Last Update : 02-August-2012, Wednesday

 

અંધારપટના અજવાળે

પરિસ્થિતિની ભયંકરતાનો અંદાજ આંકડાથી કદી આવતો નથી. છતાં વિહંગાવલોકન- બર્ડ્‌સ આઇ વ્યૂ- માટે જોઇએ તો, વીસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત બે દિવસ વીજળીની વહેંચણ કરતી પાવરગ્રીડ ખોરવાઇ. તેના કારણે એ પ્રદેશો એકવીસમી સદીના બીજા દાયકામાં કામચલાઉ ધોરણે સદંતર વીજળીવિહોણા બની ગયા. તેમાં દેશના પાટનગર દિલ્હીનો પણ સમાવેશ થઇ જાય. એક અંદાજ પ્રમાણે આશરે ૫૦૦ પાવર સ્ટેશન ખોટકાઇ ગયાં અને ૬૦ કરોડથી પણ વઘુ લોકો એક યા બીજી રીતે તેના અસરગ્રસ્ત બન્યા.
વર્તમાન સમયમાં સમગ્ર રાજ્યમાં બલ્કે સંખ્યાબંધ રાજ્યોમાં વીજળી ન હોય અને લાગલગાટ બે દિવસ વીજળીની વહેંચણનું નેટવર્ક ખોટકાયા કરે, તેની અસરો ક્યાં ન થાય? અધરસ્તે કે અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં અટવાઇ ગયેલી ટ્રેનો, ખાણોમાં ફસાયેલા ખાણીયા અને વીજળીવિહોણી હોસ્પિટલોની સરખામણીમાં ઘરમાં કે ઓફિસમાં પડતી મુશ્કેલીઓ સામાન્ય લાગે. મૂળભૂત અને આવશ્યક કહેવાય એવી અડધી સેવાઓ ખોરવાઇ જાય અને બાકીની અડધી પર એટલું દબાણ આવે કે તે જામ થઇ જાય છે.
કેન્દ્રમાં મંત્રીપદાનો બદલો થયો અને ચિદમ્બરમ નાણાં મંત્રાલયમાં જતાં ઊર્જામંત્રી સુશીલકુમાર શંિદેને ગૃહમંત્રીનો હોદ્દો મળ્યો, તેની સમાંતરે વીજળી પુરવઠો ખોરવાવાની સૌથી ગંભીર ઘટનાઓ લાગલગાટ બે દિવસ બની. કહો કે પાવરકટ અથવા પાવર ફેઇલ્યોર જેવા સરકારની નિષ્ફળતાઓ-નબળાઇઓ સંદર્ભે વપરાતા શબ્દપ્રયોગો બે દિવસ માટે શબ્દાર્થમાં વાસ્તવિકતા બની ગયા. દેશની ત્રણ-ત્રણ પાવર ગ્રીડ (ઉત્તર, ઇશાન અને પૂર્વ) ખોરવાઇ જતાં રાજ્યોનાં રાજ્યો શબ્દાર્થમાં અને ઘ્વન્યાર્થમાં અંધકારમાં ડૂબી ગયાં. અર્થતંત્રની ખોટકાયેલી ગતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા દેશ માટે બે દિવસમાં બે વાર આટલા મોટા પાયે ગ્રીડમાં ભંગાણ પડવાથી શરમજનક સ્થિતિ પણ સર્જાઇ. અવિરત વીજપુરવઠાની બાબતમાં ભારતની છાપ અમસ્તી બહુ સારી ન હતી, પણ આ ઘટનાક્રમથી તેને ઓર ધોખો પહોંચ્યો છે.
આવું કેમ થયું? વીજળીની વહેંચણી કંઇક આ રીતે થાય છેઃ કોલસો, પાણી, પેટ્રોલિયમ બળતણ કે અણુશક્તિથી ચાલતાં વીજમથકોમાં વીજળી પેદા થાય. એ વીજળી ગ્રીડ (વાયરનાં જાળાં) થકી સબસ્ટેશન કે લોડ સ્ટેશન સુધી પહોંચે. ત્યાંથી કંપનીઓ વીજળી ઘરે ઘરે પહોંચાડે. વીજળીનો સાદો સિદ્ધાંત એ છે કે તેનો સંગ્રહ કરી શકાતો નથી. એટલે પેદા થયેલી વીજળીને વાપરી નાખવી પડે. એમ કરવા જતાં વીજળીના જમાઉધારનો, માગ અને પુરવઠાનો ખ્યાલ પણ રાખવો પડે. કારણ કે વીજમથકોમાંથી પેદા થતી વીજળી ઓછી હોય અને રાજ્યોની જરૂરિયાત વધારે હોય, એવી સ્થિતિમાં રાજ્યો ગ્રીડમાંથી વીજળી ખેંચ્યા કરે, તો પુરવઠા કરતાં ઉપાડ વધી જાય. એ સંજોગોમાં ગ્રીડનું આખું માળખું ખોરવાઇ જાય.
આવું ન થાય એટલા માટે દરેક રાજ્યોને ગ્રીડમાંથી તેમણે કેટલી વીજળી ખેંચવી તેનો પુરવઠો બાંધી આપવામાં આવ્યો છે. પરંતુ રાજ્યોનાં વીજબોર્ડ હંમેશાં પોતાની મર્યાદામાં રહેતાં નથી.
આ વખતે સતત બે દિવસમાં બે વાર ત્રણ ગ્રીડ ખોરવાઇ જવાનું પ્રાથમિક કારણ પણ એ જ હોવાનું કહેવામાં આવે છે. પોતાને ફાળવાયેલી માત્રા કરતાં વધારે વીજળી ખેંચનારાં રાજ્યો તરીકે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવાં રાજ્યો ગવાઇ ગયેલાં છે. આ વખતે પણ પ્રાથમિક તપાસમાં અડધા દેશવ્યાપી અંધારપટ માટે આ રાજ્યો ભણી શંકાની આંગળી ચીંધાઇ છે.
નોર્ધન રીજિઓનલ લોડ ડીસ્પેચ સેન્ટરની સતત ચેતવણીઓ છતાં આ રાજ્યોની વર્તણૂંકમાં સુધારો આવ્યો નથી. તેમણ વીજળીની વહેંચણી માટેની ઓટોમેટિક સીસ્ટમ અપનાવવાનો ઇન્કાર કર્યો છે. બાકી, એ વ્યવસ્થાથી પણ આટલા મોટા પાયાનો ધબડકો નીવારી શકાય છે. અત્યાર લગી ઘણી વાર રાજ્યની વીજકંપનીઓને મર્યાદાભંગ કરવા બદલ નાનામોટા ઠપકા કે દંડનો રિવાજ હતો, પરંતુ તે સજા એટલી અપૂરતી રહેતી કે વીજકંપનીઓ ફરી વાર મર્યાદા ઓળંગતાં વિચાર ન કરે, બલ્કે જે થશે તે જોયું જશે એવી માનસિકતાથી ધરાર ફાળવાયેલા પુરવઠા કરતાં વઘુ વીજળી ખેંચે.
બે દિવસના અંધારપટ અને તેના પગલે થયેલા ઉહાપોહ પછી નિયમોનો ઉલાળીયો કરતાં વીજબોર્ડ ભણી સરકાર વધારે કડક થશે એવી અપેક્ષા રાખી શકાય. પરંતુ ત્યાર પછી પણ વિકાસના પંથે રહેલા દેશની વીજળીની સતત વધતી માગ અને તેને પહોંચી ન વળતા ઉત્પાદન વચ્ચે પડતી મોટી ઘટની ચંિતા કરવાની રહે છે. દેશના સંખ્યાબંધ પાવર પ્લાન્ટના પ્રોજેક્ટ એક યા બીજા કારણોસર અટવાઇ ગયા છે. સુશીલકુમાર શંિદેની જગ્યાએ નવા નીમાયેલા ઉર્જા મંત્રી વીરપ્પા મોઇલીએ આ બાબતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે બે દિવસની કારમી વીજકટોકટી માટે રાજ્યો ભણી આંગળી ચીંધવાની કસરતમાં પડવું ન જોઇએ. એને બદલે નવા પાવર પ્લાન્ટ આડે રહેલા અવરોધો દૂર કરીને ઉત્પાદન વધારવા પર ઘ્યાન આપવું જોઇએ.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved