Last Update : 02-August-2012, Wednesday

 

BRIC દેશો વિકાસની સમસ્યાથી અસરગ્રસ્તકોંગ્રેસની પ્રશંસનીય પસંદ હમીદ અન્સારી

ઓનલાઇન - અરૃણ નહેરૃ
 

ઉત્તરપ્રદેશમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે માયાવતી ધમાકેદાર પાછા ફરશે. કોંગ્રેસ અને ભાજપ માટે પણ તક ઊભી થશે

 

અચોક્કસ સ્થિતિ અસલામતી લાવે છે ઃ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ભવિષ્યના નેતૃત્વનો સવાલ ઃ દિલ્હીમાં કચરાના નિકાલ માટે પગલાં જરૂરી

 

રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં પ્રણવ મુખરજી જીતશે અને વિપક્ષ એનડીએના ઉમેદવાર હારશે એ શરૂઆતથી જ નિશ્ચિત બની ગયું હતું. રાષ્ટ્રપતિ પદના જંગનો પ્રથમ રાઉન્ડ તો કોંગ્રેસ પ્રણવની પસંદગી સાથે જ જીતી ગઈ હતી. ઉપરાષ્ટ્રપતિ તરીકે કોંગ્રેસે હમીદ અંસારીને પસંદ કર્યા તે પ્રશંસનીય છે પરંતુ સામે એનડીએની જશવંતસંિહ પર પસંદગી પણ આવકારદાયક છે. આ ચૂંટણીમાં કોણ જીતશે એ મહત્વનું નથી પરંતુ બંને પક્ષો તરફથી હોદ્દાની ગરમીના ઘ્યાનમાં લઈને ચૂંટણી લડાવી જોઈએ. આવી સ્થિતિમાં આપણે સૌ વિજેતા તરીકે ઉભરી આવીએ છીએ.
ચૂંટણીઓની પ્રક્રિયા દરમ્યાન જનતા દળ (યુ)ના પ્રમુખ શરદ યાદવના નિવેદનોથી મને બહુ આશ્ચર્ય થયું નથી. જો કે એટલું સ્પષ્ટ છે કે એનડીએ અકબંધ છે. પરિસ્થિતિ પ્રવાહી છે. હું ફરી કહું છું કે કોઇએ પણ પોતાના પત્તા ખોલવા ના જોઈએ. દરેક પક્ષને પોતાના કારણો હોય છે પરંતુ દરેક ભવિષ્યને ઘ્યાનમાં રાખીને આગળ વધે છે તે પણ હકીકત છે. યુપીએ-ટુના સાથી પક્ષો દરેક મદ્દે રાજકીય અને આર્થિક લાભ ઉઠાવે છે. પરંતુ યુપીએ તરફથી જવાબદારી સ્વિકારવા તૈયાર નથી. અંતે બચવા માટેની કંિમત ચૂકવાય છે. સરકારને ટેકો આપવાના સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીને પોતાના કારણો છે. જયારે આરજેડીના વડા લાલુપ્રસાદ પાસે તો કયાંય જઈ શકાય એમ નથી માટે ટેકો આપે છે જયારે કર્ણાટકની અચોક્કસ સ્થિતિમાંથી લાભ મેળવવાની તકની રાહ જોઈને જેડી (એસ) બેઠું છે.
૨ય્ ટેલિકોમ કૌભાંડમાં જેમણે લાભ ઉઠાવ્યો છે તેને આવતી કાલે તેની કંિમત ચૂકાવવી પડશે પરંતુ યુપીએ-ટુ સરકારને હંમેશા આ કૌભાંડ યાદ રહેશે. આમ આદમી આ અંગે ઘણા પ્રશ્નો પૂછવા માગે છે. આ કૌભાંડ દેશના આર્થિક તંત્રને નુકશાન કર્તા છે કે રાજકીય જોડાણને ડામાડોળ બનાવનાર છે ? કેટલાક રાજ્યોને સ્પેશ્યલ પેકેજથી રાહત આપવામાં આવી છે તે આમ આદમી કે ૨૪ કલાક કાર્યરત રહેતા સમાચાર માઘ્યમોની નજરથી દૂર રહી શકયું નથી.
રાજકારણ અનેક અપેક્ષાઓ ઉભી કરે છે, ઘણી વાર આવી અપેક્ષાઓ સંતોષાતી નથી. ઉત્તર પ્રદેશમાં આપણે ગુનાખોરીમાં થઇ રહેલાને જોઈ રહ્યા છીએ. એક વાત એ પણ છે કે એકવાર જે ઇમેજ ઉભી થઈ હોય છે તે બદલવી મુશ્કેલ હોય છે. બહુ જણાના હાથમાં સત્તા હોઈ હવે રાજકીય હનીમૂન પુરું થયું છે. મને લાગે છે કે ફરી વાર માયાવતીનું બીએસપી ધમાકેદાર રીતે પાછું આવશે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો મુખ્ય છે તે બિહારની સ્ટાઈલ તરફ આગળ વધી રહ્યું છે. કેટલા વિધાનસભ્યો સાથે જીત્યા છે તેનો કોઇ અર્થ રહેતો નથી જયારે ફેડીબીલીટી ગુમાવવામાં આવે છે. આ સ્થિતિમાં બીએસપી માટે માત્ર તક નથી પરંતુ મતદારો પર ગુમાવેલી પક્કડ પાછી જમાવવા ભાજપ અને કોંગ્રેસ પાસે પણ તક છે. મુલાયમસંિહ યાદવ સતત પોતાની સભ્ય સંખ્યાના જોરે આગળ વધીને કેન્દ્ર પાસે લાભ મેળવે છે, પરંતુ આ તો ટૂંકાગાળાના લાભ છે પરંતુ મને નથી લાગતું કે ભવિષ્યમાં પણ આવો લાભ ઉઠાવી શકાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ઘણાં વચનો આપ્યા છે. આ સ્થિતિમાં સફળતા અને નિષ્ફળતા સાથે ચાલતા હોય છે. હકીકત તો એ છે કે ઉત્તર પ્રદેશમાં જીત મેળવ્યાનું હનીમૂન ઓસરી ગયું છે અને ભવિષ્ય માટે સુધારણાના અનેક પગલાં લેવા પડશે.
વૈશ્વિક આર્થિક તંત્રને આર્થિક બાબતોના મુદ્દા સતાવી રહ્યા છે. ગયા અઠવાડીયે મેં લખ્યું હતું કે યુરોપના દેશોમાંથી કોઈ સમસ્યા બહાર નહીં આવે પણ આર્થિક મંદીને નિવારવા કોઈ જાદુઈ લાકડી નથી હોતી તે પણ હકીકત છે.
યુકે તેમજ ફ્રાંસ, સ્પેન, જર્મની અને ઇટાલી, પોર્ટુગલ તેમજ બેલ્જીયમ જેવા યુરોપના દેશો છેલ્લા ૧૦૦ વર્ષથી સંસ્થાનો (સંસ્થાકીય સત્તા) લાભ ઉઠાવી રહ્યા હતા. યુકે જેવા દેશમાં તો આર્થિક તંત્ર તેમની મૂળ કરતાં દશગણી વસ્તિના કારણે વિકાસ પામી શકયું હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક તંત્ર ફડચામાં ગયું હતું. ઘણા દેશો દેવાળીયા બની ગયા હતા. જો કે આ સમય પસાર થયાને ઘણો સમય ગયો છે, રાજકીય અને આર્થિક ફેરફારો ઘણી જગ્યાએ થયા છે પરંતુ હકીકતનો સ્વીકાર કરવા કોઈ તૈયાર નથી.
મ્ઇૈંભ દેશો (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન) સદીઓથી સંસ્થાકીય પ્રભુત્વ હેઠળ હતા પરંતુ ૫૦-૭૫ વર્ષથી તેમણે પોતાની ક્ષમતા ઉભી કરવામાં સફળતા મેળવી છે. આજની સ્થિતિ તો એ છે કે મ્ઇૈંભ દેશો યુએસએ ને યુરોપના આઉટપુટ સાથે કદમ મીલાવી રહ્યા છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ઓછો વિકાસ દર અને મંદીના કારણે શું તે ટકી રહેવાની ક્ષમતા ઉભી કરી શકશે. યુરોપનો ફેસ મઘ્યમવર્ગ બદલી રહ્યો છે. એવી જ રીતે ભારતમાં આમઆદમી બદલાઈ રહ્યો છે.
૨૦૧૨ મને બહુ મુશ્કેલભર્યો ગાળો દેખાઈ રહ્યો છે, એવું જ ૨૦૧૩માં પણ જોવા મળશે. યુપીએ ટુએ પ્રયાસો કરવા પડશે પરંતુ મને વડાપ્રધાન અને તેમની આર્થિક સલાહકારોની ટીમ પર વિશ્વાસ છે. આપણી પાસે વિકલ્પો છે, તે જરૂરી પણ છે પરંતુ કામ કરનારાઓ અને જોનારાઓ વચ્ચેનો ભેદ પારખવાની જરૂર છે. આર્થિક સલાહકારોની જે ટીમે ૨૦૦૮ની સ્થિતિમાં સમતોલ સ્થિતિ જાળવવાનું કામ કર્યુ ંછે. તે ભૂલી શકાય તેમ નથી. વરસાદ છૂપા-છૂપીનો ખેલ ખેલી રહ્યો છે. હું રોજ બીબીસી અને સીએનએન બંને પર રોજ દિવસમાં ત્રણ વાર હવામાનના નકશા પર નજર રાખું છું. દિલ્હી અને મેહરુલીમાં વીજળીની સ્થિતિમાં સુધારો થયો છે જયાં રોજ ૬ થી ૮ કલાકનો પાવર કટ રહેતો હતો ત્યાં એક કલાકનો પાવર કટ ચાલે છે તે આવકાર દાયક છે. ઘણીવાર નેતાઓને પ્રજાની વિરૂઘ્ધમાં જવું પડે છે. દિલ્હીના મુખ્ય પ્રધાન શિલા દિક્ષીતે યોગ્ય નિર્ણય લીધો હતો. મને લાગે છે કે કચરાના નિકાલ માટે કંઈક કરવું જોઈએ. કયાં તો તેને ખાનગી સંસ્થાને સોંપવું જોઈએ. આ કામની વધારાની કંિમત ભોગવવામાં કોઈને વાંધો નહીં આવે. ભારતમાં દિલ્હી નંબર વન શહેર છે. મને આશા છે કે ભવિષ્યમાં પણ આ નંબર જળવાઈ રહે એવું લોકો કરશે.
કોંગ્રેસ અને ભાજપ બંનેએ આગામી ત્રણ માસમાં તેમની ટોચની નેતાગીરી માટે ઘણું કરવું પડશે. જો કે આ કામ આસાન નથી. હાલમાં જ કાંઈ રાજકીય પગલાં લેવાય તે આમૂલ પરિવર્તન વાળા ના હોવા જોીએ. જે કંઈ પગલા લેવાય તે ભવિષ્ય માટેના મેસેજ સમાન હોવા જોઈએ.
અચોક્કસ સ્થિતિ અસલામતિ સ્થિતિ લાવે છે અને જયારે નજર સામે ૧૦૦૦ ટીવી ચેનલો હોય ત્યારે દર કલાકે કટોકટીભરી સ્થિતિ જણાય છે. આપણે જાણીએ છીએ કે રાજયોમાં પ્રાદેશિક પક્ષોનું નેતૃત્વ કોણ કરે છે જયારે કોંગ્રેસ અને ભાજપમાં ભવિષ્યમાં કોણ નેતૃત્વ કરશે તે જોવાનું રહ્યું. આ માટે કોની ટીમ બને છે અને તે કેવી રીતે કામગીરી શકય બનાવે છે તે જોવાનું રહ્યું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 

 

 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved