Last Update : 03-August-2012, Thursday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૯-૭-૨૦૧૨ રવિવારથી તા.૪-૮-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

સપ્તાહના અંતમાં શનિ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પરિભ્રમણ સોનાના પાયે રહેવાના કારણે, અવાર નવાર નોકરી, ધંધાના કાર્યક્ષેત્રમાં આપને તકલીફ અનુભવાય. જાહેર સંસ્થાકીય કે સેવાકાર્યમાં સંભાળવું પડે. સાંસારીક જીવનમાં બિમારી- ચંિતા- વિવાદ જણાય. સાસરી પક્ષમાં વડીલ વર્ગને બિમારી, વિવાદ, મનદુઃખનું ચક્કર આવી જાય. તા. ૨૯ જુલાઇ રવિ શારિરીક, માનસિક અસ્વસ્થતા. ૩૦ સોમ શ્રાવણનો સોમવાર, ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતાનો રહે. ૩૧ મંગળ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧ ઓગસ્ટ બુધ સીઝનલ ધંધો, આવક થાય. બહાર જવાનું થાય. ૨ ગુરૂ રક્ષાબંધનનું પર્વ ખર્ચનું છતાં સાનુકૂળ રહે. ૩ શુક્ર નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૪ શનિનું રાશિ પરિવર્તન થવાથી કામકાજમાં જાગૃતિ રાખવી.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

તા. ૪ ઓગસ્ટથી શનિનું પરિભ્રમણ તુલા રાશિમાં તાંબાના પાયે શરૂ થવાથી તમારા નોકરી-ધંધામાં ફેરફારીના, સાનુકૂળતાના સંજોગો આગામી સમયમાં જણાય. તા. ૨-૧૧-૨૦૧૪ સુધી આપના કાર્યક્ષેત્રમાં યશ- પદ- ધનની પ્રાપ્તિ કરી શકો. તેમાં પણ જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને આકસ્મિક ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય. તા. ૨૯ જુલાઇ રવિથી પવિત્રા- પુત્રદા એકાદશીએ માનસિક પરિતાપ રહે. ૩૦ સોમ નોકરી-ધંધાના કામમાં ચંિતા- વિવાદ- ઉદ્વેગ. ૩૧ મંગળ તન- મન- ધનથી- વાહનથી સંભાળવું, શાંતિ રાખવી. ૧ ઓગસ્ટ, બુધ યાત્રા પ્રવાસ, મુલાકાત, કામમાં પ્રગતિ. ૨ ગુરૂ વ્યવહારિક, સામાજીક, ધાર્મિક, કામની વ્યસ્તતા રહે. ૩ શુક્ર નોકરી-ધંધાના કામમાં ઉતાવળ કરવી નહીં. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તનથી આગામી સમયમાં આનંદ પ્રગતિ.

 

મિથુન (ક.છ.ઘ.)

 

આપના પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ખર્ચ ખરીદી થાય પરંતુ આનંદ રહે. તા. ૪ ઓગસ્ટથી શનિ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં આપને હળવાશ, રાહત અનુભવાય. પરંતુ આ સપ્તાહ દરમ્યાન સગા સંબંધી- મિત્રવર્ગના વ્યવહારિક, સામાજીક સંબંધમાં, નોકરી-ધંધાના કામકાજમાં ચંિતા- ખર્ચ- દોડધામ અનુભવાય. બહાર જવાનું થાય. સંયુક્ત પરિવારમાં રહેનારને પોતાના કામકાજમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવવી પડે. તા. ૨૯ જુલાઇ રવિ ચંિતા- ખર્ચ. ૩૦ સોમ, શ્રાવણી સોમવાર કામકાજમાં સાનુકૂળ રહે. ૩૧ મંગળ નોકરી-ધંધાના કામાં રાહત રહે. ૧ ઓગસ્ટ બુધ યાત્રા પ્રવાસમાં, વાહન ચલાવવામાં સંભાળવું. ૨ ગુરૂ ચંિતા, ખર્ચ ઉચાટ ઉદ્વેગ રહે. ૩ શુક્ર બપોર પછી હળવાશ થતી જાય. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તન લાભદાયી રહે.

 

કર્ક (ડ.હ.)

 

તા. ૪ ઓગસ્ટથી શનિ તુલા રાશિમાં પ્રવેશતા આપને શનિની નાની પનોતી તા. ૨-૧૧-૨૦૧૪ સુધી પસાર કરવાની રહેશે. પનોતીના પરિભ્રમણ દરમ્યાન સાંસારીક, કૌટુંબીક પ્રશ્નમાં, આપના આરોગ્યની બાબતમાં કષ્ટ પીડાનો સમય રહે. જેમના જન્મના ગ્રહયોગ નબળા હશે તેમને વિશેષ આધિ- વ્યાધિ- ઉપાધિના ચક્કરમાં સમય પસાર કરવો પડે. તે સિવાય આ સપ્તાહ પુત્રપૌત્રાદિકના કારણ આનંદનું રહે. તા. ૨૯ જુલાઇ રવિ, વિવાદથી દૂર રહેવું, શાંતિ રાખવી. ૩૦ સોમ, વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૩૧ મંગળ નોકરી-ધંધાના કામ અંગે ચંિતા રહે. ૧ ઓગસ્ટ બુધ હૃદય-મનને હળવાશ, આનંદ ઉત્સાહ રહે. ૨ ગુરૂ રક્ષાબંધનનું પર્વ સાનુકૂળ રહે. ૩ શુક્ર શારિરીક, માનસિક શ્રમ, થાક. ૪ શનિ, શાંતિથી દિવસ પસાર કરવો.

 

સંિહ (મ.ટ.)

 

તા. ૪ ઓગસ્ટથી શનિનું પરિભ્રમણ તુલા રાશિમાં શરૂ થાય છે તે તા. ૨-૧૧-૨૦૧૪ સુધી તાંબાના પાયે, આપની કાર્યસફળતા, પ્રગતિમાં, આનંદ ઉત્સાહમાં વધારો કરાવે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તમારા રૂકાવટવાળા કામ એક પછી એક ઉકેલાતા જાય. ઈ.સ. ૨૦૧૩-૨૦૧૪ આપની હવે પછીની જીંદગી માટે મહત્વની રહે. પુત્રપૌત્રાદિકની પ્રગતિ થાય. પત્નીના નસીબ, ભાગ્યથી ફાયદો, લાભ થાય. તા. ૨૯ જુલાઇ રવિ, ઉચાટ ઉદ્વેગ રહે. ૩૦ સોમ, શ્રાવણનો સોમવાર પુત્રપૌત્રાદિક, પરિવારથી આનંદનો રહે. ૩૧ મંગળ, નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા. ૧ ઓગસ્ટ, બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨ ગુરૂ રક્ષાબંધનનું પર્વ ખર્ચનું રહે, બહાર જવાનું થાય. ૩ શુક્ર નોકરી-ધંધાના કામમાં રાહત રહે, વધારાનું કામ થાય. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તન, જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ લાભદાયી રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

તા. ૪ ઓગસ્ટે શનિ આપની રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશતા, શનિની પનોતીનો છેલ્લો તબક્કો તા. ૨-૧૧-૨૦૧૪ સુધી સોનાના પાયે કષ્ટપીડા આપનારો રહેશે. આપના પુત્રપૌત્રાદિક, પરિવાર, કુટુંબના પ્રશ્ને, મકાન, વાહન, મીલકતના પ્રશ્ને, આપના આરોગ્યના પ્રશ્ને પ્રતિકૂળતાનો સમય રહે. નોકરી-ધંધામાં આવકની બાબતમાં ચંિતા રહે. પરંતુ જેમની જન્મકુંડલીમાં ગ્રહયોગ બળવાન હશે તેમને ઓછી તકલીફ પડે અને સૂળીનો ઘા સોયથી ટળી જાય. આ સપ્તાહમાં ચંિતા- ઉચાટ- વ્યગ્રતા રહે. તા. ૨૯ જુલાઇ રવિ, હરો ફરો પરંતુ કંઇ ગમે નહીં. ૩૦ સોમ, શ્રાવણનો સોમવાર છતાં હૃદય-મનને ઉચાટ રહે. ૩૧ મંગળ, નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૧ ઓગસ્ટ બુધ પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ૨ ગુરૂ રક્ષાબંધનનું પર્વ ખર્ચનું, વ્યસ્તતાનું રહે. ૩ શુક્ર નોકરી-ધંધામાં ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તન આગામી સમયમાં કષ્ટપીડા આપનારું રહે.

 

તુલા (ર.ત.)

 

તા. ૪ ઓગસ્ટથી શનિ આપના રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં, શનિની પનોતીનો બીજો તબક્કો તા. ૨-૧૧-૨૦૧૪ સુધી રૂપાના પાયે આપના પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાના ક્ષેત્રે લાભદાયી રહે. સંતાનની પ્રગતિ સફળતાથી આપ આનંદમાં રહો. આપની આવક, સુખસંપત્તિમાં વધારો થાય. આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ શનિનું સાનુકૂળ ફળ મળવાની શરૂઆત થાય. પરંતુ આ સપ્તાહ તન-મન-ધનથી- વાહનથી સંભાળવું. વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક કામમાં ચર્ચાવિચારણા, વિવાદથી દૂર રહેવું. તા. ૨૯ જુલાઇ રવિ, હળવાશ, રાહત છતાં ચંિતા રહે. ૩૦ સોમ, શ્રાવણી સોમવાર, ધર્મકાર્યથી આનંદનો રહે. ૩૧ મંગળ, નોકરી-ધંધાના કે અન્ય કામ અંગે કોઇને મળવાનું થાય. ૧ ઓગસ્ટ, બુધ સગા સંબંધી- મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ-ઉચાટ છતાં વ્યસ્ત રહેવું પડે. ૨ ગુરૂ વ્યવહારિક, સામાજિક, કૌટુંબીક કામમાં ચર્ચાવિચારણા, વિવાદથી દૂર રહેવું. ૩ શુક્ર બપોર પછી હળવાશ, રાહત પરંતુ જોખમી નિર્ણય કરવો નહીં. ૪ શનિ, શનિનું રૂપાના પાયે પરિભ્રમણથી રાહત.

 

વૃશ્ચિક (ન.ય.)

 

તા. ૪ ઓગસ્ટથી શનિ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં, તા. ૨-૧૧-૨૦૧૪ સુધી મોટી પનોતીનો પ્રથમ તબક્કો લોખંડના પાયે આપને કષ્ટપીડા આપનારો રહેશે. આપના આરોગ્યની બાબતમાં, નાણાંકીય આયોજનમાં, કૌટુંબીક પ્રશ્નમાં, નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં આગામી સમય તકલીફ, મુશ્કેલીનો રહે. પુત્રપૌત્રાદિકના પ્રશ્ન ચંિતા રહે. ભાગીદારીવાળા ધંધામાં વિવાદ, તોડફોડના કારણે તમારી આવકમાં, ધંધાની આવકમાં, યશ પ્રતિષ્ઠામાં ધક્કો પહોંચે. તા. ૨૯ જુલાઇ રવિ, ઉદ્વેગ. ૩૦ સોમ, શ્રાવણી સોમવારે, ધર્મકાર્યથી આનંદમાં રહો. ૩૧, મંગળ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧ ઓગસ્ટ બુધ યાત્રા પ્રવાસ, મુલાકાત, બહાર જવાનું થાય. ૨ ગુરૂ, રક્ષાબંધનનું પર્વ, ખર્ચ ચંિતા, દોડધામ રહે. ૩ શુક્ર નોકરી-ધંધામાં ધીરજ, શાંતિ રાખવી. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તન લોખંડના પાયે પ્રારંભના ત્રણ સો દિવસ વઘુ કષ્ટપીડા રખાવે.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

તા. ૪ ઓગસ્ટે શનિ તુલા રાશિમાં પ્રવેશતા, તા. ૨-૧૧-૨૦૧૪ સુધી તાંબાના પાયે શનિ આપને લાભકર્તા રહેશે. જેમની જન્મકુંડળીમાં ગ્રહયોગ બળવાન હશે તેમને વિશેષ ફાયદો, લાભ થાય. નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં યશ- પદ- ધનની પ્રાપ્તિ થાય. આવક, સુખસંપત્તિમાં વધારો થાય. વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક, ધાર્મિક કાર્ય, શુભકાર્યનો ખર્ચ થાય. વિવાદી પ્રશ્નમાં સમાધાનના સંજોગો સર્જાય. પરંતુ આ સપ્તાહ દરમ્યાન આરોગ્યની કાળજી રાખવી. યાત્રા પ્રવાસમાં સંભાળવું. તા. ૨૯ જુલાઇ રવિ, અસ્વસ્થતા, બેચેની. ૩૦ સોમ, શ્રાવણી સોમવારે ભક્તિ-પૂજાથી હળવાશ રહે. ૩૧ મંગળ નોકરી-ધંધાનું કામ થાય, પરંતુ ચંિતા રહે. ૧ ઓગસ્ટ, બુધ કામકાજમાં સાનુકૂળતા, હળવાશ. ૨ ગુરૂ રક્ષાબંધનનું પર્વ આનંદ, ખર્ચનું રહે. ૩ શુક્ર નોકરી-ધંધાના, બેંકના કામ અંગે વ્યસ્તતા રહે. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તન તાંબાના પાયે લાભદાયી રહેશે.

 

મકર (ખ.જ.)

 

તા. ૪ ઓગસ્ટે શનિ તુલા રાશિમાં રૂપાના પાયે પરિભ્રમણ શરૂ કરે છે તે તા. ૨-૧૧-૨૦૧૪ સુધી નોકરી-ધંધામાં આપને લાભદાયી રહે. આપના યશ- પદ- ધનમાં, સુખસંપત્તિમાં વધારો થાય. નોકરી-ધંધામાં નવું આયોજન, ફેરફારીના સંજોગો સર્જાય. પુત્રપૌત્રાદિકની પ્રગતિ, સફળતાથી આનંદ રહે. પત્નીપક્ષની, પિતૃપક્ષની ચંિતા ઉકેલાય. ભાગીદારીવાળા ધંધામાં સાનુકૂળતા ન રહેવાના કારણે છુટા થવું પડે. તે સિવાય આપે બી.પી., ડાયાબીટીસની અસરથી સંભાળવું. તા. ૨૯ જુલાઇ રવિ, પુત્રપૌત્રાદિકની ચંિતા. ૩૦ સોમ, શ્રાવણી સોમવારે ધર્મકાર્યથી આનંદ રહે. ખર્ચ થાય. ૩૧ ંમંગળ નોકરી-ધંધાના કે અન્ય કામકાજમાં જાગૃતિ રાખવી. ૧ ઓગસ્ટ બુધ માનસિક પરિતાપ રહે. ૨ ગુરૂ રક્ષાબંધનના પર્વની વ્યસ્તતા રહે. ૩ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તન આગામી સમયમાં લાભદાયી રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

તા. ૪ ઓગસ્ટથી શનિ તુલા રાશિમાં પ્રવેશ કરતાં તા. ૨-૧૧-૨૦૧૪ સુધી શનિનું પરિભ્રમણ સોનાના પાયે, ભાગ્યોદય પ્રગતિમાં રૂકાવટ, સંઘર્ષ રખાવે. હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય- મનને હળવાશ, શાંતિ, રાહત જણાય નહીં. નોકરી-ધંધામાં મહેનત- સંઘર્ષ વધારે અને આવક, સફળતા, જસ ઓછો જણાય. નોકરીમાં સ્થળાંતર થવાથી ખર્ચમાં વધારો થાય. પોતાને પરિવારને તકલીફ અનુભવાય. ધંધામાં ભાઇભાઇના, નોકરચાકર, કારીગરવર્ગ, ભાગીદારના પ્રશ્ને ધંધાનો વિકાસ, આવકમાં રૂકાવટ અનુભવાય. તા. ૨૯ જુલાઇ રવિ, ઉચાટ- ઉદ્વેગ રહે. ૩૦ સોમ, શ્રાવણી સોમવાર ધર્મકાર્યથી સાનુકૂળ રહે. ૩૧ મંગળ, વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧ ઓગસ્ટ બુધ, સગાસંબંધી, મિત્રવર્ગથી, પુત્રપૌત્રાદિકથી ચંિતા, ખર્ચ. ૨ ગુરૂ રક્ષાબંધનના પર્વે ખર્ચ, ચંિતા દોડધામ રહે. ૩ શુક્ર શાંતિથી દિવસ પસાર કરવો. ૪ શનિ, શનિનું રાશિ પરિવર્તન સોનાના પાયે આગામી સમયમાં રૂકાવટ, ચંિતા રખાવે.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

તા. ૪-૮-૨૦૧૨થી શનિની નાની પનોતી લોખંડના પાયે તા. ૨-૧૧-૨૦૧૪ સુધી આપને શારિરીક- માનસિક- આર્થિક કષ્ટપીડા રખાવે. નોકરી-ધંધામાં, ઘર-પરિવારના પ્રશ્નમાં શાંતિ, રાહત જણાય નહીં. માતૃપક્ષ, પિતૃપક્ષમાં બિમારી- ચંિતા-વિવાદનું આવરણ આવી જાય. સરકારી- રાજકીય- ખાતાકીય- કાનૂની કાર્યવાહીમાં આપની પીછેહઠ થાય. વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક પ્રશ્નમાં, પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા- વ્યથા- ઉચાટ રહે. તા. ૨૯ જુલાઇ રવિ શાંતિથી કામકાજ કરવું. ૩૦ સોમ, શ્રાવણી સોમવાર ધર્મકાર્યથી આનંદમાં રહો. ૩૧ મંગળ, નોકરી-ધંધામાં શાંતિથી કામકાજ કરવું. ૧ ઓગસ્ટ બુધ, વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨ ગુરૂ રક્ષાબંધનનું પર્વ પુત્રપૌત્રાદિકથી વ્યસ્તતાવાળું રહે. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. ૩ શુક્ર નોકરી-ધંધાના કામની ચંિતા રહે. ૪ શનિ, શનિની પનોતી લોખંડના પાયે શરૂ થતાં આગામી સમય કષ્ટપીડાનો રહે.

 

[Top]
 
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved