Last Update : 03-August-2012, Thursday

 

ઘરઆંગણે ખાંડના ભાવમાં તેજી અને વિદેશમાં ભાવ ઘટાડાને પરિણામે

૫૦,૦૦૦ ટન ખાંડના ઓર્ડર પૂરા કરવામાં નિકાસકારો નિષ્ફળ

 

મુંબઈ,ગુરૃવાર
ઘરઆંગણેની બજારમાં ખાંડના ભાવમાં આવેલા અચાનક ઉછાળાને પગલે ગયા મહિનામાં ખાંડના નિકાસકારો ૫૦,૦૦૦ ટન ખાંડના નિકાસ ઓર્ડર પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભાવમાં ઉછાળાને કારણે નિકાસ પરવડી શકે એેમ નથી. આ વર્ષના સુગર યર (ઓકટોબર ૨૦૧૧થી સપ્ટેમ્બર ૨૦૧૨)માં ચાલીસ લાખ ટન ખાંડની વધારાની અપાયેલી નિકાસ છૂટમાંથી ૭૫ ટકા ખાંડની જો કે નિકાસ થઈ ચૂકી છે. બીજી ૬,૦૦,૦૦૦ ટનની નિકાસના કરાર થઈ ચૂક્યા છે જ્યારે બાકીની ચાર લાખ ટન ખાંડ માટે કરાર કરવાના બાકી છે. જે છ લાખ ટનના કોન્ટ્રાકટ થયા છે તેમાંથી ૫૦,૦૦૦ ટન ખાંડના ઓર્ડરો પૂરા કરવાનું નિકાસકારોએ અટકાવી દીધું છે. ઘરઆંગણે ખાંડના ભાવ ઊંચા રહેશે તો આમાં વધારો થવાની શકયતા હોવાનું પણ સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું.
ચાલુ વર્ષે ચોમાસાની ખાધને કારણે શેરડીના ઉત્પાદન અંદાજો પર અસર પડી છે. આને કારણે ઘરઆંગણે તહેવારોની મોસમમાં ખાંડના ભાવમાં ઉછાળો આવ્યો છે. બીજી બાજુ વિદેશમાં ખાંડના ભાવ ઘટયા છે.
એશિયન હાજર બજારોમાં ભારતીય ખાંડ માટે પ્રતિ ટનના ૬૨૦થી ૬૩૦ ડોલર ઓફર થઈ રહ્યા છે એટલે કે ક્વિન્ટલના રૃપિયા ૩૫૦૦ બોલાઈ રહ્યા છે. ભારતમાં ખાંડના એકસ ફેકટરી ભાવ પ્રતિ ક્વિન્ટલના રૃપિયા ૩૪૦૦ તથા તેના પર અન્ય રૃપિયા ૨૦૦ સુધીના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે તો નિકાસ ભાવ રૃપિયા ૩૬૦૦ આસપાસ આવે છે જે પરવડી શકે એમ નથી.
આને પરિણામે નિકાસકારો ઘરઆંગણેની બજાર પર વધુ ધ્યાન આપી રહ્યા છે. બોમ્બે સુગર મિલ્સ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા મહિનામાં પ્રતિ ક્વિન્ટલના ભાવમાં રૃપિયા ૩૦૦થી ૩૫૦નો વધારો થયો છે. આમ ઘરઆંગણે ભાવ વધતા નિકાસકારો તેમના વેપાર વ્યૂહ બદલવા લલચાયા છે.
નિકાસકારોને સામાન્ય રીતે પ્રતિ ટન ૭૫૦ ડોલરથી નીચેના ભાવે નિકાસ પરવડતી નહીં હોવાનું પણ સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved