Last Update : 02-August-2012, Wednesday

 

ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો

- ગુજરાતી વિષયના સ્ટુડન્ટ્‌સ ગુજરાતીનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી શકે તે હેતુસર સહજાનંદ કોલેજ દ્વારા એક અઠવાડિયાની વ્યાખ્યાન માળા શરૂ કરવામાં આવી છે.

મઘ્યકાલીન ગુજરાતી સાહિત્ય જેને ક્રિએટીવ સાહિત્ય કહેવામાં આવતું હતું, ભલેને પછી નરસંિહના પદો, અખાના છપ્પા,ભોજાના ચાબખા અને વલ્લભના ગરબાની વાત હોય. મઘ્યકાલિન ગુજરાતી સાહિત્ય પ્રભાવશાળી એટલા માટે હતું કે કવિઓ દસ પક્તિમાં આખા બ્રહ્માંડની વાત રજૂ કરતા હતા. ઓછા શબ્દોમાં વિશાળ જ્ઞાન એટલે મઘ્યકાલીન ગુજરાતી સાહિત્ય. ગુજરાતી વિષયના સ્ટુડન્ટ્‌સ ગુજરાતીનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરે તે માટે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સહજાનંદ કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા પ્રથમ અને બીજા વર્ષના સ્ટુડન્ટ્‌સ માટે ‘વ્યાખ્યાન માળા’ની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓને ગદ્ય-પદ્ય, નવલકથા, વગેરે જેવી તમામ વસ્તુઓ કે જે ગુજરાતી ભાષા સાથે સંકળાયેલી છે. તેની માહિતી આપવામાં આવી રહી છે. આ વ્યાખ્યાન માળામાં ગુજરાતી ભાષાના થિયરીટીકલ નોલેજની સાથે પ્રેક્ટિકલનોલેજ પણ આપવામાં આવી રહ્યા છે. સહજાનંદ કોલેજની આ વ્યાખ્યાન માળા ૩૦મી થી લઈને ૪થી ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે. જેમાં સ્ટુડન્ટ્‌સને દરેક દિવસે ગુજરાતી વિષયના અલગ અલગ જ્ઞાનના પાઠ ભણાવવામાં આવશે. આ વ્યાખ્યાન માળામાં વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમના અનુસાર જ અલગ અલગ વિષય નક્કી કરવામાં આવ્યા છે. જેેમાં આખ્યાન સ્વરૂપ, માણભટ્ટની પરંપરા,નવલકથા સ્વરૂપ અને વિકાસ, નિબંધનું સ્વરૂપ વગેરે જેવા વિષયો નક્કી કરવામાં આવ્યા છે. આ વ્યાખ્યાન માળામાં ત્રણ દિવસ અભ્યાસ ક્રમના અંતર્ગત વસ્તુઓ વિદ્યાર્થીઓને શિખવામાં આવશે. અને એક દિવસ એવો આપવામા આવશે જેમાં ભાષા શુદ્ધીનું જ્ઞાન આપવામાં આવશે.
આ અંગે પ્રોફેસર જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ આમ તો આ અત્યારે ઘણી કોલેજોમાં ફ્રેશર્સ પાર્ટી આપવામાં આવી રહી છે. ત્યારે અમારો આ એક નવીનતમ પ્રયોગ છે. જેનાથી સ્ટુડન્ટ્‌સને ગુજરાતી ઘણો ફાયદો થાય એમ છે. આ વસ્તુથી વિદ્યાર્થીઓને એક નવું ડાયમેન્શન મળી રહેશે. સાથે સાથે બીજી કોલેજમાંથી આવતા પ્રોફેસર્સનું નોલેજ પણ તેમને મળી રહેશે. અમારા દ્વારા આ વ્યાખ્યાન માળા એટલા માટે રાખવામાં આવી છે. આપણા સ્ટુડન્ટ્‌સને ગુજરાતી ભાષાનું પૂરેપુરુ જ્ઞાન મળી રહે.
આ અંગે સ્ટુડન્ટ ભારતી કહે છે કે આ વ્યાખ્યાન માળા દ્વારા અમને પણ ઘણો ફાયદો થશે. કારણ કે જે વ્યક્તિ દ્વારા લખાયેલી વસ્તુઓ અમે આખુ વર્ષ ભણતા હોઈએ અને જો અમે એ વ્યક્તિને ઓળખતા જ ન હોઈએ તો નુકસાન તો અમને જ છે. આ વ્યાખ્યાન માળામાં અમને એ દરેક વ્યક્તિનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. જેના વિશે આગામી સમયમાં અમે જ્ઞાન મેળવવાના છીએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved