Last Update : 03-August-2012, Thursday

 
મુખ્યમંત્રીએ દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરી
ડાર્કઝોન વિસ્તારમાં યુદ્ધના ધોરણે વીજ જોડાણ આપવા નિર્ણય !

ગુજરાતમાં આગામી ત્રણ મહિના વિશાળ પાયા પર ઘાસના વાવેતરનો કાર્યક્રમ ઘડી કઢાશે

ગાંધીનગર, ગુરૃવાર
મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે મળેલી બેઠકમાં રાજ્યમાં અપૂરતા વરસાદ અને અનિશ્ચિત ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આજે સરકારે નિર્ણય કર્યો છે કે, ખરીફ પાક માટે યુદ્ધના ધોરણે ૧ લાખ જેટલા કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવશે અને તેમાં ડાર્કઝોન વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે રૃા. ૧૫૦૦ કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજની બેઠકમાં પીવાના પાણી, પશુધન માટે ઘાસચારો, ખરીફ પાક અને દુષ્કાળ રાહત માટેના તાકીદના કામો માટે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં આપત્તિનો પડકાર ઝીલવા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના કામો માટે નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યા હતા. ડાર્કઝોનમાં યુદ્ધના ધોરણે વીજ કનેક્શન આપીને ખરીફ પાક બચાવી લેવાનો નિર્ણય થયો છે. ઉપરાંત પીવાના પાણી માટે નર્મદા કેનાલ આધારિત પાઇપ લાઇનના નેટવર્કની ખૂટતી કડીના તમામ કામો યુદ્ધના ધોરણે હાથ ધરીને સૌરાષ્ટ્ર- કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી માટે તાકીદનું વ્યવસ્થાપન અને વિતરણ વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવી છે. પશુધનને ધ્યાનમાં રાખી આગામી ત્રણ મહિના સમગ્ર ગુજરાતમાં વિશાળ પાયા પર ઘાસચારાનું વાવેતર કરવામાં આવશે. આ માટે સરકાર કાર્યક્રમ જાહેર કરશે.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષથી સારા વરસાદના પરિણામે કૃષિ અને ગ્રામ વિકાસને વેગ મળ્યો છે. આ વર્ષે દુષ્કાળની ગંભીર પરિસ્થિતિમાં પણ આપત્તિને અવસરમાં બદલી પડકારનો સામનો કરવાનું સામર્થ્ય તંત્રમાં છે તેની અનુભૂતિ કરાવીશું. આજની બેઠકમાં બે મંત્રીઓ નીતિન પટેલ અને સૌરભ પટેલ, જળસંપત્તિ સલાહકાર નવલાવાલા તથા તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

૧ લાખ કૃષિ વીજ જોડાણ આપવાની જાહેરાત ગત માર્ચમાં કરી હતી
ગાંધીનગર, ગુરૃવાર
આજે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા ખેડૂતોને ડાર્કઝોન સહિતના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ૧ લાખ વીજ જોડાણ આપવામાં આવશે. આ માટે રૃા. ૧૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. અત્રે એ યાદ આપવી જરૃરી છે કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં માર્ચ- ૨૦૧૨માં ઉર્જામંત્રી સૌરભ પટેલે આ જાહેરાત કરી હતી બજેટમાં તેના માટે રકમ પણ અત્યારે જ ફાળવી હતી. જો જાહેરાત કર્યા પછી તુરંત કાર્યવાહી શરુ કરી દીધી હોત તો આજે તરસ લાગી ત્યારે કૂવો ખોદવાનો વારો આવ્યો ન હોત.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved