Last Update : 02-August-2012, Wednesday

 

ઓલિમ્પિક્સનાં શબ્દ-કાર્ટૂનો...

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- આપણા દેશમાં જ્યાં જુઓ ત્યાં કાર્ટૂનો છે પણ ક્યારેક ઓલિમ્પિક્સનાં કાર્ટૂનો પણ જુઓ...

 

આપણે ત્યાં કાર્ટુનિસ્ટોનો દુકાળ પડ્યો છે (અને એમાં મુખ્યમંત્રીજી કોઈ દુકાળ રાહતકાર્ય કરી શકે એમ નથી!) પરંતુ અમારા ફળદ્રુપ ભેજામાં જાતજાતનાં કાર્ટુનો ખદબદતાં હોય છે! એટલે, આખરે આ રીતે અમારે ‘શબ્દ-કાર્ટુનો’ લખીને અમારી દાઝ કાઢવી પડે છે...
* * *
દોડની સ્પર્ધા
પાકિસ્તાનના એક આર્મી ચીફ ટાઈપનો અફસર પત્રકાર પરિષદમાં કહી રહ્યો છે ઃ
‘‘અમે લાંબી દોડ, ટુંકી દોડ, રીલે દોડ, વિધ્નદોડ કે મેરેથોન દોડ... એવી કશીય દોડમાં ખેલાડીઓને મોકલ્યા જ નથી. કારણ કે સારી રીતે ભાગી શકે એવા તમામ લોકો પાકિસ્તાન છોડીને વિદેશોમાં ભાગી ગયા છે!’’
* * *
બોક્સરોનો દબદબો
રમત-ગમત ખાતાના બે ભારતીય ઓફીસરો વાત કરી રહ્યા છે.
ઓફીસર (૧) ઃ ‘‘ભાઈ સાહેબ, આપણા દેશના મુક્કાબાજો આજકાલ બહુ મેડલો જીતી લાવે છે. એનું કારણ શું?’’
ઓફીસર (૨) ઃ ‘‘જવા દો ને, માત્ર આ મુક્કાબાજો જ એવા ખેલાડીઓ છે જેમને અમારે પુરેપુરું ખાવાનું, પુરેપુરું ભથ્થું અને પુરેપુરી સગવડો આપવી પડે છે. નહંિતર...’’
* * *
સલામતીનાં કારણસર
ઓલિમ્પિકના વિશાળ સ્ટેડિયમના વિશાળ પ્રવેશદ્વાર આગળ છ-સાત કાળાં કપડાંવાળા સિક્યોરીટી ઓફીસરો ઊભા છે.
એમની સામે કન્ફ્‌યુઝ ડાચાંવાળા ૨૦-૨૫ ખેલાડીઓ ઊભા છે.
બધાના મોં પરથી માખ પણ ઉડે તેમ નથી. કોઈના હાથમાં લાંબા લાંબા ભાલા છે, કોઈના ખભે તીરંદાજીનાં તીરકમાન છે, કોઈ પાસે પટાબાજીની તલવારો છે, કોઈના હાથમાં લોખંડના ગોળા, કોઈના હાથમાં લોખંડની રકાબી તથા કંઈ કેટલાયના હાથમાં એર-ગન ટાઈપની રાઈફલો છે...
કાળા કપડાંવાળો એક ઓફીસર એમને કહી રહ્યો છે ઃ ‘‘તમારો સામાન અહીં બહાર મુકીને જવું પડશે. કારણકે સલામતીનાં કારણોસર હથિયારો લઈ જવાની મનાઈ છે!’’
* * *
આરબ શેખનો
સ્પોર્ટ્‌સ-પ્રેમ
ઓલિમ્પિક્સ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સમાં જ્યાં સ્વિમંિગની સ્પર્ધાઓ થવાની છે ત્યાં બે ત્રણ ડઝન મહિલા સ્વિમરો પ્રેક્ટીસ કરી રહી છે.
એક બ્રિટીશ અધિકારીએ એક ઊંચા પહોળા આરબ શેખ અને તેના સાંઠીકડા જેવા સેક્રેટરીને અંદર આવતાં અટકાવ્યા છે.
શેખ એના સેક્રેટરીને કહે છે ‘‘ઉઈ વૂઈ, માશાઅલ્લા, ઉસકુ બતાઓ કિ હમ તો ઈદર સે દસ-બાર બીવી ખરીદને કુ આયા હેઈ! વૂઈવૂઈ...’’
* * *
ગોલ્ડ-મેડલના દાવેદારો!
શબાના આઝમી, જાવેદ અખ્તર, મહેશ ભટ્ટ, શોભા ડે, તિસ્તા સેતલવાડ, મેધા પાટકર, પ્રણવ રૉય, બરખા દત્ત, વીર સંઘવી અને એના જેવા ૩૦-૪૦ પ્રખર બુઘ્ધિજીવીઓ વિશાળ ઓલિમ્પિક્સ સ્પોર્ટસ કોમ્પ્લેક્સના વિશાળ પ્રવેશદ્વારે ઊભા છે.
બધા બહુ જુસ્સામાં છે! એ લોકો સિક્યોરીટીવાળાને ખખડાવીને પૂછી રહ્યા છે ઃ ‘‘જલ્દી બોલો, અહીં સેમિનાર હોલ ક્યાં છે? અમે લોકો ‘ડિસ્ક્સ-થ્રો’માં ભાગ લેવા આવ્યા છીએ!!’’
* * *
સૌથી જબરા ખેલાડીઓ
ઉદ્ધાટન સમારંભની પરેડમાં અચાનક સૂટ-બૂટ પહેરેલા ૩૫થી ૬૫ વરસની ઉંમરના ફાંદવાળા, ચશ્માવાળા, ટાલવાળા અને સફેદ વાળવાળા માણસોની આખી ટીમ દાખલ થઈ રહી છે!
નવાઈથી એમને જોઈ રહેલા પ્રેક્ષકો તરફ જોઈને એ લોકો કહે છે ઃ
‘‘અમે ‘ટેક્સ-હેવન’ દેશોના અસલી ખેલાડીઓ છીએ!’’
* * *
જોરદાર પર્ફોર્મન્સ
‘સ્લમડોગ મિલિયોનેર’ના ડીરેક્ટર ડેની બૉયલ ઓલિમ્પિક્સના ઉદ્ધાટન સમારંભમાં જ્યારે હવામાં ઉડતા હેલિકોપ્ટરમાંથી લટકતા દોરડા પર જેમ્સ બોન્ડ ઈંગ્લેન્ડની ક્વીનને બચાવીને લાવે છે અને છેક સ્ટેડિયમમાં ઉતારી દે છે એવો સ્ટંટ બતાડે છે, એ જોઈને એક ઈન્ડિયન ડેની બોયલને કહી રહ્યો છે ઃ
‘‘અરે યાર! પહેલાં કહેવું હતું ને? અમારા ઈન્ડિયામાં કોમનવેલ્થની ગેઈમ્સ થઈ ત્યારે સુરેશ કલમાડીને આ રીતે આકાશમાંથી સ્ટેડિયમમાં પડતો મુકવાનો હતો! એ માટે તો તમારે ડમી વાપરવાની યે જરૂર નહોતી!!... ઓડીયન્સને મઝા પડી જાત!’’
* * *
અને છેલ્લે...
વિશાળ ઓલિમ્પિક્સ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં મધરાત થઈ ગઈ છે. ચારે બાજુ સન્નાટો છે. એવા સમયે એક ચોકીદાર એના ઓફીસરને કહે છે ઃ
‘‘સાહેબ, આજે રાત પડે પછી આ એક પ્રેક્ષક આવીને એ જ જગ્યાએ ગોઠવાઈ જાય છે...’’
ચોકીદારે જે તરફ આંગળી ચીંધી છે ત્યાં ઊંચે ઊંચે એક છતની પાળી પરથી ‘બૅટમેન’ ઊંધો લટકી રહ્યો છે!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 

 

 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved