Last Update : 02-August-2012, Wednesday

 

જીવતાદેવ નાગદેવ નાગપંચમી

 

ભારતનાં દરેક પ્રદેશોમાં નાગોનાં અનેક આસ્થા મંદિરો આવેલા છે. દેવી-દેવતાઓનાં અનેક રૂપો માહેના આ પણ આપણી સંસ્કૃતિમાં દેવતા ‘નાગદેવતા’ તરીકે ગણાયા. તેની અલૌકિક શક્તિનાં અનેક દૃષ્ટાંતો દુનિયાનાં ઘણાં દેશોમાં આજ પણ જોવા સાંભળવા મળે છે. એવો પણ વિશ્વાસ ધરાવવામાં આવે છે કે દેવતાઓની માફક તેમનામાં પણ શક્તિ છે. તેથીસ્તો માત્ર પૂજનીય ન રહેતા નાગદેવતા આપણી ધાર્મિક ધરોહરનાં એક પ્રતિક સમાન બની રહ્યાં છે.
દેશમાં દર વર્ષ શ્રાવણ માસનાં શુકલ પક્ષની પંચમીનાં દિવસને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક નાગપૂજન કરવામાં આવે છે. તેમને દૂધનાં અર્ઘ્યનું વિશેષ મહત્વ છે. આ દિવસે શ્રદ્ધાળુ ભક્તજનો ફળાહાર ઉપવાસ પણ કરે છે. આ દિવસે જો નાગનો સાક્ષાત્‌ દર્શન થઈ જાય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આળે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને ‘નાગરપંચમી’ નામે ઓળખાય છે. જ્યારે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં ‘નાગપંચમી’ (નાગ પાચમ)થી ઓળખાય છે. આંધ્રપ્રદેશમાં બાલિકાઓ નાગની પૂજા પોતાના ભાઈઓની રક્ષાને માટે કરે છે. ત્યારે દક્ષિણ ભારતની પરણિત સ્ત્રીઓ નૌમુખી નાગની મૂર્તિ બનાવીને પોતાનું વાંઝિયા મેણું ટાળવા સંતાન પ્રાપ્તિ માટે આરાધના કરે છે. ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ પાણીનાં તળાવમાં માટીની પૂતળીઓનું વિસર્જન કરે છે.
ચીનાન ઘાટીમાં વાસુકી નાગના મંદિરમાં નાગરાજને મંત્રીશ્રીનાં રૂપમાં પ્રતિમા ઊભી છે. કાંગડા, ચંબા અને કશ્મીરમાં શેષનાગ, વાસુકીનાગ, તખ્તનાગ, સનાતનાગ, પેરીનાગ, કોકરનાગ, અનંતનાગ તથા અનેક નાગણીઓનાં મંદિર આવેલ છે. મૈસુરમાં કુંડાળુવાળી નાગોની નાની મૂર્તિઓ પીપળાનાં થડ પાસે મૂકવામાં આવેલ જોવા મળે છે. વિશેષ તો દેવોનાં અગ્રીમ દેવ પૂજ્ય શ્રી ગણપતિજીનું પ્રિય આયુધ નાગબાણ તો છે. જે નામને યોગ્ય સર્પમુખી બની જાય છે.
પ્રાચીનકાળથી જ નાગપૂજન પ્રચલિત રહ્યું છે મોહે-જો-દડો, હડપ્પા તેમજ સંિધુખીણની સંસ્કૃતિના ત્રણ હજાર વર્ષ પહેલાં કરવામાં આવતી પૂજાનાં પૂરાવાઓ સાબિતીઓ પ્રાપ્ત થઈ છે. આ જગ્યાઓમાં ખોદકામ કરતાં તેમાંથી સીક્કાઓ અને પથ્થરો પણ નાગની આકૃતિઓ અંકિત થયેલ છે. અજંતાની ગૂફામાં નાગપૂજાનાં પ્રમાણો હયાત છે. દક્ષિણ ભારતનાં કેનેરા જિલ્લામાં ખૂબ મોટી પ્રતિમા છે. એક વાસુકી નાગદેવતાનું મંદિર અલ્મોડા (ઉત્તરાચલ)થી પંચોત્તેર કી.મી. દૂર બેરીનાગ અલ્મોડા માર્ગે લોહાસ્થળ (દાનપુર)ની નજીક આવેલ છે. એવું કહેવામાં આવે છે કે વર્ષનો એક માસ છોડી બાકીની અગીયાર માસ નાગપંચમી, માઘ પૂર્ણિમાસી, કાર્તિકપૂર્ણમાસી, વૈશાખીપૂર્ણમાસી વગેરે તિથીઓમાં પૂજન તેમજ મેળાઓનું આયોજન થાય છે. વિશ્વના એવાં ઘણાં બધા દેશોમાં પણ નાગપૂજા કરવામાં આવે છે. તેમાનાં દેશો છે ચીન, યુનાન, પોલેન્ડ, એલેકઝાંડ્રિયા, તિબેટ, મેક્સિકો, ફિનોશિયા, આફ્રિકા, નોર્વ, જાપાન, મઘ્ય અમેરિકા, મલેશિયા, રોમ તેમજ મિસર વગેરે જગ્યાએ નાગની પૂજા કરવામાં આવે છે. બેબીલોનમાં સૂર્યપૂજાની સાથે સાથે સર્પની પૂજા પણ કરવામાં આવે છે. ત્યાંનાં પ્રાચીન ઘરોમાં નાગપૂજા માટેનાં વિશેષ સ્થળો બની રહ્યાં છે. અહીંની પ્રજા સર્પને પૃથ્વીનાં ‘વીરપુત્ર’ તરીકે ઓળખાવે છે. ફીઝી ટાપુમાં પણ નાગમંદિરો આવેલા છે. નાગ-નાગણીનાં ઘણાં પુરાતન ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે.
જાપાનનાં ઘણાં બૌદ્ધ મઠોમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓની આસપાસ સોના, ચાંદી તેમજ લાલ પથ્થરોમાંથી નકશી કરેલાં અનોખા સર્પસ્થળ બનાવ્યા છે. જેની દર પૂર્ણિમાએ પૂજા કરવામાં આવે છે. મલેશિયામાં એક વિશ્વ વિખ્યાત નાગમંદિર ‘કોર સૂ કાંગ’ છે. અહીં ઘણાં નાગની મૂર્તિઓ છે. આફ્રિકામાં સાપને ‘અન્નના દેવ’ તરીકે માનવામાં આવે છે. આ વિસ્તારનાં અમુક દેશમાં સાપને સૂર્યવંશનો ‘ટોટમ’ માનવામાં આવે છે. જાપાન અને ફ્રાન્સનાં પ્રાચીન સાહિત્યમાં પણ સર્પને દૈવી શક્તિનાં પ્રતિક સમજીને પૂજનનાં પ્રમાણો મળે છે. ચીનની રાજધાની પેકીંગમાં આજ પણ એક વિશાળ નાગમંદિર મૌજુદ છે. અહીં નાગને ખેતીનાં ખુદા માનવામાં આવે છે. અહીંનો રક્ષણહાર દેવ મહાસર્પ રાજા લંિગ વાંગ માનવામાં આવે છે. અને તેમનાં અનેક મંદિરો છે. આ દેશનું રાષ્ટ્રીય પ્રતિક પણ મહાસર્પ ઉર્ફે ‘ડ્રૈગન’ છે!
તિબેટમાં આવેલાં ઝરણાઓ, નદીઓના અઘિષ્ઠાતા કોઈને કોઈ નાગદેવતા છે. તેમ માને છે. તિબેટમાં નાગને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. એવું જાણવામાં આવ્યું છે કે મિસરની નાઈલ નદીનાં કિનારે હજારો સાંપોમાં નાગપૂજા પ્રચલિત હતી. મિસરનાં સમ્રાટ રાજાઓનાં તાજ પર ફેણ ફેલાવીને સર્પનું ચિહ્ન રહેતું. અહીંના પિરામીડોનાં ભગવાન ઈજોનાં રૂપમાં નાગોને જ ચિત્રિત કરવામાં આવેલાં છે. ત્યાંના ઈ.સ. ૨૦૦૦ પૂર્વનાં ઇતિહાસમાં નાગને દેવતત્વની પરિકલ્પનાનાં સાક્ષી માન્યા છે! તે જમાનામાં લોકો સાપોને પોતાનાં ઘરમાં રાખી પાળતા હતા! તેઓની એવી દૃઢ માન્યતા હતી કે નાગ સંતાન પ્રદાન કરે છે. એટલાં માટે ત્યાની ઘણી કુંવારી કન્યાઓ લગ્ન પછી સંતાનને માટેની કામનાથી પવિત્ર નિર્મળ જળ અને તાજાં પુષ્પોથી નાગ સ્થળોની પૂજા કરતી હોય છે. રોમની દક્ષિણે હીરા મંદિર છે. જ્યાં પ્રતિ વર્ષ એક ભવ્ય સમારંભનું આયોજન કરી નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. આ શુભ અવસરે અહીંની કુંવારી કન્યાઓ સાચાં હૃદયથી નાગને કેક ખવડાવે છે. નાગપૂજા મેક્સિકો, કંબોડિયા, લાઓસ વગેરે દેશોમાં પણ થતી આવે છે. આ દેશનાં વતની - આદિજાતિની પ્રજા, ભૂત, પ્રેત, પિશાચ અને અવગતી આત્માઓથી સલામત રહેવાને નાગદેવની પૂજા કરે છે. જ્યારે નેપાળી લોકો દુષ્કાળનાં ઓળાથી બચવાને માટે નાગપૂજા કરે છે. મેક્સિકોની વસતી પ્રજા નાગને શક્તિ તેમજ ઉર્વરતાનાં દેવ માને છે.
નાગનો ડરાવનારો સ્વભાવ હોવા છતાં પણ હજારો વર્ષોથી ભારત તથા વિદેશોમાં નાગપૂજા થતી આવી છે. કેમ કે નાગ આપણો મિત્ર સમવર્તન વર્તે છે. જેને શુંભચંિતક પણ છે. જે પર્યાવરણને સંતુલન બનાવી રાખવામાં પોતાનો અમુલ્ય ફાળો આપે છે કહેવામાં આવે છે કે શેષનાગ રૂપે પૃથ્વીનો સંપૂર્ણ ભાર તેઓ ઉઠાવી રહ્યાં છે. એટલે જ કદાચ આ એક જ એવો જીવ છે. જે આદિ સંસ્કૃતિની સાથે સાથે વિશ્વનાં દરેક દેશોનાં ધર્મની સંસ્કૃતિ અને જનજીવન સાથે ઓતપ્રોત રહેલ છે.
- લાલજીભાઈ જી. મણવર

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved