Last Update : 03-August-2012, Thursday

 

ભારતમાં રોકાણ કરવા વિદેશી રોકાણકારો હવે સબ-એકાઉન્ટ રુટ તરફ વળ્યા

સેબીના ાૃધોરણો તાૃથા વેરાને મુદ્દે અચોક્કસતાને પરિણામે એફઆઈઆઈના રજિસ્ટ્રેશનમાં ઘટાડો

સૂચિત જનરલ એન્ટી-એવોઈડન્સ રુલ્સ (ગાર) સંબંધિત મુદ્દા અને સખત નિયમનકારી ધોરણોને પરિણામે વિદેશી રોકાણકારો ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) તરીકે આવવાને બદલે સબ-એકાઉન્ટ રુટ મારફત ભારતીય મૂડીબજારમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. સબ-એકાઉન્ટની સંખ્યા જે ૨૦૧૧ના અંતે ૬૨૭૮ હતી તે ૩૧ જુલાઈ સુધીમાં વધીને ૬૩૪૩ પર પહોંચી ગઈ છે, એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવી રહ્યા છે. આનાથી વિપરતી રજિસ્ટર્ડ એફઆઈઆઈની સંખ્યા આજ સમયગાળામાં ૧૭૬૭ પરથી ઘટીને ૧૭૫૭ થઈ ગઈ છે.
એફઆઈઆઈ એટલે એવી સંસ્થાઓ જેની સ્થાપના ભારતની બહાર થઈ હોય પરંતું ભારતીય સિક્યુરિટીઝમાં રોકાણ કરવા ઈરાદો ધરાવતી હોય, જ્યારે સબ-એકાઉન્ટસ એટલે વિદેશી કંપનીઓ, વિદેશી વ્યક્તિઓ તથા સંસ્થાઓ જેના વતિ એફઆઈઆઈ ભારતમાં રોકાણ કરતી હોય. એફઆઈઆઈ અને તેમના સબ-એકાઉન્ટસે સેબીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.
સબ-એકાઉન્ટસની સરખામણીએ એફઆઈઆઈએ વધુ ફરજ પાલનો કરવાના રહે છે. સબ-એકાઉન્ટસની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ઝડપી પૂરી થાય છે. ઈન્વેસ્ટમેન્ટ મેનેજર શ્રેણી હેઠળ રજિસ્ટર્ડ થયેલી અને જેની પાસે રોકાણકારનું મોટું સ્તર નથી તેવી એફઆઈઆઈને તેમના ગ્રાહકોની સબ-એકાઉન્ટસ તરીકે નોધણી કરાવવા અથવા તેમના રજિસ્ટ્રેશન સુપરત કરી દેવા સેબીએ સૂચના આપી છે. ઈન્વેસ્ટમેન્ટ મેનેજર શ્રેણી હેઠળ રજિસ્ટર્ડ થયેલી એફઆઈઆઈ પોતાના ગ્રાહતો વતિ ફન્ડસનો વ્યવહાર કરે છે.
જે એફઆઈઆઈ સેબીની આ સૂચનાનું પાલન કરી શકી નથી તેણે પોતાના લાઈસન્સ સુપરત કરી દીધા હોવાનું સેબીના સૂત્રોએ જણાવ્યું હતું. જે એફઆઈઆઈ તેમના ગ્રાહકોને સબ-એકાઉન્ટસ તરીકે રજિસ્ટર્ડ કરવા શક્તિમાન હતી તેમણે આ સૂચનાનું પાલન કર્યું છે જેને કારણે સબ-એકાઉન્ટસની સંખ્યા વધી છે. એફઆઈઆઈ કોઈ એક વ્યકિત અથવા નાના જુથના નાણાંનું સંચાલન કરે તે સેબીના સામાન્ય ધોરણમાં બેસતું નથી.
વિદેશના ડેરિવેટિવ્ઝ સાધનો વધુને વધુ ભારરૃપ બની રહ્યા હોવાથી અને કેવાયસી ધોરણોના સખત પાલનને કારણે પણ રોકાણકારો સબ-એકાઉન્ટસને વધુ પ્રાધાન્ય આપી રહ્યાનું સ્થાનિક સ્ટોક બ્રોકિંગ હાઉસના ચેરમેને જણાવ્યું હતું. સૂચિત ગારની વેરા સંબંધિત જોગવાઈઓને લઈને ઊભા થયેલા ગૂંચવાડાને કારણે પણ નવી એફઆઈઆઈનું રજિસ્ટ્રેશન ધીમું પડયું છે. એફઆઈઆઈને કેપિટલ ગેઈન ટેકસમાંથી મૂક્તિ અંગે તથા પાર્ટિસિપેટરી નોટસ પર કેવા પ્રકારની વેરા સારવાર મળશે તે અંગે પણ અચોક્કસતા પ્રવર્તે છે. વિદેશી રોકાણકારોના ભારે વિરોધ બાદ સરકારે ગારનો અમલ એક વર્ષ માટે મોકૂફ રાખ્યો છે, અને તેના અમલનું ધોરણ નક્કી કરવા ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved