Last Update : 02-August-2012, Wednesday

 

પંઢરપુરના શિવ-ભક્ત નરહરિ સોનીને ભગવાને પોતાના ‘હરિહર’ સ્વરૂપના સાક્ષાત્કાર કરાવ્યા !

- વિચાર વીથિકા

 

નરહરિ સોની નામના એક શિવ-ભક્ત પંઢરપુરમાં રહેતા હતા. એમની શિવ-ભક્તિ એવી અનન્ય હતી કે તે સિવાય બીજા કોઈ દેવના દર્શન કરતા નહોતા. પંઢરપુરમાં રહેતા હતા છતાં ક્યારેય પંઢરીનાથ શ્રી પાંડુરંગના દર્શન કર્યા નહોતા. તેમણે પોતાનું નામ પણ નરહરિમાંથી નરહર કરી દીઘું હતું !
એકવાર એવું બન્યું કે, પાડુંરંગ શ્રી વિઠ્ઠલના એક ભક્તને પ્રભુની મૂર્તિ માટે અલંકાર બનાવવાની ઇચ્છા થઈ. તેના મનમાં મનોરથ જાગ્યો કે હું પ્રભુની કેડમાં પહેરવાનો સોનાનો કંદોરો બનાવડાવું. એ માટે તેણે ઉત્તમ સોનું ખરીદ્યું અને કંદોરો બનાવવા નરહર સોની પાસે આવ્યો. તેણે મૂર્તિની કમરનું માપ આપ્યું અને સરસ કંદોરો બનાવી આપવાનું કામ સોંપ્યું. નરહર સોનીનો વ્યવસાય જ સોનાના દાગીના બનાવવાનો હતો એટલે એમણે એ કામ સ્વીકારી લીઘું. તેમણે માપ પ્રમાણે સુંદર દાગીનો બનાવ્યો. પેલો શ્રી પાંડુંરંગનો ભક્ત એ લેવા આવ્યો ત્યારે એ કંદોરાનું ઘડતર જોઈ બહુ રાજી થયો અને નરહરને એમનું મહેનતાણું આપી કંદોરો લઈ ભગવાનને ચડાવવા ગયો.
ભગવાન શ્રી વિઠ્ઠલ નરહરને બોધપાઠ શીખવવા માંગતા હતા કે શિવ અને વિષ્ણુ વચ્ચે કોઈ ભેદ નથી એટલે એમણે એક સુંદર લીલા કરી. પેલો ભક્ત પાંડુરંગ વિઠ્ઠલનાથની મૂર્તિને કંદોરો પહેરાવવા લાગ્યો ત્યારે તેણે જોયું કે કંદોરો ભગવાની કેડના માપ કરતા ચાર આંગળ મોટો થઈ ગયો હતો ! તે કંદોરો લઈને નરહર પાસે પાછો આવ્યો અને તેને ચાર આંગળ ટૂંકો કરી આપવા કહ્યું. નરહરને નવાઈ લાગી કે તેણે તો આપેલા માપ પ્રમાણે જ તે બનાવ્યો હતો તો પછી તે મોટો કેવી રીતે બની ગયો ? છતાં પેલો ભક્ત ગ્રાહકે કહ્યું તે પ્રમાણે તેને ચાર આંગળ ટૂંકો કરી આપ્યો. ભક્ત તે લઈને ભગવાનને પહેરાવવા ગયો તો જુએ છે કે તે ચાર આંગળ ટૂંકો થઈ ગયો છે ! ફરી તેને ચાર આંગળ મોટો કરવા આવ્યો. તે લઈને ભક્ત ભગવાનને પહેરાવવા ગયો ત્યારે પાછો ટૂંકો થઈ ગયો ! આવું ચાર વાર બન્યું.
છેવટે લાચાર થઈને નરહર સોનીએ જાતે જ માપ લેવા જવાનો નિશ્ચય કર્યો. તે એમના ગ્રાહકને લઈને પાંડુરંગના મંદિરે ગયા. ભગવાન વિઠ્ઠલના ક્યાંક દર્શન ન થઈ જાય એટલે આંખે પાટો બાધી દીધો. બન્ને હાથ લાંબા કરી ભગવાનની મૂર્તિની કેડનું માપ લેવા ગયા ત્યારે તેમને મૂર્તિ નહીં. ભગવાનના જીવતા જાગતા શરીરનો સ્પર્શ થયો ! તે પણ પાંડુરંગ વિઠ્ઠલનો સ્પર્શ નહીં પણ જટાધારી ભગવાન શિવનો સ્પર્શ થયો. ક્યારેક એમના હાથમાં શિવની રુદ્રાક્ષની માળા આવે છે તો ક્યારેક ગળામાં ધારણ કરેલો સર્પ ! ક્યારેક શિવજીનું ત્રિશૂળ તો ક્યારેક જટામાં ધારણ કરેલી ગંગાનું જળ ! અરે ! આ તો શિવજી છે એમ સમજી એ આંખો પરની પટ્ટી કાઢી નાખે છે અને મૂર્તિ તરફ દ્રષ્ટિ કરે છે તો શિવજીની જગ્યાએ પાંડુરંગ વિઠ્ઠલના દર્શન થઈ જાય છે ! તો આંખો પર ફરી પટ્ટી બાંધી દે છે અને કમરનું માપ લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે પાછા શિવજીનો સ્પર્શ થાય છે ! આવું ત્રણ ત્રણ વાર બને છેેે. આંખ બંધ કરે એટલે શિવજી અને આંખ ખોલે એટલે વિઠ્ઠલ !
આ ઘટના પરથી નરહર સોનીને એ બોધ થયો કે જે શંકર છે તે જ વિષ્ણું છે અને જે વિષ્ણુ છે તે જ શંકર છે. તે બન્ને એક જ હરિહર છે. એ પછી એમની ભક્તિ જે એક દેવકેન્દ્રી હતી તે વ્યાપક અને ઉદાર બની ગઈ.
શિવ સાથે તે વિષ્ણુ (વિઠ્ઠલ)ની પણ ભક્તિ કરવા લાગ્યા અને વિઠ્ઠલ ભક્તોના વારકરી મંડળમાં પણ સામેલ થઈ ગયા. સોનીનો વ્યવસાય તો ચાલુ જ રાખ્યો પણ એમાં ય ભક્તિ અને સમર્પણ ભરી દીધા. નરહરિ સોની એમના જ એક અભંગમાં કહે છે - ‘હે ભગવાન ! હું તમારો સોની છું. તમારા નામનો વ્યવહાર કરું છું. આ ગળાનો હાર દેહ છે, એનો અંતરાત્મા સોનું છે. ત્રિગુણનો સાંચો બનાવીને એમાં બ્રહ્મરસ ભરી દીધો છે. વિવેકનો હથોડો લઈને કામક્રોધને ચૂર કરી દીધા છે. મન- બુદ્ધિની પકડથી રામનામને ખેંચતો રહું છું. જ્ઞાનના વજનકાંટાથી હરિના બન્ને અક્ષરોને તોલું છું અને થેલીમાં મૂકીને થેલી ખભે ઉઠાવી રસ્તો પાર કરી જઉં છું. આ નરહરિ સોની, હે હરિ ! તારો દાસ છે. તે દિવસ- રાત તારું જ ભજન કરે છે !
- દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved