્ધનું આંદોલન બંંધ કરવાની જાહેરાત કરી હતી. પોતાના પ્રવચનનાં અંતે હઝારેએ જણાવ્યું હતું કે અમે આવતીકાલે સાંજે ૫ કલાકે અનશન તોડી નાખીશું. આ પ્રવચનમાં તેમણે રાજકીય વિકલ્પની રચના કરવાની સ્પષ્ટતા કરી હતી. લોકપાલ ખરડો પસાર કરાવવા માટે છેેલ્લા એક વર્ષથી સરકાર અને ટીમ અણ્ણા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હોવા છતાં સરકારનાં ટીમ અણ્ણા પ્રત્યેનાં અડગ વલણને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યોે હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
હઝારેએ આજે જણાવ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણીમાં હવે બે વર્ષનો સમય બાકી છે. આગામી દોઢ વર્ષમાં અમારે સમગ્ર દેશની યાત્રા કરી લોકોનો સંપર્ક કરવાનો છે તો પછી શા માટે અનશન પાછળ સમય વ્યર્થ કરીએ? અન્ય વૈકલ્પિક માર્ગ અંગે વિચારણા કરવાનો સમય આવી ગયો છે. અમે રાજકીય વિકલ્પ અંગે વિચારી રહ્યા છે. હઝારેએ નવો પક્ષ રચવાની કે કોઇ રાજકીય પક્ષમાં જોડાવાની શક્યતાઓને નકારી કાઢી હતી. અન્ય વિકલ્પને શક્ય બનાવવા માટે તેમણે લોકોને નવા વિચારો પ્રદર્શિત કરવાની અપીલ કરી હતી.
આ અગાઉ ૨૩ નામાંકિત હસ્તીઓએ હઝારેને અપીલ કરી હતી કે રાજકીય પક્ષો પાસેથી કોઇ અપેક્ષા રાખો નહી. અમે ટીમ અણ્ણાને અન્ય રાજકીય વિકલ્પની રચના કરી પ્રયત્નો ચાલુ રાખવાની અપીલ કરીએ છીએ.
છેલ્લા નવ દિવસથી અનશન કરી રહેલા કેજરીવાલે જણાવ્યું હતું કે ઉમેદવારોની પસંદગી એક મહત્વપૂર્ણ મુદ્દો છે. માત્ર પ્રામાણિક વ્યકિતઓની પસંદગી કરવામાં આવે તે જરૃરી છે.

હઝારેને અનશન તોડવાની અપીલ કરનાર અગ્રણી હસ્તીઓ
૧. ન્યાયમૂર્તિ વી. આર ક્રિષ્ના ઐય્યર (સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ)
૨. એડમિરલ રામ તહલિયાની (નિવૃત્ત નેવી ચીફ અને ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનાં ચેરમેન)
૩. જનરલ વી. કે .સિંહ ( નિવૃત્ત ચીફ ઓફ આર્મી સ્ટાફ)
૪. જે. એમ. લિંગ્દોહ ( નિવૃત્ત ચીફ ઇલેકશન કમિશનર)
૫. ન્યાયમૂર્તિ એન. સંતોષ હેગડે (સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ)
૬. કુલદીપ નાયર (નામાંકિત પત્રકાર)
૭. અનુપમ ખેર (અભિનેતા)
૮. ઇ. એ. એસ. સારમા (ભારત સરકારનાં નિવૃત સચિવ)
૯. રામાસ્વામી આર. ઐય્યર (ભારત સરકારનાં નિવૃત સચિવ)
૧૦. મેજર જનરલ વી. કે. સિહ (સેનાનાં નિવૃત્ત અધિકારી તથા સિક્રેટ્સ ઓફ રોના લેખક)
૧૧. એસ. આર. હિરેમાથ (સામાજિક કાર્યકર)
૧૨. રવિ ચોપરા (પીપલ્સ સાયન્સ ઇન્સ્ટિીટયૂટનાં ડાયરેક્ટર)
૧૩. પ્રેાફેસર અમિત ભાદુરી (જેએનયુનાં પ્રોફેસર)
૧૪ પ્રોફેસર યોગેન્દ્ર યાદવ (સીએસડીએસ)

રાજકીય પક્ષોની પ્રતિક્રિયા
૧. 'જાહેર જીવનમાં દરેક વ્યકિતને રાજકારણમાં પ્રવેશવાનો અધિકાર છે. તમે આવી રીતે સરકારને બાનમાં રાખી શકો નહીં. મને આનંદ છે કે તેઓ અનશન તોડશે.
- અંબિકા સોની, કોંગ્રેસ નેતા
૨. 'પ્રથમ સારી વસ્તુએ છે કે તેઓ અનશન તોડી રહ્યા છે. કોઇ પણ આંદોલન ચલાવવા માટે તેઓ તંદુરસ્ત રહે તે જરૃરી છે. લોકશાહીમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો વિકલ્પ દરેક વ્યકિત માટે ખુલ્લો છે. અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. ભ્રષ્ટાચાર વિરુદ્ધની કોઇ પણ ચળવળને ભાજપ ટેકો આપશે.'
- મુખ્તાર નક્વી, ભાજપ પ્રવક્તા
૩. 'અનશન તોડીને રાજકીય વિકલ્પ રચવા અંગે વિચારણા કરવાનાં અણ્ણાનાં નિર્ણયનો હું સ્વાગત કરુ છું. મારા મતે લોકશાહીમાં આ જ સૌથી યોગ્ય માર્ગ છે. શું મે આ અગાઉ આ અંગેની ભવિષ્યવાણી કરી ન હતી?'
- દિગ્વિજય સિંહ, કોંગ્રેસ મહાસચિવ
૪. 'હું ટીમ અણ્ણાને વધારે મહત્વ આપવા માંગતો નથી. મિડિયા દ્વારા અગાઉથી જ તેમને વધારે મહત્વ આપવામાં આવી રહ્યો છે.'
- નિલોત્પલ બસુ, સીપીએમ નેતા

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved