Last Update : 03-August-2012, Thursday

 

મોદી સરકારે માગે તે પહેલાં જ અછતના ૩૦૦ કરોડ

- અછતના મામલે કોઇ રાજકારણ નથી

 

 

કેન્દ્ર સરકાર ગુજરાતને પીવાનું પાણી, ઘાસચારો અને રોજગારી માટે તમામ સહાય કરશે

ગાંધીનગર,ગુરૃવાર
ગુજરાતમાં પ્રવર્તી રહેલી અછતની સ્થિતિની સમિક્ષા માટે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવારે રાજ્યના નાગરિકો માટે પીવાનું પાણી, ઘાસચારો અને રોજગારીને પ્રાથમિકતા આપી આ ત્રણ બાબતો અંગે બનતી તમામ મદદ અને સહાય આપવાની તૈયારી દર્શાવી છે.તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી હોવા છતાં કેન્દ્રએ કોઇ પણ પ્રકારની રજૂઆત વિના જ પ્રથમ તબક્કે ૩૦૦ કરોડની સહાય આપી છે.
આ સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ અછત મામલે કોઇપણ પ્રકારના રાજકારણને વચ્ચે લાવ્યા વિના રાજ્યની પ્રજા માટે બનતી તમામ મદદ કરવા રજૂઆત કરી હતી. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ વર્ષે વરસાદ ખેંચાતા અછતની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. આ રાજ્યોને જરૃરી સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા અછતગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેવામાં આવી રહી છે. જેના ભાગરૃપે કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવાર અને જયરામ રમેશ આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ મંત્રીઓ આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. તે પહેલા આજે બંને મંત્રીઓએ ગાંધીનગરમાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સાથે બેઠક યોજી રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
શરદ પવારે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિકટ પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં અમે ત્રણ ચીજ પીવાનું પાણી, ઘાસચારો અને કામ ઉપર હાલ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ત્રણ બાબતો માટેની જરૃરિયાત પ્રમાણે બનતી તમામ સહાય કરવામાં આવશે. આમ તો આ રાજ્ય સરકારની સીધી જવાબદારી છે. અમારો રોલ સહાયક છે તેમ છતાં અછતની સ્થિતિને પ્રાથમિકતા આપીને અમે સામેથી ગુજરાતની મુલાકાતે આવ્યા છીએ. આજે મને મળેલા ગુજરાત કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ સ્પષ્ટ રીતે એવી વાત કરી છે કે આ પ્રશ્ન રાજ્યની પ્રજા સાથે સંકળાયેલો હોવાથી અછતની બાબતમાં અમે કોઇ રાજકારણ વચ્ચે લાવવા માંગતા નથી. આ નેતાઓએ રાજ્યની પ્રજા માટે બનતી તમામ મદદ કરવાની રજૂઆત કરી છે.ગુજરાત સરકાર તરફથી અછત અંગે કોઇ દરખાસ્ત કે રજૂઆત અમને મળી નથી. વડાપ્રધાનની સૂચનાથી અમે સામેથી આવ્યા છીએ.
રાજ્ય સરકાર દ્વારા કોઇ માંગણી કરવામાં આવી નહીં હોવા છતાં કેન્દ્રએ પ્રથમ તબક્કે ૩૦૦ કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્ય સરકારની જવાબદારી હોવાથી તેમણે કેન્દ્ર પાસે આવવું જોઇતું હતું પરંતુ અમે તેમની રાહ જોઇ નથી. આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક યોજીશું ત્યારબાદ તેમના તરફથી કેવી દરખાસ્ત મૂકાય છે તે ખબર પડશે. પરંતુ હાલના સંજોગોમાં માત્ર પીવાનું પાણી, ઘાસચારો અને રોજગારી એ ત્રણ મુખ્ય બાબતોને જ લક્ષ્યમાં લેવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved