Last Update : 02-August-2012, Wednesday

 

કુંતીએ આક્રંદ કરતા બ્રાહ્મણને કહ્યું કે દુઃખ વહેંચીએ, તેમ ઓછું થાય !

- આકાશની ઓળખ

 

કોઈ આફત કે ઉત્પાતનો પડકાર ઝીલવાનો આવે એટલે ભીમસેનનું અપ્રતિમ બળ અને હૃદયનો જુસ્સો જાગી ઊઠતા. મુશ્કેલી વિનાનું જીવન એને સહેજે માફક આવતું નહીં. એના બાહુબળને પડકાર આપનારી પરિસ્થિતિ સામે આવે એટલે ભીમનો ચહેરો બદલાઈ જતો. એના શરીરમાં પ્રબળ શક્તિનો સંચાર થતો અને એથી જ જ્યારે રોતાં-કકળતા બ્રાહ્મણે ભીમસેનને એમ કહ્યું, ‘અમારા પર આવેલી આફત એ કોઈ માનવસર્જિત આફત નથી, પરંતુ રાક્ષસસર્જિત આફત છે. આ રાક્ષસોની તાકાત અને હંિસક વૃત્તિ આગળ માણસ તો શું વિસાતમાં ? એનો નાશ કરવા તો કોઈ પ્રતાપી દેવના ઘાતક અને પ્રચંડ શસ્ત્રની જરૂર પડે. તમે તપસ્વી છો, તમે વ્રત,તપ, ઉપવાસ આદિ કરો પરંતુ આવી અમાનુષી આફતનો સામનો કરવાનું તમારું ગજું નહીં.’
બ્રાહ્મણની વાત સાંભળીને ભીમસેને પોતાના તપસ્વી વેશ ભણી જોયું અને મનમાં મલક્યો. ‘વાહ રે ભીમ, તારી જંિદગીના કેવાં રંગ છે. તું છે વીર અને તને માને છે તપસ્વી. તુ છે ખાઉધરો અને તને ગણે છે ઉપવાસી. તને ગમે છે ઉત્પાત અને તને માને છે યોગી. વાહ રે વાહ !’
ભીમસેને માતા કુંતી તરફ જોયું. કુંતી પુત્રનો મનોવ્યાપાર પારખી ગઈ હોવાથી સહેજ હસી અને આક્રંદ કરતા બ્રાહ્મણને કહ્યું, ‘ભાઈ, દુઃખ વહેંચીએ તેમ ઓછું થાય. તમારું દુઃખ મને કહો. અમે તમને મદદરૂપ થઈશું.’
એવામાં બ્રાહ્મણી રોતી રોતી આવી અને જમીન પર પછડાઈ. બ્રાહ્મણે દોડીને એની પાસે જઈને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો. આ સમયે કુંતીએ કહ્યું, ‘ભાઈ, આ મારો ભીમ છે ને એ ભલભલા ભડવીરોને પાણી પાય તેવો છે. એને વાત તો કરો ? એ જરૂર કોઈ ઉપાય શોધી આપશે. આમ આવી પડેલા દુઃખથી ડરવાનું ન હોય ! દુઃખ તો સહુ કોઈના જીવનમાં આવે અને એનો રસ્તો પણ મળે.’
જીવિતે પરમં દુઃખં જીવિતે પરમો જ્વરઃ ।
જીવિતે વર્તમાનસ્ય દુઃખાનામાગમો ઘુ્રવઃ ।। ૨૧ ।।
(મહાભારતના આદિપર્વનું બકવધ પર્વ, અઘ્યાય ૧૫૬, શ્વ્લોક ૨૧)
‘જીવન એક મહાન દુઃખ છે. જીવનમાં ઘણી મોટી ચંિતાઓનો સામનો કરવો પડે છે. જેણે જીવન ધારણ કર્યું છે, એણે અવશ્ય દુઃખો સહન કરવા પડે છે.’
માતા કુંતીની આ વાણી સાંભળીને આંસુ સારતો બ્રાહ્મણ થોડો શાંત થયો, પણ સાથે એણે કહ્યું, ‘આપે યથાર્થ કહ્યું છે. જીવન છે, તો દુઃખ તો છે જ. પરંતુ માતા, આ દુઃખ તો એવું વિનાશક છે કે જેને વશ થવું જ પડે. એને વિદારવાનો કોઈ ઉપાય હોતો નથી. હા, એક ઉપાય હતો પણ તે આને કારણે નિરર્થક બન્યો.’ આમ કહી બ્રાહ્મણે પોતાની પત્ની તરફ રોષ અને ઠપકાભરી આંખે જોતા કહ્યું.
‘આને હું હંમેશાં કહેતો હતો કે, ચાલ આ એકચક્રા નગરી છોડીને બીજે ક્યાંક વસવા જઈએ, પરંતુ એણે પરગામ જવાની મારી વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નહીં. જાણે બીજે ગામ વસવાની બાધા લીધી ન હોય ! એને તો એક જ રટણ કે આ નગરીમાં મારો જન્મ થયો, હું અહીં રમી, ઉછરી, મારા માતાપિતા અને બાંઘવો અહીં વસે છે, માટે આ નગરી એણે છોડી નહીં એના વૃદ્ધ માતાપિતા અને બાંધવો તો અવસાન પામ્યા, તેમ છતાં એને આ નગરીની આસક્તિ એવી કે ઘણું કહ્યું છતાં તૈયાર થતી નહીં અને આજે જ્યારે મોતના મુખમાં જવાનું આવ્યું છે, ત્યારે એ મને કહે છે કે તમારે જવાનું નથી. હું જ સામે ચાલીને મૃત્યુના મુખમાં જઈશ.’
ભીમસેને કહ્યું, ‘અરે ! આ મોતનું મુખ ક્યાં છે એ તો સમજાવો ? કોણ છે એ યમરાજ, જેનાથી તમે આટલા બધા ભયભીત અને લાચાર છો.’
બ્રાહ્મણે કહ્યું, ‘પ્રત્યેક જમાને દુરાચારીઓ અને અત્યાચારીઓ હોય છે. ક્યારેક રાજા સ્વયં અત્યાચારી હોય છે, તો ક્યારેક રાજા નિરૂપાય હોય છે અને અત્યાચારીઓ મહાલે છે. રાજાને બદલે અત્યાચારીનું જોર ચાલે એવું રાજ એ પ્રજાને તારાજ કરી નાખે છે. બસ, આ એકચક્રા નગરીનો રાજા સાવ નિર્બળ અને ભીરું છે અને રાક્ષસ અત્યંત હંિસક અને બળિયો છે.’
માતા કુંતીએ વળતો પ્રશ્ન કર્યો, ‘રાક્ષસ ! અને તે આ નગરીમાં ?’
બ્રાહ્મણે કહ્યું, ‘હા, આ નગરીની બહાર એક ગુફામાં વસતો બકાસુર નામનો રાક્ષસ છેલ્લા તેર તેર વર્ષથી નગરજનો પર રોજ મોત વરસાવી રહ્યો છે. આ દેશનો ક્ષત્રિય રાજા વેત્રકિય નામના મહેલમાં વસે છે, પરંતુ મહેલમાં વસતો રાજા ગુફામાં વસતા રાક્ષસનો ગુલામ છે. એ રાક્ષસ પ્રજાને ભારે પીડા આપતો હતો. અત્યાચારી એમ માનતો હોય છે કે એ ધારે તે કરી શકે, ઇચ્છે તે પામી શકે અને ચાહો તેને મારી શકે. એમાં ય આ તો હંિસક કુળમાં જન્મેલો રાક્ષસ એટલે નગરમાં નીકળે અને જે કોઈ હાથમાં આવે એના પર જુલમ વરસાવતો. રીબાવી- રીબાવીને અધમૂઆ કરી નાખતો. તરફડતા માણસનું ભોજન કરવામાં એને વઘુ મજા આવતી. ત્યારબાદ એવું ભયાવહ અટ્ટહાસ્ય કરતો કે ગામના લોકો ઘરમાં બંધબારણે બેઠા હોય તો પણ ઘુ્રજવા લાગતા. રાજા તો પાંગળો છે, આથી પ્રજાએ નક્કી કર્યું છે કે આ રાક્ષસને વિનંતી કરવી કે આમ બેફામ હત્યા કરવાને બદલે એને જે કંઈ માંસ-મદિરા, દહીં અને મિષ્ટાન્ન સાથેનું ભોજન જોઈએ તે પહોંચાડી દેવું. ગાડી હાંકનાર માણસ અને ગાડી ખેંચતા બે બળદો પણ એના ભોજનાર્થે હશે. આને કારણે બકાસુરને કોઈ ઉત્પાત મચાવવાની જરૂર નહી પડે અને બાકીના નગરજનો પણ શાંતિથી જીવી શકશે.’
કુંતીએ કહ્યું, ‘જે નગરનો રાજા શક્તિસંપન્ન ન હોય, એ નગરના પ્રજાજન બનવું તે મહાદુર્ભાગ્ય છે. અહીં તો રાજા જ એટલો નિર્માલ્ય છે કે એ સામનો કરવાને બદલે રાક્ષસના અત્યાચારને શરણે ગયો છે.’
ભીમસેને પૂછ્‌યું, ‘આ બઘું તો ઠીક, પણ તમે બધા આજે આટલું બઘું આક્રંદ કેમ કરો છો ?’
બ્રાહ્મણે કહ્યું, ‘આજે અમારા ઘરનો વારો છે અને એ મુજબ અમારે બકાસુરને ભોજનાર્થે એક વ્યક્તિ આપવી પડશે. સવાલ એ છે કે મારી પત્ની એમ કહે છે કે, હું બકાસુર પાસે જાઉં. મારા જવાથી ઘરની આજિવિકાને વાંધો નહીં આવે, તો હું એને સમજાવું છું કે તારે બદલે હું જાઉં એ જ યોગ્ય ગણાય. તું હોઈશ તો મારા દીકરાને અને દીકરીને ભૂખે મરવાનો વારો નહીં આવે. મારો દીકરો કહે છે કે પિતાજી, હું જાઉં પણ હજી એને તો મૂછનો દોરો ય ફૂટ્યો નથી. એની પાસે ઘણી લાંબી જંિદગી છે, જ્યારે હું તો જંિદગીને આરે આવીને બેઠો છું. એટલે હું તેને સમજાવું છું કે મને જવા દે. મારી પુત્રી કહે છે કે પિતાજી હું જાઉં. દીકરી એ તો બાપના હૃદયનો કટકો છે. એણે હજી જીવનમાં સુખ અને આનંદ ક્યાં જોયા છે ? વળી મને તો પુત્ર જેટલો જ પ્રેમ પુત્રી પર છે અને એટલે એને તો હું કઈ રીતે જવા દઉં ?’
યસ્યાં લોકાઃ પ્રસૂતિશ્ચ સ્થિતા નિત્યમથો સુખમ્‌ ।
અપાપાં તામહં બાલાં કથમુત્સ્રમુત્સહે ।। ૩૮ ।।
(મહાભારતના આદિપર્વનું બકવધ પર્વ, અઘ્યાય ૧૫૬, શ્વ્લોક ૩૮)
‘જેના પર પુણ્યલોક, વંશ પરંપરા અને નિત્યસુખ એ બઘું સદા નિર્ભર હોય છે, એવી નિષ્પાપ બાલિકાનો પરિત્યાગ હું કઈ રીતે કરી શકું ?’
‘આથી બકાસુર પાસે હું જવા માગુ છું. અમે આ આક્રંદ એ માટે કરીએ છીએ કે દરેક વ્યક્તિ બીજાને બદલે પોતે રાક્ષસ પાસે જવા આતુર છે. એક બાજુ આખું કુળ છે અને બીજી બાજુ કુળવૃદ્ધિ કરનારું શરીર છે, તો એ બંને કુળની સરખામણી શરીર સાથે થઈ શકે નહીં એમ વિદ્વાનો કહે છે અને એટલે મારા પરિવારની બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં હું બકાસુર રાક્ષસ પાસે જાઉં તે સર્વથા ઉચિત અને ન્યાયપૂર્ણ છે.’
કુંતીએ બ્રાહ્મણને ઉદ્દેશીને કહ્યું, ‘વિપ્રવર્ય, તમે આ ચંિતા છોડી દો. મારે પાંચ પુત્રો છે અને એમાંથી એક પુત્ર આજે રાત્રે એ રાક્ષસ પાસે જશે.’
બ્રાહ્મણ ચોંકી ઉઠ્યો. એણે કહ્યું, ‘અશક્ય, સર્વથા અશક્ય ! આપ અમારા અતિથિ છો અને અતિથિની રક્ષા અને સેવા કરવી એ અમારું પરમ કર્તવ્ય છે. એ કર્તવ્યમાંથી અમે કઈ રીતે ભ્રષ્ટ થઈ શખીએ. આપ મારા નિવાસમાં રહો છો તે સાચું, પણ એનો અર્થ એ નથી કે હું આપના પુત્રને મુખના મોતમાં હોમવા માટે આ રાક્ષસ પાસે મોકલું આ તો ઘોર અન્યાય કહેવાય. મારા માટે આ સર્વથા અશક્ય છે.’ (ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved