Last Update : 02-August-2012, Wednesday

 
તેજ તત્વ વઘારતું પર્વ રક્ષાબંધન

 

રક્ષાબંધન એટલે ભાઈ-બહેન વચ્ચે રાખડી બાંધવાનો-બંધાવી લેવાનો હેત-તહેવાર. રક્ષાબંધન શ્રાવણ પૂર્ણિમાને દિવસે એટલે કે આ વર્ષે ૨ ઓગસ્ટના દિવસે છે. ભવિષ્યપુરાણ પ્રમાણે રક્ષાબંધન મૂળમાં રાજાઓનો તહેવાર હતો, હવે તે બધા જ લોકો ઊજવે છે. પહેલાંના કાળમાં અક્ષત એટલે થોડાક ચોખા સફેદ વસ્ત્રમાં મૂકીને તેને રેશમી દોરાથી રાખડીના રૂપમાં બાંધવામાં આવતા હતા. વર્તમાનમાં બજારમાં રક્ષાબંધન માટે વિવિધ પ્રકારની રાખડી મળે છે, પણ તેમાંથી અધિકાંશ રાખડીઓ દેખાવ માત્રની હોય છે, સાત્વિક રાખડીમાં ઈશ્વરી તત્વ આકર્ષિત થઈને તે જળવાઈ રહે છે, સત્વગુણ પણ વધે છે અને તહેવાર ઊજવવાનો આઘ્યાત્મિક લાભ પણ મળે છે. સનાતન સંસ્થા આવી આઘ્યાત્મિક રાખડીઓ બનાવે છે.
શાસ્ત્રીય મહત્વ
બહેન અને ભાઈ વચ્ચે એકબીજામાં સામાન્ય રીતે ૩૦ ટકા લેવડ-દેવડ હિસાબ હોય છે. લેવડ-દેવડ હિસાબ રાખીપૂર્ણિમા જેવા તહેવારના માઘ્યમ દ્વારા ન્યૂન થાય છે, અર્થાત્‌ તેઓ સ્થૂળમાંથી એકબીજાના બંધનમાં અટવાય છે, પણ સૂક્ષ્મરૂપથી એકબીજામાં રહેલો આપ-લેનો હિસાબ પુરો કરતાં હોય છે. બહેન અને ભાઈને પોતપોતાના લેવડ-દેવડ હિસાબ ન્યૂન કરવા માટેની આ એક સંધિ હોવાથી આ સંધિનો બન્ને જીવોએ લાભ કરી લેવો જોઈએ.
રાખડી બાંધતી વેળાએ બહેનનો ભાવ કેવો હોવો જોઈએ ?
ભાઈને રાખડી બાંધતી વખતે ‘ભાઈમાં રહેલાં ઈશ્વરને રાખી બાંધી રહી છું’, એવો ભાવ રાખવાથી રાખીમાં ભક્તિભાવનું વયલ બની જાય છે. રક્ષા-બંધનને દિવસે પ્રત્યેક ભાઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી કે, ‘મારી બહેનનું રક્ષણ થવા સાથે જ, મારા દ્વારા સમાજ, રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે પ્રયત્નો થાય.’
રક્ષાબંધનના આઘ્યાત્મિક લાભ
૧. તેજતત્વ વધે છે ઃ રાખી બાંધતી વેળાએ ભાઈની આરતી ઉતારવાથી દીવાની જ્યોતિથી તેજતત્વની લહેરો ભાઈ તરફ પ્રક્ષેપિત થાય છે. આ લહેરો ભાઈમાં રહેલા તેજતત્વની વૃદ્ધિ કરવામાં સહાયતા કરે છે.
૨. ભાઈને શક્તિતત્વનો લાભ થાય છે ઃ રક્ષાબંધનને દિવસે રાખડી બાંધનારી સ્ત્રીમાં રહેલું શક્તિતત્વ જાગૃત થાય છે. ભાઈને રાખીના માઘ્યમ દ્વારા આ શક્તિતત્વનો લાભ મળે છે.
રક્ષાબંધનના દિવસે બહેને કોઈપણ અપેક્ષા રાખ્યા સિવાય રાખડી બાંધવાનું મહત્વ
જો રક્ષાબંધનના દિવસે બહેન, ભાઈ પાસેથી વસ્તુના રૂપમાં કોઈપણ અપેક્ષા મનમાં રાખે, તો તેણે તે દિવસે પ્રાપ્ત થનારા આઘ્યાત્મિક લાભથી વંચિત રહે છે. આ દિવસ આઘ્યાત્મિક દ્રષ્ટિએ લેવડ-દેવડ હિસાબ ન્યૂન કરવા માટે હોય છે. અપેક્ષા રાખીને વસ્તુની પ્રાપ્તિ કરવાથી લેવડ-દેવડ હિસાબ ૩ ગણા વધે છે.
૧. અપેક્ષાને કારણે વાતાવરણમાં રહેલા પ્રેમભાવ અને આનંદની લહેરોનો લાભ કરી લેવાનું ફાવતું નથી.
૨. આઘ્યાત્મિક દ્રષ્ટિએ ૧૨ ટકા હાનિ થાય છે. તેથી પ્રત્યેક બહેને પોતાના ભાઈને નિઃસ્વાર્થપણાથી રાખી બાંધવાથી અને તેના આશીર્વાદ લેવાથી લેવડ-દેવડ હિસાબ ન્યૂન થવાનું પ્રમાણ વધે છે.
ભાઈએ સાત્વિક ભેટવસ્તુ આપવાનું મહત્વ
૧. સાત્વિક વસ્તુઓનું તે વ્યક્તિ પર વ્યવહારિક પરિણામ થતું નથી.
૨. સાત્વિક વસ્તુઓ દેનારા જીવને અને લેનારા જીવને બન્નેને લાભ થાય છે.
૩. સાત્વિક કૃતિ કરવાથી લેવડ-દેવડ હિસાબ ન્યૂન થઈને તેના દ્વારા નવો લેવડ-દેવડ હિસાબ નિર્માણ થતો નથી.
તેથી સાત્વિક ભેટવસ્તુઓ આપીને બહેનોના કર્મબંધનથી મુક્ત થવું.
બહેનની ભક્તિ અને ભાવ અનુસાર ભાઈને લાભ મળવો
અ. આ દિવસે શ્રી ગણેશ અને શ્રી સરસ્વતીદેવીનું તત્વ પૃથ્વીતલ પર અધિક
પ્રમાણમાં આવે છે અને તેનો બન્ને જીવોને અધિક પ્રમાણમાં લાભ થાય છે.
આ. રાખી બાંધતી વેળાએ સ્ત્રી જીવમાં રહેલી શક્તિનું તત્વ પ્રગટ થઈને પુરુષ જીવને હાથ દ્વારા મળે છે અને તેને ૫ કલાક સુધી ૨ ટકા લાભ થાય છે.
ઈ. બહેનનો ભક્તિભાવ, તેની ઈશ્વર પ્રત્યેની તાલાવેલી અને તેના પર રહેલી ગુરુકૃપા જેટલી વધારે, તેટલું તેણે ભાઈને પાડેલા સાદ પર પરિણામ થઈને ભાઈની અધિક પ્રમાણમાં પ્રગતિ થાય છે.
૩. બહેને ભાઈને રાખી બાંધતી વેળાએ દ્રૌપદી જેવો ભાવ રાખવો
ભગવાન શ્રીકૃષ્ણની આંગળીમાંથી વહેતી લોહીની ધારને અટકાવવા માટે દ્રૌપદીએ તેની સાડીનો છેડો ફાડીને તેની આંગળીએ બાંઘ્યો. બહેન, ભાઈને થનારી પીડા ક્યારે પણ સહન કરી શકતી નથી. તેના પર આવેલું સંકટ દૂર કરવા માટે તેણી ગમે તે કરી જાણે છે. રાખી પૂર્ણિમાને દિવસે પ્રત્યેક બહેને ભાઈને રાખડી બાંધતી વેળાએ એ જ ભાવ રાખવો જોઈએ.
રક્ષાબંધનના દિવસે ભેટ આપવાનું મહત્વ
રક્ષાબંધનના દિવસે પ્રત્યેક ભાઈ પોતાની બહેનને ભેટવસ્તુ આપતો હોય છે. તેના સ્થૂળ અને સૂક્ષ્મ કારણો આગળ જણાવ્યા પ્રમાણે છે.
અ. એકબીજા પાસે રહેલી સ્થૂળ બાબતોને કારણે એકબીજાનું સાતત્યથી સ્મરણ રહે છે.
આ. ભાઈ પ્રત્યે બહેનને સાતત્યથી રહેલી માયાનું મોલ ભાઈ કરી શકતો નથી, પણ કેટલાક પ્રમાણમાં પ્રેમથી પ્રેમ આપીને તે ન્યૂન કરી શકે છે. આ બાબત સ્થૂળ માઘ્યમ દ્વારા પ્રગટ કરવાનો તે પ્રયત્ન કરતો હોય છે.
ઈ. ભેટવસ્તુ આપતી વેળાએ ભાઈના મનમાં રહેલા ઈશ્વર પ્રત્યેના ભાવનું બહેન પર પરિણામ થતું હોય છે. તેથી ભાઈ પાસે ભેટવસ્તુ માગવાને બદલે તે જે કાંઈ આપે તેનો સ્વેચ્છાએ સ્વીકાર કરવો, નહીંતર પછી તે બાબત ટાળવાનું જ સગવડતાભર્યું અને ઉપયુક્ત નીવડે છે.
રક્ષાબંધન આ પર્વ સમાજે ધારણ કરેલા ભાંગી પડેલા મનોને જોડવાની એક સુસંધિ છે. તેના આગમન દ્વારા કુટુંબોનો આપસનો કલેશ શાંત થવા લાગે છે. ભેદભાવ ભૂલાવા લાગે છે અને સામૂહિક સંકલ્પશક્તિનો સાકાર થવા લાગે છે.
રાખીના માઘ્યમ દ્વારા થનારું દેવતાઓનું વિડંબન રોકો !
આજકાલ રાખડી પર ‘ૐ’ અથવા દેવતાઓનાં ચિત્રો હોય છે. રાખીનો ઉપયોગ થયા પછી તે આડા-અવળી પડી હોવાથી એક રીતે દેવતા અને ધર્મપ્રતીકોનું વિડંબન થાય છે. તેથી પાપ લાગે છે. આ બાબત ટાળવા માટે રાખડીનું પાણીમાં વિસર્જન કરો !
(સૌજન્ય ઃ સનાતન સંસ્થા)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved