Last Update : 02-August-2012, Wednesday

 

કેન્સરગ્રસ્ત તન અને સમાધિમસ્ત મનઃ
ઝીંદાદિલ જૈન સાધ્વીજીની જીવંત દાસ્તાન!!

- અમૃતની અંજલિ

 

જૈન ‘ફિલોસોફી’આ સમગ્ર સંસારને ચાર ગતિમય દર્શાવીને એમ પ્રતિપાદન કરે છે કે સૃષ્ટિના તમામ જીવો કર્માનુસાર ચાર પૈકી અલગ અલગ ગતિઓમાં પરિભ્રમણ કરતાં રહે છે. એ ગતિઓનાં નામ છે નર્કગતિ, તિર્યંચગતિ, દેવગતિ અને મનુષ્યગતિ. એક પણ સંસારી આત્મા એવો નથી કે જે આ ચાર પૈકી એક પણ ગતિ સાથે સંલગ્ન ન હોય. જૈન તત્ત્વજ્ઞાની સાઘુજનો આ ચારેય ગતિઓની સંપૂર્ણ વાસ્તવિક લાક્ષણિક્તાઓ દરેકનાં એકેક વિશેષણ દ્વારા બહુ મજાની રીતે દર્શાવે છે.
તેઓ કહે છે કે નર્કગતિ છે દુઃખાધીન. એવાં ભીષણ અને પારાવાર દુઃખો આ નર્ક ગતિમાં છે કે એની કલ્પનામાત્ર પણ કાળજુ કંપાવી દે હૈયું હચમચાવી દે. બૃહતસંગ્રહણી નામે જૈન શાસ્ત્રમાં નિરૂપણ છે કેઃ- ‘છટ્‌ઠી અને સાતમી નર્કના દરેક જીવોને એક સાથે પાંચક્રોડ અડસઠ લાખનવાણું હજાર પાંચસો ચોયાર્શી રોગો જન્મથી મૃત્યુપર્યંત પ્રવર્તતા હોય છે અને વઘુ ખતરનાક બાબત એ છે કે એ તમામ રોગો ‘લાસ્ટ સ્ટેજ’ના પરાકાષ્ઠાની સ્થિતિના હોય છે!!’ અત્યંત દીર્ધ આયુષ્ય અને એમાં આટઆટલા રોગોની અતિ ભયાનક પીડા જ એ દર્શાવવા સક્ષમ છે કે નર્કગતિ કેવી દુઃખાધીન છે. આ ઉપરાંત અન્ય દશ પ્રકારનાં દુઃખો વગેરે અલગ. એટલે જ પ્રભુસ્તવનાની એક પંકિતમાં લખાયું છે કે ‘નર્ક દુઃખ વેદના ભારી...નીકળવા ના રહી બારી...’
તિર્યંચગતિ છે પરાધીન. આપણી આસપાસ જે પશુઓ-પંખીઓ નાના-મોટાં જંતુઓ આદિ છે તેનો તેમજ અન્ય ઘણી વિરાટ જીવરાશિનો સમાવેશ આ તિર્યંચગતિમાં થાય છે. આપણે પ્રત્યક્ષ મહેસૂસ કરીએ છીએ કે એ પશુ-પંખી-જંતુઓનું જીવન કેવું પરાધીન છે. હાથીને અંકુશ, તો ઘોડાનું લગામ, કૂતરાને પટ્ટો, તો બળદને ધૂંસરી, વાઘ-સંિહને પ્રાણીબાગનાં પાંજરાં, તો પંખીને નાનકડાં પંિજર. અરે! એ કદાચ બંધનમુક્ત હોય તો પણ ભોજન-તરસથી લઈને ઠંડી, ગરમી, વરસાદ સામે સુરક્ષાના મામલે પૂરેપૂરા પરાધીન પુરવાર થતાં હોય છે.
દેવગતિ છે વિષયાધીન. નર્કગતિની જેમ દેવગતિ ભલે આપણી આંખ સમક્ષ નથી, કંિતુ પરમજ્ઞાનીજનોને તો એ પ્રત્યક્ષવત્‌ છે. તેઓ કહે છે શાસ્ત્રોનાં માઘ્યમે કે દેવગતિમાં ભૌતિક સુખો બેસુમાર છે. કલ્પનાતીત સૌંદર્ય, અણમોલ રત્નોમા બેનમૂન વિમાનો, અત્તરને આંટી દે એવા સુગંધિત જલના સ્ફટિક શા સ્વચ્છ સરોવરો અને નયનરમ્ય નંદનવનો આદિ અઢળક ભોગસામગ્રીઓ દેવલોકના દેવ-દેવીઓને એવા આસક્ત-લુબ્ધ કરી દે છે કે એ દેવગતિ વિષયાધીન હોવાનું વિશેષણ સાર્થક ઠરે. અરે! શાસ્ત્રો કહે છે કે એમાંના ઘણાય દેવ-દેવીઓ આસક્તિના અંજામરૂપે મૃત્યુ પામીને પૃથ્વી-પાણી-વનસ્પતિનાં નિમ્નસ્તરે જન્મ ધરતાં હોય છે.
જ્ઞાનીજનો કહે છે કે મનુષ્યગતિ છે સ્વાધીન. વ્યવહાર દૃષ્ટિએ વિચારીએ તો પશુ-પંખીઓની સૃષ્ટિના મુકાબલે માનવી ઘણો સ્વાધીન છે. ભૂખ, તરસ, ગરમી, ઠંડી, વર્ષા વગેરે સામે એ પોતાની સુરક્ષા પોતાનાં બાહુબળ-બુદ્ધિબળ આદિ દ્વારા સરસ કરી શકે છે. ધર્મદૃષ્ટિએ વિચારીએ તો તપ, ત્યાગ, વિરતિ, આરાધનાદિ માટ જેટલી મનુષ્યગતિમાં સ્વાધીનતા છે એટલી અન્ય કોઈ પણ ગતિમાં સ્વાધીનતા નથી. માટે આ ગતિને અપાયેલ સ્વાધીનતાનું વિશેષણ બે ય સંદર્ભમાં સાર્થક છે.
પણ... સબૂર! અન્યોની અપેક્ષાએ સ્વાધીન ગણાતાં માનવનેય જ્યારે અશુભ કર્મનો પાપકર્મોનો ઉદય થાય ત્યારે એ પણ પરાધીન બનીને પીડાઓથી ગ્રસ્ત-ત્રસ્ત બની જાય છે. ‘પેરાલીસીસ’, ‘કેન્સર’ વગેરે જાલિમ રોગનો ભોગ બનનાર માનવોનાં જીવનમાં આ દુઃખજ વાસ્તવિકતા આપણે નજરે નિહાળતાં હોઈ છીએ. પરંતુ રણમાં ઝરણની જેમ, કોઈ કોઈ વિરલ ધર્મી આત્માઓ એવા પણ હોય છે કે જે જાલિમ રોગ વચ્ચે ય સમાધિ અકબંધ રાખીને ખુદ્દારી અને ખમીરીપૂર્વક જાણે જગતને સંદેશ આપે છે કે ‘પારાવાર પીડા જો કર્મની કરામત છે, તો પીડામાં ય પ્રસન્નતા એ ધર્મની કરામત છે!!’
આજે આ લેખમાં આપણે આવા એક પુણ્યાત્માનો ઉલ્લેખ કરીશું કે જે રોગના રણમાંય સમતાનું સરોવર રચીને રહ્યા છે. અમારી યશસ્વી ગુરુપરંપરના શિરતાજ યુગદિવાકર આચાર્યપ્રવર શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજના સમુદાયના એ પુણ્યાત્માનું નામ છે સાઘ્વીજી કલ્પલતાશ્રીજી. હાલમાં અમદાવાદમાં ચાતુર્માસ વિરાજતા આ ચુમ્મોતેરવર્ષીય સાધ્વીજીએ એમના ચોપન વર્ષના દીર્ઘ દીક્ષાપર્યાયમાં અનેક સરાહનીય તપશ્ચર્યા, ત્યાગ, આરાધના, જાપ આદિ કર્યા છે. પરંતુ એમાં છેલ્લા ત્રણ વર્ષમાં બે તબક્કે આક્રમણ કરનાર જાલિમ કેન્સરના રોગ સામે એ જે કક્ષાએ શુભ પ્રવૃત્તિનું અને એથી ય અધિક શુભ પરિણતિનું સ્તર આત્મસાત્‌ કરી રહ્યા છે એ માત્ર પ્રશંસનીય જ નથી, બલ્કે નમસ્કરણીય પણ છે. આપણે એમની કેન્સરગ્રસ્ત અવસ્થાના વર્ષોના પ્રસંગોને સ્થળ મર્યાદા મુજબ ‘હાઈલાઈટ’ કરીશું.
* કેન્સરની કારમી પીડાદાયી સારવારના દિવસોમાં એકવાર એમને હોસ્પિટલના સાતમા માળે ‘ઓપરેશન થિયેટર’માં જવાનો પ્રસંગ આવ્યો. જૈન સાઘુ-સાઘ્વીજી એમના ચુસ્ત આચાર મુજબ ‘લીફટ’માં બેસી શકે નહિ. કલ્પલતાશ્રીજીએ રોગની પારાવાર પીડા વચ્ચે ય આચારમર્યાદાનાં ચુસ્ત પાલનનો આગ્રહ રાખ્યો અને અપવાદ સેવ્યા વિના સાત માળ ચડીને ગયા. એમની આ પ્રવૃત્તિ એમના આચારમાર્ગ પ્રત્યેના આદરની દ્યોતક છે.
* જૈન શાસન કહે છે કે શુભ પ્રવૃત્તિ જો સરસ બાબત છે, તો શુભ પરિણતિ એનાથી પણ ચડિયાતી સરસ બાબત છે. પરિણતિ એટલે અંતરની જાગૃતિસભર ઉત્તમ વિચારધારા. એમની શિષ્યાઓએ અમને પરિણતિનો એક પ્રસંગ આ જણાવ્યો કે ‘ઓપરેશન’ની બીજી પ્રભાતે સાઘ્વીજી આઈ.સી.યુ.માં સારવાર પામી રહ્યા હતા. જૈન સાઘુ-સાઘ્વીજીના આચાર મુજબ વહેલી સવારે ફરજિયાત ‘પ્રતિક્રમણ’ નામે વિધિ કરવાની હોય છે. એમના શિષ્યાઓએ તે વિધિ કરાવી. પરંતુ દવાનાં આછાં ઘેનનાં કારણે એમને તેનું સ્મરણ ન રહ્યું. સ્ફૂર્તિ આવ્યા બાદ તેઓ કહે, ‘મને પ્રતિક્રમણ કરાવો.’ શિષ્યાઓએ પ્રતિક્રમણ કરાવ્યાનું કહ્યું તો કહે, ‘મારો ઉપયોગ ન હતો. માટે એ ન ચાલે. ફરી પ્રતિક્રમણ કરાવો.’ એમને ત્યાં પુનઃ પ્રતિક્રમણ કરાવાયું. આ હતી કેન્સરગ્રસ્ત અવસ્થામાંય એમની ક્રિયા પ્રત્યે અભિરુચિ અને આરાધનાની પરિણતિ.
* કેન્સરના પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં, અમારા ગુરુદેવ આચાર્યપ્રવર સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના નિર્દેશાનુસાર અમારે એમને અવારનવાર સમાધિદાયક પ્રેરક પત્રો લખવાનું બન્યું છે. પત્રોમાં, રોગના સંદર્ભમાં શાસ્ત્રવચનો, પ્રાચીન ઘટનાઓ, સુવાક્યો વગેરે કેન્દ્રમાં હોય. એકવાર અમે એમનાં સ્વાસ્થ્યની જાણકારી, શાતાપૃચ્છા માટે સંપર્ક કરાવ્યો, તો સામેથી આ ઉત્તર જણાવાયો કે, ‘સાહેબજી! આપે પત્રમાં લખ્યું છે કે હસતાં હસતાં સહવું અને સહતાં સહતાં હસવું. બસ, આ સ્થિતિ વઘુ ને વઘુ આત્મસાત્‌ કરવાની કોશિશ કરું છું. આપ એવા આશીર્વાદ આપો કે ઠેઠ સુધી સમાધિ ટકાવી રાખું!!’ રોગ નાબુદ થઈ જાય એ નહિ, બલ્કે સમાધિ મજબૂત બને એવા આશીર્વાદ યાચતો આ ઉત્તર શું છે? સાઘ્વીજીની ઝીંદાદિલી અને પરિપકવ પરિણતિનો બોલતો પુરાવો છે. એમનો સહવર્તી સુવિનીત શિષ્યાપરિવાર એમનાં નાદુરસ્ત સ્વાસ્થ્યનાં કારણે સાથે જ તેમજ નિકટનાં ક્ષેત્રોમાં ચાતુર્માસ રહ્યો છે. ઉપકારી ગુરુની ઉત્તમ ભક્તિ કરતાં એ સહુ પણ એજ અનુભવ જણાવે છે કે રોગની આંધી વચ્ચે ય સાઘ્વીજીના મનની સમાધિ નેત્રદીપક છે.
* હવે એક ઝલક નિહાળીએ કેન્સરનાં વર્ષોમાં એમણે કરેલ આરાધનાની. આ ત્રણ વર્ષ દરમ્યાન એમણે નવ લાખ નવકારમન્ત્રનો જાપ ચિત્તસમાધિ માટે કર્યો, તો શત્રુંજ્યગિરિરાજ અને શંખેશ્વરજીતીર્થ પ્રત્યેની અનન્ય આસ્થાનાં કારણે એ તીર્થોની ખાસ યાત્રા કરી. પાલિતાણામાં સ્વાસ્થ્યે સાથ આપ્યો તો આ અવસ્થામાં ગિરિરાજની નવ યાત્રા લગભગ પગપાળા ચડીને કરી અને ત્યાં પ્રતિદિન ૧૦૮ લોગસ્સ ઈત્યાદિ આરાધના કરી. આ વર્ષે તેઓએ શંખેશ્વરજી તીર્થની યાત્રા કરી ત્યારે ત્યાં સળંગ બાર એકાસણાં સાથે શંખેશ્વરપાર્શ્વપ્રભુનો સવા લાખનો જાપ કર્યો અને અમદાવાદ તરફની વિહારયાત્રામાં પરત ફરતાં સમ્યગ્દર્શનગુણથી વૃદ્ધિ માટે પાટણમાં સિત્તેર જિનાલયોનાં દર્શન-વંદન કર્યા!! આ તો કેન્સરનું આક્રમણ થયા પછીની વાત છે. તે પૂર્વે શત્રુંજ્યગિરિરાજની નવ નવ વાર નવાણું યાત્રા વગેરે અનેક ધર્મકરણી તો અલગ.
* કેન્સરનાં વધતાં જતાં આક્રમણમાં હવે તેઓ ખૂબ અલ્પ વાર્તાલાપ કરી શકે છે. પરંતુ સ્વસ્થતા હોય અને જ્યારે કોઈ ભક્તજન શાતાપૃચ્છાર્થે આવે ત્યારે તેઓ ધર્મની જ પ્રેરણા કરે. આ અવસ્થામાં એમની પ્રેરણા ઝીલીને તાજેતરમાં એક જૈન યુવાને આજીવન મીઠાઈ ત્યાગની પ્રતિજ્ઞા કરી છે!!
સમાઘિનું બખ્તર ધારણ કરીને કેન્સર સામે આજે ય કેસરિયા કરી રહેલા આ સાઘ્વીજીવી ચિત્તસમાધિ માટે આપણે સહુ એ જ પ્રભુપ્રાર્થના કરીએ કે ‘સમાહિવરમુત્તમંદંિતુ’ની એમની રટણા સાતત્યપૂર્વક અંતિમ ક્ષણ સુધી સવાયી સફળતા વરતી રહો... સાઘ્વીજી પણ અંતરના રણકારપૂર્વક પ્રભુને આ પ્રાર્થના કરી રહ્યા છે કે ઃ-
‘હો ધર્મમય મુજ જંિદગી, હો ધર્મમય પળ આખરી,
પ્રભુ! આટલું જનમોજનમ, દેજે મને કરુણા કરી...’

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved