Last Update : 02-August-2012, Wednesday

 
અર્જુન અને કર્ણમાંથી કોણ ચડે ઃ દાનેશ્વરી કર્ણ ચડે !
- આંખ છીપ, અંતર મોતી
- રાજામાતા કુંતીએ કહ્યું ઃ હે શ્રીકૃષ્ણ, મારા પગમાં કાંટો વાગે તેવું થજો !

(ગતાંકથી ચાલુ)
તે સમયે કર્ણએ પોતાનો રાજમહેલ ચંદનકાષ્ટથી તૈયાર કરાવ્યો. કર્ણનો રાજમહેલ જોવા માટે દેશ દેશાવરથી હજારો લોકો આવવા લાગ્યા.
સમયપંખી સદાય ઉડતું રહે છે. એકદા એક વૃઘ્ધ બ્રાહ્મણ અર્જુન પાસે આવ્યો. તેણે કહ્યું કે, ‘મને દાન આપો.’
અર્જુન કહે ઃ ‘હે વિપ્ર તમે માંગો તે આપું.’
બ્રાહ્મણ કહે ઃ ‘દેવ, મારી સ્ત્રીએ મરતાં મરતાં કહ્યું છે કે, મને ચંદનકાષ્ટથી અગ્નિ આપજો. તો તેના આત્માની શાંતિ માટે મને એક ખાંડી ચંદન આપો.’
અર્જુને તરત ચંદન આપવા માટે હુકમ કર્યો.
માણસો દોડ્યા. કોઠારમાં તપાસ કરી ચંદન નહોતું.
અર્જુન કહે ઃ ‘હે વિપ્ર, તમે માંગો એટલા રૂપિયા આપું પણ ચંદન નથી.’
બ્રાહ્મણ દુઃખી થઈને પાછો વળ્યો.
બ્રાહ્મણ કર્ણ પાસે પહોચ્યો. કર્ણને વિનંતી કરી કે મારી પત્નીના આત્માની શાંતિ માટે એક ખાંડી ચંદન આપો.
કર્ણએ પોતાના માણસોને એક ખાંડી ચંદન લાવવા હુકમ કર્યો.
ચંદન ક્યાંયે ન મળ્યું. માણસો નિરાશ થઈને પાછા આવ્યા. કહ્યું ઃ ‘ચંદન ક્યાંયે નથી.’
કર્ણ કહે ઃ ‘ચંદન ક્યાંયે નથી એમ કેમ બોલો છો ? આપણો આખો મહેલ ચંદનનો છે. મહેલ તોડી નાખો અને ચંદન લાવો.’
પ્રધાન કહે ઃ ‘રાજન, આપ શું કરો છો ?’
કર્ણ કહે ઃ ‘મારા આંગણે આવેલો વિપ્ર ખાલી હાથ પાછો જાય તે કદી ન બને. તેને ચંદન આપો.’
ચંદનનો રાજમહેલ તોડી નાખવામાં આવ્યો. વિપ્રને જોઈતું ચંદન આપવામાં આવ્યું.
અર્જુને આ જ્યારે જાણ્યું ત્યારે તેણે સામેથી શ્રી કૃષ્ણને કહ્યું ઃ ‘અર્જુન અને કર્ણ બેમાંથી કોણ ચડે એ સ્પર્ધા કરવી ના જોઈએ કેમ કે દાનેશ્વરી કર્ણ મહાન છે !’
મહાન શ્રી કૃષ્ણને રાજમાતા કુંતીએ પ્રાર્થના કરતા કહ્યું ઃ ‘મારા પગમાં કાંટો વાગે તેમ થાઓ.’
શ્રી કૃષ્ણ આશ્ચર્યમાં પડી ગયા. એમણે પૂછ્‌યું ઃ ‘મા, એવું શા માટે ?’
કુંતીએ કહ્યું ઃ ‘જો મારા પગમાં કાંટો વાગે તો તમે વધારે યાદ આવો ને ! માનવીને દુઃખ પડે ત્યારે ભગવાન સાભરતા હોય છે.’
શ્રી કૃષ્ણ સડાક થઈ ગયા.
શ્રી કૃષ્ણનું જગમોહન સ્વરૂપ જોઈને સૌ પ્રભાવિત થતાં હતાં. શ્રી કૃષ્ણ કહતા કે કોઈ પણ માનવીએ સુખમાં છકી જવું ન જોઈએ અને દુઃખમાં અકળાઈ જવું ન જોઈએ. જે સ્વસ્થ રહે તે સુખી થાય.
મહાભારતનું વિરાટ યુદ્ધ જીત્યા પછી હસ્તીનાપુરમાં મહારાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક ચાલતો હતો. દેશ દેશના મહારાજાઓ સત્યવાદી યુધિષ્ઠિર માટે મોંઘી મોંઘી ભેટ લઈને આવ્યા હતા. તે સમયે શ્રી કૃષ્ણ પણ રાજા યુધિષ્ઠિરને ભેટ આપવા માટે આગળ આવ્યા. સૌ વિચારતા હતા કે મહાન શ્રી કૃષ્ણ શું ભેટ આપશે ?
શ્રી કૃષ્ણના મુખ પર ભુવનમોહક સ્મિત રેલાતું હતું. રાજા યુધિષ્ઠિર પાસે જઈને તેમણે એક વીંટી પહેરાવી દીધી યુધિષ્ઠિરે વીંટી સામે જોયું તો ઉપર લખ્યું હતું ઃ આ પણ જશે !
રાજા યુધિષ્ઠિરના મુખ પર સ્મિત રેલાઈ ગયું. તે સમજી ગયા ઃ શ્રી કૃષ્ણ કહેવા માગે છે કે કશુંયે કાયમી નથી. સુખ હો કે દુઃખ હો ! જે કાયમી નથી એમાં આસક્ત થઈને શું કામ ?
રાજા યુધિષ્ઠિરે પ્રણામ કરીને કહ્યું ઃ ‘હું આ આપનો ઉપદેશ સદાયે હૃદયમાં રાખીશ.’
શ્રી કૃષ્ણ કહે ઃ ‘જેના જીવનમાં સત્ય છે, જેના જીવનમાં નમ્રતા છે તે ગમે તેવા સંજોગોમાં ઉન્નતિ પામે છે.’
તે સમયે રાજા યુધિષ્ઠિરે કહ્યું કે, ‘અમને સૌને જીવનમાં કામ લાગે તેવું કંઈક કહો.’
શ્રી કૃષ્ણ મઘુર સ્મિત રેલાવવા લાગ્યા. તેમણે કહ્યું ઃ ‘હું એક વાર્તા કહું છું તે સાંભળો.’
એક નદી હતી. ઉછળતી હતી, કૂદતી હતી. એ જઈને સાગરને ભેટી. સાગરમાં સમાઈ ગઈ. સાગરને થયું કે નદી દોડતી દોડતી આવી છે, પ્રેમથી મને ભેટી છે, ચાલો આજે નદીના પ્રેમની પરીક્ષા કરીએ.
સાગર કહે ઃ ‘હે નદી, મારા માટે થોડું નેતર લેતી આવાજે.’
નદીએ પૂર જોશમાં દોડવા માંડ્યું.
નદીનું ભયંકર ઘોડાપુર જંગલમાં વળ્યું જોશભેર ધસમસતું પાણી આવતું જોઈને નેતરની તમામ સળીઓ જમીન સામે ઢળી ગઈ. પાણી ઉછળતું કૂદતું તેના ઉપરથી ચાલ્યું ગયું.
નદી સાગર પાસે પહોંચી. તેની સાથે નેતર નહોતું. નદી ભોઠી પડી ગઈ.
સાગર કહે ઃ ‘આમ વાત છે. પથ્થરને તોડી નાખવાનો સહેલો છે. પણ નેતરની સળીને ઉખેડીને લાવવાની સરળ નથી. કેમ કે પથ્થર અડગ છે ત્યારે નેતરમાં નમ્રતા છે. જે નમ્ર છે તે જીતે છે.’
શ્રી કૃષ્ણએ આ વાત કહી ત્યારે તેનો મર્મ સમજીને સૌ રાજાઓએ શ્રી કૃષ્ણનો જય જયકાર કર્યો.
પ્રભાવના
જે માનવીનો સ્વભાવ હલકો છે તે વ્યક્ત કર્યા વિના રહેતો નથીઃ પોતાના હલકા સ્વભાવને છૂપાવવા માટે બીજાની ઉપર દોષારોપણ કર્યા વિના પણ રહેતો નથી. પોતે સજ્જન છે તેમ બતાવવા પ્રતત્ન કરે છે પણ તેમ થતું નથી. જ્યારે સૌ જાણી જાય છે કે માનવીનો સ્વભાવ જ તુચ્છ છે ત્યારે તેનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી.
-આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved