Last Update : 02-August-2012, Wednesday

 

બ્લડપ્રેશર અને ડિપ્રેશન જેવા રોગોમાંથી મુક્તિ પામવી છે ? - આ રહી ચમત્કારિક ગુરુચાવી

 
આજનો આઘુનિક સમય અને મનુષ્યની જંિદગી એ ખૂબ જ તણાવગ્રસ્ત છે. ભૌતિક જીવનની સમૃદ્ધિ મેળવવા માટે દિવસે દિવસે મનુષ્યની દોડ વધી રહી છે. મનુષ્ય પોતાની શારીરિક અને માનસિક પરિસ્થિતિ ઉપર પોતાના કામનો અને ટાર્ગેટનો આક્રમક દબાણ નાંખી રહ્યો છે. મનુષ્યમાં એટલી હદે અધિરાઈ આવી ગઈ છે કે એને આજ ને આજ બઘું જ ભોગવી લેવું છે અને મેળવી લેવું છે. મનુષ્યની આ ભૌતિકતાની દોડમાં મનુષ્ય પોતે બ્લડપ્રેશર અને ડિપ્રેશન જેવા રોગોનો દર્દી બનતો ગયો છે. મેડીકલ સાયન્સ પ્રમાણે બ્લડપ્રેશર મટાડવા માટેની કોઈ જ દવા નથી. ફક્ત અને ફક્ત કાબૂમાં રાખવાની જ દવા છે તેમજ બ્લડપ્રેશરના કારણે શરીરના બીજા અંગોને જે નુકસાન થાય તેને અટકાવાની પણ દવા મેડિકલ સાયન્સ પાસે નથી તથા ડિપ્રેશન માટે મનોચિકિત્સકો પાસે એને મૂળમાંથી કાઢવાની કે એને મટાડવાની કોઈ ચોક્કસ દવા છે જ નહીં અને એ શોધાઈ જ નથી. તો શું બ્લડપ્રેશર અને ડિપ્રેશનમાંથી મુક્ત ન થઈ શકાય ? તો તેનો જવાબ છે હા, બ્લડપ્રેશર અને ડિપ્રેશનમાંથી ચોક્કસ મુક્ત થઈ શકાય. આ રોગોમાંથી મુક્ત થવાનો ઇલાજ મંત્રશાસ્ત્રના સમુદ્ર પાસે છે.
૨૦૧૦, જાન્યુઆરી મહિનાની ૧૫ તારીખે જેને ગુજરાતમાં વાસી ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે એ દિવસે એક યુવાન મારી પાસે આવ્યો એની ઉંમર ૩૬ વર્ષની હતી એ યુવાને આવીને મને કહ્યું કે ગુરુજી, હું આજે આપની પાસે એટલા માટે આવ્યો છું કે હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું હું છેલ્લા બે વર્ષથી જોબના કામના તેમજ ટાર્ગેટ પૂરા કરવાના ટેન્શનના કારણે ડિપ્રેશનમાં રહેતો હતો એના કારણે છેલ્લા એક વર્ષથી મને બ્લડપ્રેશર પણ આવી ગયું છે. મારું મન સતત ચંિતા અને કામના ટેન્શનમાં જ હોય છે. મારા કુટુંબની મારા પર ખૂબ મોટી જવાબદારી છે. ૩૬ વર્ષે બ્લડપ્રેશર અને ડિપ્રેશનના કારણે હું માનસિક રીતે ખૂબ જ અસ્તવ્યસ્ત રહું છું.
આપ મને યોગ્ય માર્ગદર્શન કરો. મેં કહ્યું યુવાન તું ખૂબ ચંિતિત અને નિરાશ થઈ ગયો છે. ઇશ્વર ઉપરથી અને જીવન ઉપરથી તારો વિશ્વાસ ઉઠી ગયો છે. તારા મનમાં રહેલા અતિ ચંિતાજનક સ્વભાવને કારણે તું ડિપ્રેશન અને બ્લડપ્રેશર જેવા રોગોનો ભોગ બની રહ્યો છે. હું તને આ રોગોમાંથી ચોક્કસપણે બહાર કાઢીશ પરંતુ સતત આ મંત્ર તારે દસ મહિના સુધી કરવો પડશે. આ મંત્રના માઘ્યમથી ધીમે ધીમે તારા મનમાં ચંિતાનો, કામના બોજાનો ભાર જે રહે છે તે ઓછો થતો જશે અને ડિપ્રેશનની બીમારીમાંથી તું બહાર આવતો જઈશ તેમજ બ્લડપ્રેશર તારું ૯ મહિના પછી સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જશે. મેં એને આ રોગોમાં બહાર લાવવા માટે મંત્રશાસ્ત્રના સાગરમાંથી મંત્રરૂપી મોતી આપ્યું.
દસ મહિના પછી એ યુવાન મને પાછો મળવા આવ્યો એના ચહેરા પર એક અલગ સ્મિત હતું. આ મંત્રના માઘ્યમથી ચાર જ મહિનામાં મારી ડિપ્રેશનની બધી જ દવાઓ બંધ થઈ ગઈ અને મારા માનસિક રોગની દવા આપતા ડોક્ટરે મને કહ્યું કે તમારે હવે ડિપ્રેશનની દવા લેવાની જરૂર નથી, તમે સંપૂર્ણ સ્વસ્થ છો અને છેલ્લા એક મહિનાથી મારું બ્લડપ્રેશર નોર્મલ રહે છે અને આપે આપેલો મંત્ર ચાલુ જ રાખ્યો છે.
ડિપ્રેશન અને બ્લડપ્રેશરના દર્દીઓને ચોક્કસ આ મંત્ર કરવાની હું સલાહ આપું છું. આ મંત્રશાસ્ત્રનું એક એવું બ્રહ્માસ્ત્ર છે કે તમને આ રોગમાંથી ચોક્કસ મુક્તિ અપાવી દેશે ફક્ત મંત્ર કરવાનો સમય તમારે ચોક્કસ જાળવવો પડશે.
મંત્ર ઃ
।। ૐ વિવલ્ય વિવલ્ય કુમાંશુ કુમાંશુ ઓરાતિ મુક્તિ નમઃ ।।
આ મંત્ર રોજ ૬૧ વખત તાંબાની વાડકીમાં પાણી લઈ એની અંદર તુલસીના ત્રણ પાન નાંખી આ પાણી અભિમંત્રિત કરી અને પાણી પી જવું અને તુલસીના પાન ચાવી જવા. આ મંત્ર રાતના ૯થી ૧૧ દરમિયાન કરવો. આ મંત્ર જે આ રોગોથી દૂર રહેવા માગતા હોય તે વ્યક્તિઓ તેમજ પીડિત વ્યક્તિઓએ પોતે જ આ મંત્ર કરવો જરૂરી છે. એમના સિવાય એમના ઘરવાળા કોઈ આ મંત્ર કરી એનું જળ પીડિત વ્યક્તિને પીવડાવે તો ન ચાલે. આ મંત્રની અસર એ વ્યક્તિને જ થઈ શકે જે વ્યક્તિ જાતે આ મંત્ર કરે. આ મંત્ર એના આપેલા સમય દરમિયાન જ કરવો ખાસ જરૂરી છે.
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved