Last Update : 02-August-2012, Wednesday

 

એન ડી તિવારી ‘બાપ’ બન્યા !

- મન્નુ શેખચલ્લી
આખરે રોહિત શેખર નામના ૩૫ વરસના યુવાનને સુપ્રિમ કોર્ટે એનો ‘બાપ’ અપાવ્યો !
ડીએનએ ટેસ્ટ વડે સાબિત થયું કે ૭૮ વરસના પીઢ કોંગ્રેસી નેતા એનડી તિવારી એના બાયોલોજીકલ ફાધર છે.
આ એ જ એનડી તિવારી છે જે એક સમયે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા અને પછીથી ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે ગવર્નર-હાઉસમાં રાત્રે બબ્બે સેક્સ-વર્કરો સાથે રંગરેલિયાં મનાવતા વિડીયો કેમેરામાં ઝડપાઈ ગયા હતા !
* * *
સુપ્રિમના ચૂકાદા પછી કોંગ્રેસીઓમાં જોક ચાલી છે કે ‘‘ચાલો, એ રીતે પણ, કોંગ્રેસનો ‘પરિવાર’ વધી રહ્યો છે !’’
* * *
જોકે એનડી તિવારીનું ડીએનએ સેમ્પલ લેવાયું ત્યારે જ ડૉક્ટરોએ એમને ખાનગીમાં કહી દીઘું હતું કે ‘‘બધાઈ હો ! આપ બાપ બનનેવાલે હૈં !’’
* * *
બીજી એક જોક મુજબ, ભાજપવાળા કહે છે કે ‘‘ગાંધારીને ૧૦૦ પુત્રો શી રીતે થયા એ તો ખબર નથી, પણ ઘૃતરાષ્ટ્ર ૧૦૦ સંતાનના પિતા શી રીતે થયા એ હવે સમજાઈ ગયું !’’
* * *
દિલ્હીમાં એક અફવા એવી ચાલે છે કે ૩૫ વરસ પહેલાં ઉત્પાદન પામેલા ‘નિરોધ’ બ્રાન્ડના કોન્ડોમમાં ખરાબી હતી એવી એક ફરિયાદ બે-ચાર દિવસ પહેલાં જ દિલ્હીની કન્ઝયુમર કોર્ટમાં નોંધાઈ છે ! એ ફરિયાદી પુરા ૩૫ લાખની નુકસાની માગે છે ! (કહે છે કે ફરિયાદીનું નામ કંઈક નારાયણ દત્ત કે એવું કંઈક છે....)
* * *
અમુક કોંગ્રેસીઓ કહે છે કે એનડી તિવારીને કોંગ્રેસમાંથી કાઢી મુકવા જોઈએ. પણ બીજા કોંગ્રેસીઓની માગણી છે કે એનડીની ‘ક્ષમતાઓ’ જોતાં એમને ‘ખજુરાહો’ અને ‘કામસૂત્ર’ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ !
* * *
બીજી એક પ્રપોઝલ એવી છે કે એનડી તિવારીને ‘વ્યંધત્વ નિવારણ સેલ’ના ચેરમેન બનાવી દેવા જોઈએ.
* * *
એનડી તિવારી અને રોહિત શેખરને મેઈન રોલમાં ચમકાવતી નવી ફિલ્મો આવી રહી છે.
- બાપ કી કસમ
- બાપ તો ઐસે ન થે
- એનડી હોગા તેરા બાપ !
- મેરે બાપ, કહાં થે આપ
- ખોયા ખોયા બાપ...
- રબરને બના દીયા ડેડી
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved