Last Update : 02-August-2012, Wednesday

 

આજે બે મહત્વના ધાર્મિક પ્રસંગો
જનોઈ બદલવાની પ્રક્રિયા પકડ ગુમાવતી જાય છે..

 

- રક્ષાબંધન લોકપ્રિય તહેવાર બની ગયો છે ઃ યજ્ઞોપવિતનું મહત્વ

 

આજનો દિવસ બે મહત્વના ધાર્મિક પ્રસંગો સાથે વણાયેલો છે. રક્ષાબંધન અને જનોઇ બદલવી. રક્ષાબંધન ખૂબ પ્રચલિત છે અને ઘેર-ઘેર હંસી-ખુશીની શામ સમાન બની જાય છે જ્યારે જનોઈ બદલવાની પ્રક્રિયા ધીરે ધીરે પકક્ડ ગુમાવતી જાય છે. જનોઈનું મૂલ્ય ના આંકી શકાય એટલું છે પરંતુ સમય પરિવર્તનની ઝપટમાં આ પ્રક્રિયા આવી ગઇ છે. જોકે મેટ્રો-સીટી લેવલે જનોઈ બદલવાની પ્રક્રિયા ઘરમાં ગાયત્રી મંત્ર બોલીને કરી દેવાય છે જ્યારે ટાઉન લેવલે સમુહ યજ્ઞોપવિતના કાર્યક્રમો યોજાય છે.
યજ્ઞોપવિત ધારણ કરતી વખતે ગાયત્રી મંત્રની દિક્ષા આપવામાં આવે છે. પ્રત્યેક દ્વિજે (બીજો જન્મ લેનાર) ગાયત્રી જાણવી અનિવાર્ય છે. તે જ રીતે ઉપવીત ધારણ કરવું એ પણ અનિવાર્ય છે. યજ્ઞોપવિતમાં મુખ્ય ત્રણ તાર છે. ગાયત્રીના ત્રણ ચરણ છે. ૧. તત્સવિતુર્વરેણિયં ૨. ભર્ગોદેવસ્ય ધમહિ ૩. ધિયોયોનઃ પ્રચોદયાત્‌. યજ્ઞોપવિતન્ય દરેક તારમાં ત્રણ ત્રણ બીજા તાર છે. એટલે નવ તાર થયા. જેનું ઘણું જ રહસ્ય છે. નવ તારોત્વ નવ ગુણો નવ રત્નો સમાન છે. ૧. જીવન વિજ્ઞાનું જ્ઞાન ૨. શક્તિ સંચયની નીતિ ૩. શ્રેષ્ઠત્વ ૪. નિર્મળત્વ ૫. દિવ્યદ્રષ્ટિ ૬. સદ્‌ગુણત્વ ૭. વિવેક ૮. સંયમ અને ૯ સેવા. ગાયત્રીના ત્રણ ચરણના દરેકના ૩-૩ પદ છે. ૧. તત્‌સવિતુ, વરેણ્યં ૨. ભર્ગો, દેવસ્ય, ધીમહિ, અને ૩. ધિયો, યોનઃ, પ્રચોદયાત્‌. જેમાં પણ ગૂઢ રહસ્ય સમાયેલ છે. યજ્ઞોપવિતમાં ત્રણ ગ્રંથિઓ (ગાંઠો) અને એક બ્રહ્મગ્રંથિ છે. ગાયત્રીની ત્રણ આહુતિઓ ભૂ ભુવઃસ્વઃ અને એક પ્રણવ ૐ છે.
યજ્ઞોપવિતનો સારાંશ છે કે ‘‘યોગ્ય માર્ગે પોતાની શક્તિઓને વધારે અને અંતઃકરણને ઉદાર રાખીને પોતાની શક્તિનો મોટો ભાગ લોકહિતમાં વાપરે.’’ આવી કલ્યાણકારી નીતિથી ચાલનારો માણસ વ્યક્તિ અને સમષ્ટિમાં સુખ-શાન્તિ પ્રાપ્ત કરે છે.
પવિત્ર અને શુભ ગણાતા શ્રાવણ માસના પુનમનાં ‘રક્ષાબંધન’ તહેવારને ઉજવવામાં આવે છે. આ દિવસને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં એવી માન્યતાઓ રહી છે કે મહર્ષિ દુર્વાસાએ ગ્રહોનાં પ્રકોપમાંથી બચવાનાં હેતુએ આ રક્ષાબંધનની વ્યવસ્થા કરી હતી. પરંતુ આજનાં જમાનામાં રક્ષાબંધન તહેવાર ભાઇ ને બહેન વચ્ચેનાં નિર્દોષ - નિર્મળ પ્રેમની ભાવના રહી છે. ભારત પરંપરાગત ભાવનાત્મક તેમજ સંવેદનશીલ દેશ રહ્યો છે. તે માટે સામાજિક સ્તરે આખા દેશને એક સૂત્રતાથી બાંધવાને રક્ષાબંધનનું પર્વ એક વિશિષ્ટ ભૂમિકા ભજવી રહ્યું છે. આ તહેવારને તમામ સંપ્રદાયના લોકો ભાવથી ઉજવે છે. - આ તહેવાર અંગે એક ધાર્મિક માન્યતા રહી છે. દેવરાજ ઈન્દ્રની પત્ની ઈન્દ્રાણી શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે ગુરુ બ્રહસ્પતિ પાસે ગઇ હતી. ત્યારે ઈન્દ્રને વિજય પ્રાપ્તિ થાય તે માટે રક્ષા બાંધવાનો ઉપાય સૂજવ્યો હતો. ૠગ્વેદમાં આ અંગે ઉલ્લેખ છે. દેવરાજ ઈન્દ્ર જ્યારે રાક્ષસો સાથે યુઘ્ધ કરવા જવાને નીકળ્યા ત્યારે તેમની પત્ની ઈન્દ્રાણીએ ઈન્દ્રનાં હાથે હીરનાં તાંતણા બાંઘ્યા હતાં. અને તેમણે યુઘ્ધમાં રાક્ષસોને પરાજય આપ્યો. આથી એ પ્રમાણિત થયું કે આદીકાળથી રક્ષાબંધનનું પર્વ ભાઇ-બહેન પૂરતું જ મર્યાદિત ન હતું. આ તહેવારની વિશિષ્ટતા વ્યાપક રહી હતી અને સુરક્ષા- સલામતીની નજરે પત્નીઓ પણ પોતાનાં પતિનાં રક્ષણ કાજે હીરનાં તાંતણા બાંધતી આવી હતી. આ પ્રકારે માતા કુંતિએ અભિમન્યુને હાથે રક્ષા બાંધી હતી. પરંતુ સમયાન્તરે આ તહેવાર માત્ર ભાઇબહેન સુધી મર્યાદિત બની રહ્યો. ઐતિહાસિક દ્રષ્ટિએ આ માટે મહત્વનાં વર્ણનો જુદા બતાવ્યા છે. કહેવામાં આવે છે કે મઘ્યયુગનાં સમયે ભારતમાં વિદેશીઓનાં અત્યાચારોથી બચવાને તેમજ સલામત સુરક્ષિત રહેવાને માટે બહેન પોતાનાં સગાભાઇને રક્ષાનાં સૂત્રો બાંધવા લાગી હતી. આ દિવસે દેશના ઘણાં ભાગોમાં વરુણ દેવની પણ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં પવિત્ર સરોવર અથવા તો નદીમાં સ્નાનવિધિ પૂર્ણ કર્યા બાદ સૂર્યદેવને અર્ઘ્ય આપશું આ વિધાનનું અગત્યનો હિસ્સો રહ્યો છે. સ્નાનવિધિ પૂર્ણ થયા પછી પોતપોતાનાં ગોત્રનાં વૈદિક પાઠો કરવામાં આવે છે. બ્રહ્મદેવો પોતાની જૂની જનોઈને ઉતારીને નવી જનોઈ આ દિવસે ધારણ કરે છે. પુરાણોમાં શ્રાવણ માસની પૂર્ણિમાને રક્ષાબંધન પર્વ, બ્રાહ્મણો દ્વારા આપવામાં આવતાં આશીર્વાદ કર્મ પણ માનવામાં પણ આવે છે. વામન કથામાં રક્ષાબંધનનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપ ધરીને રાજા બલીને દ્વારે- બલી પાસે સંકલ્પ કરાવીને ત્રણ ડગ ભૂમિ માગતા, આ ત્રણે ચરણોમાં ત્રણે લોકોને માપી લીઘું. ભગવાન વિષ્ણુએ બઘું જ માપી લીઘું! સ્વયં બલીને પણ માપમાં લઇને તેમને પાતાળમાં ઉતારી દીધા ભગવાન વિષ્ણુ બલીને પ્રસન્ન થઇ ભગવાનનું રક્ષણ પ્રાપ્ત થયાનું વચન લીઘું હતું. રક્ષાબંધનની આ પરંપરા ત્યારથી આજ સુધી અનેક રીતે ઉજવાઇ રહી છે. યમુનાજીએ યમદેવને રાખડી બાંધી હતી. ત્યારે યમદેવે કહ્યું હતું કે જે મનુષ્ય આ રાખડી બાંધશે તેને યમદૂતો યાતનાઓ કે કષ્ટો આપશે નહીં- વાસ્તવિક અર્થ એ થયો કે રાખડી - રક્ષા દ્વારા બહેને પોતાનાં ભાઇને માટે એ સંકલ્પ કર્યો હતો. જેનાથી તે ભાઇ કઠણાઇ ભર્યા પડકારોનો હંિમતપૂર્વક સામનો કરી સફળતા મેળવે અને અજય ગણાતા એવાં લક્ષ્યોને મેળવી તેનાં પર વિજય પ્રાપ્ત કરે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 

 

 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved