Last Update : 02-August-2012, Wednesday

 

રક્ષા બંધન - ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક

 

દ્રોપદીએ પણ ભગવાન શ્રીકૃષ્ણના હાથે બાલ્યાવસ્થામાં રાખડી બાંધી હતી
શ્રાવણ મહિનો હંિદુ સંસ્કૃતિનો બહુ પાવન અને પવિત્ર મહિનો ગણાય છે કારણ કે આ જ મહિનામાં રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી તથા નંદ મહોત્સવ જેવા મોટાં અને ધાર્મિક તહેવારો આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસ ભગવાન શિવજીની ઉપાસના કરવાનો પણ માસ છે તેમજ વ્રત તથા ઉપવાસ પણ આ જ મહિનામાં લોકો વધારે પ્રમાણમાં કરે છે.
શ્રાવણ સુદ પૂનમનો દિવસ રક્ષા બંધન તરીકે ઓળખાય છે અને લગભગ આખા ભારતમાં રક્ષા બંધનનું પર્વ અતિ ઉત્સાહ અને ઘૂમધામથી ઉજવવામાં આવે છે. રક્ષા એટલે રાખડી અને બંધન એટલે બાંધવું. ભાઈના હાથે બહેન દ્વારા જે રાખડી બાંધવામાં આવે છે તેને રક્ષા બંધન કહેવામાં આવે છે. રક્ષા બંધનના દિવસે દરેક બહેનો પોતાના ભાઈઓના હાથે રાખડી બાંધીને ભાઈઓનાં મંગલમય અને દીર્ધાયું જીવનની કામના કરે છે. તો બીજી તરફ ભાઈ પણ પોતાની બહેનડીની ભીડ ભાંગવા તથા મુસીબતોમાં મદદરૂપ થવાની કસમ ખાય છે તથા બહેનને યથાશક્તિ વીરપસલી (એક પ્રકારની ભેટ) આપી રાખડીનું કરજ ચૂકવે છે. રક્ષા બંધનનો તહેવાર કેવી રીતે શરૂ થયો તે બાબતે બહુ મતમતાંતરો છે. આપણા હંિદુ શાસ્ત્રો તથા પુરાણોમાં પણ રક્ષા બંધન વિશે અલગ અલગ કથાઓ વર્ણવેલી છે. એક કથા એવી છે કે સૌ પ્રથમ સૂર્યદેવની પુત્રી તથા યમરાજાની ભગિની યમી એ (હાલની યમુના નદી) પોતાના વીરા યમરાજાની રક્ષા કાજે રાખડી બાંધી હતી. અન્ય એક કથામાં એવું છે કે શ્રી શનિદેવની પનોતી તથા કોપથી બચવા લક્ષ્મીજીએ શનિદેવને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષા બંધનની શરૂઆત થઈ હશે એવું મનાય છે.
રક્ષા બંધન આમ તો સૂતરનો ઘાગો તથા ભાઈના કાંડાનો મહિમા વર્ણવતું પર્વ છે, પરંતુ આ ઘાગાની અંદર રહેલી બહેનની હૃદયિક ભાવનાઓનું મુલ્ય લાખો કરોડો રૂપિયા કરતાં ઊંચું છે. બહેન તો પારકું ઘન ગણાય છે તેથી દર વરસે રાખડીના દિવસે ભાઈના કાંડે રાખડી બાંધવા પ્રત્યક્ષ રીતે હાજર ન રહી શકે તો પણ દર વરસે ભુલ્યા કે ચૂક્યા વગર પોતાના ભાઈ માટે ટપાલથી, કુરિયરથી કે કોઈ ચીરપરિચિત વ્યક્તિ સાથે રાખડી અવશ્ય મોકલે છે. રાખડીમાં એક ગજબની તાકાત તથા બહેનનો અતૂટ વિશ્વાસ સમાયેલો છે. બચપનથી જે ભાઈ બહેન સાથે ઉછર્યા, સાથે રમ્યા તે મોટાં થઈ વિખૂટાં પડ્યા પછી રાખડીના માઘ્યમથી એકબીજા સાથે મરણપર્યન્ત જોડાયેલાં જ રહે છે. આપણી ગુજરાતી તથા હંિદી ભાષાની ફિલ્મોના કવિઓએ પણ રક્ષા બંધન વિશે સુંદરથી અતિસુંદર ગીતોની રચના કરી ભાઈ બહેનના સ્નેહને જગત સમક્ષ રજૂ કર્યો છે.
મેવાડની રાણી કર્માવતીએ પણ મોગલ બાદશાહ હુમાયુંને અલાઉદ્દીન ખિલજીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા રાખડી મોકલાવી પોતાનો ભાઈ બનાવ્યો હતો. તો સામે પક્ષે હુમાયુંએ પણ બહેનની મદદ કરવા મેવાડ તરફ પુરતી ફૌજ મોકલી આપી હતી. એ જુદી બાબત છે કે રાણી કર્માવતીને મદદ મળે તે પહેલાં જ તેણે ત્રણસો વીર રજપૂતાણીઓની આગેવાની લઈને સળગતી આગમાં કૂદીને પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી. કહેવાય છે કે બાદશાહ હુમાયું આ રાખડીનું કર્જ ના ચૂકવી શકવાને કારણે અત્યંત દુઃખી થઈ ગયો હતો અને ત્રણ દિવસ સુધી ખાધાં પીધાં વગર પોતાની ધર્મની બહેન રાણી કર્માવતીની ચિતાની રાખ પાસે બેસીને આંસૂડાં સારતો હતો.
દ્રોપદીએ પણ ભગવાન શ્રીકૃષ્ણના હાથે બાલ્યાવસ્થામાં રાખડી બાંધી હતી અને રાખડીનું કર્જ ચૂકવવાના હેતૂથી જ્યારે ભર સભામાં દ્રોપદીની લાજ કૌરવો દ્વારા લૂંટાતી હતી ત્યારે ભગવાને ૧૦૦૮ સાડીઓ દ્રોપદીને પહેરાવીને તેની લાજ લૂંટાતી બચાવી હતી. મહાભારતના યુદ્ધમાં નાનકડો અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે ત્યારે અભિમન્યુના જીવનની રક્ષા કાજે કુંતા માતા અભિમન્યુના ઓવારણાં લઈને હાથે રાખડી બાંધે છે અને કુંતા માતા બાળ અભિમન્યુને પાણી ચઢાવતાં ગાય છે કે ‘કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ.’ એ અલગ બાબત છે કે કૃષ્ણ ભગવાને છળ કપટથી અભિમન્યુના હાથેથી રાખડી છોડાવી નાંખી હતી અને અંતે અભિમન્યુ મૃત્યુંને ભેટ્યો હતો.
જ્યારે આપણાં દેશ પર દુશ્મન રાજ્યો ચઢાઈ કરે છે ત્યારે આપણાં ફૌજી જવાનો દુશ્મને લલકારવા તત્પર હોય છે ત્યારે તેમનો ઉત્સાહ જાળવી રાખવા તથા તેમના પ્રાણની રક્ષા કાજે સરહદ વિસ્તારમાં રહેતી બહેનો વીર જવાનોના કપાળમાં કુમકુમનું તિલક કરી, આરતી ઉતારી, તેમનાં હાથે પવિત્ર રક્ષા બાંધી હસતા મુખે યુદ્ધ લડવા વિદાય આપે છે.
તો આપણાં વીર જવાનો પણ સામે કહે છે કે, ૐહ્ય્‌ દ્વઝર્ ંઊં દ્વ્‌ય દ્વિંઊં ય ઙ્મૃ ેંદ્વફિં ર્દ્ધંઝ દ્વફ, લઙ્મય હ્ય્હ્લઝ્‌ ૈ્‌ફૈ્‌ ઝ લઙ્મય ેંઊંખફ ઊંઙ્મઝ શ્નઽઝ દ્વફ’ આમ રાખડીનું મૂલ્ય આપણાં જવાનો પણ સારી રીતે સમજે છે અને પોતાનો ધર્મ તથા ફરજ બજાવે છે. આમ રાખડી રક્ષાનું પણ પ્રતિક છે. જ્યાં સુધી સંસારમાં ભાઈ બહેનનો સંબંધ રહેશે ત્યાં સુધી આ રક્ષાનું પર્વ પણ ઉજવાતું રહેશે.
રક્ષા બંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળેવનું પર્વ બ્રાહ્મણો માટે બહુ મહત્વનું પાવન પર્વ છે. આજના દિવસે તમામ બ્રાહ્મણો સમૂહમાં ભેગાં મળી નદી કિનારે જઈ જૂની યજ્ઞોપવિત બદલીને નવી યજ્ઞોપવિત ધારણ કરે છે તથા હેમાદ્રી સ્નાન કરે છે. કહેવાય છે કે આ યજ્ઞોપવિતમા એવી શક્તિ છે કે ભૂત, પિશાચ કે આસુરી તત્વો પણ આ યજ્ઞોપવિતથી દૂર ભાગે છે. અગાઉના રાજા મહારાજાઓ પણ બ્રાહ્મણોનું બહુ માન સન્માન કરી દાન દક્ષિણા આપી બ્રાહ્મણદેવતાઓના આશીર્વાદ મેળવતાં હતાં. ચોર, લૂંટારા કે બહારવટિયાઓ પણ બ્રાહ્મણોને ક્યારે પણ કનડતા ન હતા.
રક્ષા બંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે આ દિવસે નારિયેળીનું ફળ પાકીને ખાવા યોગ્ય બને છે. સાગર ખેડૂઓ, માછીમારો તથા મરજીવાઓ સાગરની અબીલ, ગુલાલ, કંકુ તથા નારિયેળથી પૂજા કરે છે. આજના દિવસે દરિયામાં પુષ્કળ ભરતી આવે છે.
આમ રક્ષા બંધન, બળેવ કે નારિયેળી પૂનમ પર્વ ભાઈ બહેનથી લઈ, બ્રાહ્મણો, સાગરખેડૂઓ તથા મરજીવાઓ તમામ માટે મહત્વનું પર્વ છે.
રાખડી આમ તો સૂતરનો ધાગો છે, પરંતુ તેમાં અજબની શક્તિ છે. આ ધાગામાં બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ તથા અતૂટ વિશ્વાસ સમાયેલો છે.
- યોગેશ આર. જોષી

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved