Last Update : 03-August-2012, Thursday

 

શરદ પવાર સમિતિ સમક્ષ કોંગ્રેસની રજૂઆત
અછત રાહત માટેનાં નાણાં મોદી મેળાઓમાં ન વાપરે તેવી તાકીદ કરો

ગુજરાતમાં ઘાસચારા માટે વિશેષ પ્રોત્સાહક યોજના જાહેર કરો ઃ જમા પડેલા ૨૦૦૦ કરોડ ખર્ચાય તે જરૃરી

ગાંધીનગર, ગુરુવાર
ગુજરાતની અછતની પરિસ્થિતિનો જાત અભ્યાસ કરવા આવેલી કેન્દ્ર સરકારની ટીમ સમક્ષ આજે કોંગ્રેસે રજૂઆત કરી હતી કે ગુજરાતમાં અપૂરતા વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ગુજરાતમાં ઘાસચારો, પીવાના પાણી અને રોજગારી માટે જેટલા રૃપિયાની જરૃર જણાય તે રકમ કેન્દ્ર સરકાર ગુજરાતને આપે. સાથો સાથ ગુજરાત સરકારને તાકીદ કરવામાં આવે કે આ સહાયની રકમ ઉત્સવો અને મેળાઓ પાછળ ઉડાવી દેવામાં ન આવે. એન.સી.એફ. અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની જમા રકમ રૃ. ૨ હજાર કરોડ જેટલી પડી છે તેનો ગુજરાત સરકાર ઉપયોગ કરે.
કૃષિ મંત્રી શરદ પવારની અધ્યક્ષતામાં નિમાયેલી ઉચ્ચ કક્ષાની પ્રધાન મંડળની સમિતી આજે સાંજે ગુજરાતના પ્રવાસે આવી છે. સાંજે ગાંધીનગર ખાતે શરદ પવાર અને જયરામ રમેશ સમક્ષ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા અને પ્રદેશ અગ્રણીઓએ રજૂઆત કરી હતી.
મોઢવાડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અછતની પરિસ્થિતિને લઇને જેટલી ગંભીર છે એ પ્રજાને તકલીફમૂકત રાખવા જે પ્રયત્નો કરે છે તેવા કોઇ જ પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતાં નથી. આવતીકાલે જયારે ગુજરાત સરકાર આ સમિતિ સમક્ષ ગુજરાતની જરૃરિયાત અને પરિસ્થિતિ અંગે રજૂઆત કરવાની છે ત્યારે કોંગ્રેસે સમિતિને જણાવ્યું છે કે તેઓ ગુજરાતમાં વહેલી તકે પશુ પાલકોને ઘાસની વ્યવસ્થા પુરી પાડવા ગુજરાત સરકારને તાકીદ કરે. ઉપરાંત પીવાના પાણી માટે તાકીદે જે કંઇ પણ આયોજન કરવું પડે એ કરવા માટે સૂચના આપે. થોડા સમય પછી રોજગારીનો પ્રશ્ન પણ ઉગ્ર બનશે. અને તે માટે અત્યારથી જ આયોજન થવું જરૃરી છે. આ તમામ કામગીરી માટે ગુજરાત સરકારને જેટલા રૃપિયાની જરૃર હોય તે તમામ રકમ કેન્દ્ર સરકાર વહેલી તકે ગુજરાતને ફાળવે.
મોઢવાડીયાએ જણાવ્યું હતું કે શરદ પવારનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે તેઓ ગુજરાત સરકારને તાકીદ કરે કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતની અછતની પરિસ્થિતિ માટે પ્રજાના કલ્યાણ માટે જે રકમ ફાળવવામાં આવે તે રકમ તેમાં જ વપરાવી જોઈએ. ગુજરાત સરકાર આ રકમ મેળાઓ અને ઉત્સવો પાછળ વેડફી ન નાખે તેનું ધ્યાન રાખવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે સમિતિ સમક્ષ માંગણી કરવામાં આવી છે કે ઘાસચારા માટે વિશેષ પ્રોત્સાહનો જાહેર કરવા જોઈએ. ઉપરાંત જયાં પાણીની સગવડ છે, તેનો મહત્તમ લાભ લઇ શકાય તે માટે પુરતા પ્રમાણમાં ૧૬ કલાક વીજ પુરવઠો પુરો પાડવો જોઈએ.
આ રજૂઆતોમાં શંકરસિંહ વાઘેલા, સિધ્ધાર્થ પટેલ, નરહરિ અમીન તથા એન.સી.પી.ના પ્રમુખ જયંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved