Last Update : 03-August-2012, Thursday

 

૧૯૬૦ પછીનું સૌથી ખરાબ ચોમાસુ ઃ બાદલ
દુકાળના સંદર્ભે પંજાબે કેન્દ્ર પાસે રૃ. ૨૩૮૦ કરોડ માગ્યા

પંજાબમાં માત્ર ૩૫ ટકા જ વરસાદ ઃ ખરીફ પાક નિષ્ફળ જવા સંભવ

(પીટીઆઈ) ચંદીગઢ, તા. ૨
આ વર્ષના ચોમાસાને છેલ્લા વર્ષોના સૌથી ખરાબ ચોમાસાઓમાંનું એક ગણાવતા પંજાબ સરકારે ખેડૂતોને કટોકટીમાંથી ઉગારવા કેન્દ્ર સરકાર સમક્ષ રૃા. ૨,૩૮૦ કરોડના ખાસ પેકેજની માંગ કરી હતી. પંજાબના મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલે રાજ્યને રાહત પૂરી પાડવા વડાપ્રધાન મનમોહનસિંહને 'તાત્કાલિક' અને 'અસરકારક' પગલાં લેવાની માંગ કરી હતી.
માંગણી કરાયેલ પેકેજમાં ખેડૂતોને સહાય માટે રૃા. ૮૫૦ કરોડ અને રૃા. ૧૫૩૦ કરોડ ઊંચા દરે વીજળી ખરીદવા અને વીજળીને ખેડૂતો સુધી પહોંચાડવાના ખર્ચ પેટે સમાવેશ કરવામાં આવ્યા છે.
આ વર્ષની ૨૫મી જુલાઈ સુધીમાં વરસાદમાં ૬૫ ટકાની ઘટનો ઉલ્લેખ કરતા બાદલે જણાવ્યું હતું ''સમગ્ર દેશ સાથે પંજાબ અને દેશના વાયવ્ય પ્રાંતમાં ૧૯૬૦ના દાયકા બાદના સૌથી ખરાબ દુષ્કાળોમાંના એકની શક્યતા છે.'' ''ચોમાસાના શેષ સમયગાળા દરમિયાનની આગાહીઓથી ખરીફ પાક માટે કોઈ આશા રહી નથી. યોગ્ય સમયે વરસાદની ખેંચથી પંજાબની વાવણીની ઋતુને મોટો ફટકો પડયો છે.'' તેમણે ઉમેર્યું હતું. બાદલે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે સત્તા પ્રાપ્ત મંત્રીઓના જૂથ (ઈજીએમ) દ્વારા પણ પંજાબ માટે કોઈ ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી.
''દેશના ઉદ્ધારકનો ઉદ્ધાર કરવા અમારે વિસ્તૃત આર્થિક ભંડોળની આવશ્યકતા છે. કમનસીબે, દેશના ખેડૂતો માટે જાહેર કરાયેલા આર્થિક પેકેજોમાં પણ દેશના આગળ પડતા કૃષિ પ્રધાન રાજ્યને અવગણવામાં આવ્યું છે.'' તેમણે જણાવ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved