Last Update : 02-August-2012, Wednesday

 
‘સમગ્ર પુરુષાર્થોને સિદ્ધ કરનાર’ પંચાક્ષર મંત્રનું મહાત્મ

શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવનો માસ. શ્રાવણ એટલે શ્રદ્ધા, ભક્તિ અને ઉપાસનાનું પરમ પર્વ. શ્રાવણ એટલે મેળાઓનો મહોત્સવ. દેવાધિદેવ મહાદેવે શ્રી શિવપુરાણમાં પંચાક્ષર મંત્રનું મહત્વ સમજાવ્યું છે. વેદમાં તેમજ શિવશાસ્ત્રમાં બંન્નેમાં પંચાક્ષર મંત્ર ૐકાર સાથે છ અક્ષરનો કહ્યો છે. તે શિવભક્તોના સમગ્ર પુરુષાર્થોને સિદ્ધ કરે છે. પંચાક્ષર મંત્રરૂપ વાક્ય ઓછા અક્ષરવાળું અર્થયુક્ત અને વેદના સાર રૂપ છે. ખાસ કરીને તે મુક્તિદાયક, આજ્ઞાસિદ્ધ, સંદેહરહિત તથા શિવ સ્વરૂપ છે. મહાદેવે સર્વ પ્રાણીઓના સમગ્ર પદાર્થોની સિદ્ધિ માટે ‘ૐ નમઃ શિવાય’એ મંત્ર આપ્યો છે. તે સર્વ વિદ્યાઓનું બીજ તથા વડના બીની જેમ અતિસૂક્ષ્મ હોવા છતાં મહાન અર્થવાળો છે.
પંચાક્ષર મંત્રનું સ્વરૂપ
ૐકાર એકાક્ષર મંત્રમાં ત્રણે ગુણોની પર, સર્વજ્ઞ, અને સર્વ વ્યાપક શિવ રહ્યા છે. નમઃ શિવાય એ મંત્રમાં ઈશાન આદિ પાંચ એકાક્ષર, સૂક્ષ્મ બ્રહ્મ રહ્યા છે. તેમાં પાંચ બ્રહ્મરૂપી શરીરવાળા શિવ રહ્યા છે. આ પંચાક્ષર મંત્ર એ શિવના અભિદ્યાન (વાચક) રૂપ છે અને તે શિવ એ મંત્રના અભિધેય અર્થ વારય કહેવાય છે. અભિદ્યાન અને અભિધેય તરીકે પરમ શિવ મંત્ર સિદ્ધ છે. જે ભક્ત ૐ નમઃ શિવાય એ મંત્રનો અભ્યાસ સ્થિર કર્યો છે. તેનું જીવન સફળ થાય છે. પંચાક્ષર મંત્ર જપવાથી માયાની મનુષ્ય મોહિત થતો નથી. પતિત વ્યક્તિ પુણ્યશાળી બને છે. જે મનુષ્ય ગુરુ દ્વારા આ મંત્ર મેળવી મૈત્રી આદિ ગુણોથી યુક્ત તથા બ્રહ્મચર્ય પરાયણ રહીને ભક્તિથી શંકરનું પૂજનકરે છે, તે શિવની સમાનતાને પામે છે. પંચાક્ષર મંત્રના પ્રભાવથી દરેક લોક, વેદ, મહર્ષિ, સનાતન ધર્મ દેવતાના સર્વ જગત ટકી રહ્યું છે.
શાસ્ત્રકારના મત પ્રમાણે પ્રથમ નમઃ કહેવું, અને પછી શિવાય કહેવું. આ પંચાક્ષરી વિદ્યા સર્વ વેદોના મસ્તક પર રહેલી છે, અને દરેક શબ્દના તથા સર્વ પ્રાણી પદાર્થોના બીજ રૂપ હોઈ સનાતનની છે. ઈંદ્ર રુદ્ર, વિષ્ણુ, બ્રહ્મા તથા કાર્તિક સ્વામી એ પાંચ દેવતાઓ કહેવાય છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર તથા ઉંચેનું એમ પાંચમુખ શિવના છે. એ મંત્રના ન કારથી માંડી પાંચ વર્ણોના સ્થાને અનુક્રમે રહ્યા છે. એ મંત્રનો પહેલો, ચોથો અને બીજો વર્ણ ન વા મ ઉદલી છે. પાંચમો (ય) સ્વસ્તિ છે અને ત્રીજો શિ અનુદલી છે. શિવમંત્ર ભગવાનું હૃદય છે. ન કાર મસ્તક કહેવાય છે. મ કાર શિખા કહેવાય છે. શિ કાર કવચ (બખ્તર) છે. વ કાર નેત્ર કહેવાય છે. અને ય કાર અસ્મ છે.
ભગવાન શિવ જણાવે છે તેમ જે વ્યક્તિ બુદ્ધિ, સમયશાસ્ત્ર, શક્તિ અને સંપત્તિ પ્રમાણે ગમે તે ક્ષણે, ગમે તે સ્થળે ભક્તિથી તેમની પૂજા કરે છે તેમને જરૂર મુક્તિ મળે છે. જે મનુષ્ય જીવે ત્યાં સુધી બીજે મન રાખ્યા વગર (નિષ્કામભાવે) તત્પર રહી કાયમ ૧૦૦૮ મંત્રોનો જપ કરે તે પરમગતિને પામે છે. જે મનુષ્ય મંત્રમાં જેટલા અક્ષરો હોય તેથી ચારગણા લાખ મંત્રનો આદરથી જપ કરે છે અને એકવાર ભોજન કરે છે તે પુરચરણ કહેવાય છે.
જપ વિધિ, પ્રકાર અને મહત્વ
ૐ નમઃ શિવાયનો જપ કરતા પૂર્વ આ મંત્રનો જપ કરનાર વ્યક્તિએ સ્નાન કરી પવિત્ર થઈ, સુંદર આસન બિછાવી, પોતાના હૃદયમાં ઈશ્વર સ્મરણ કરીને ગુરુનું ઘ્યાન ધરી, ઉત્તર અથવા પૂર્વમુખે બેસી મૌન ધરી એકાગ્ર ચિત્તે જપ કરવો. મનમાં જપ કરવો તે ઉત્તમ છે. હોઠ હાલે તેમ ધીમે ધીમે જપ કરવો તે મઘ્યમ છે અને વાણીથી બોલતા (સૌ સાંભળે તેમ) જપ કરવો અધમ છે. ઉત્તમ જપના દેવતા રુદ્ર છે. મઘ્યમ જપના દેવતા વિષ્ણુ છે અને અધમ જપના દેવતા બ્રહ્મા છે.
વિદ્વાનોના મત અનુસાર ઊંચાનીચા, મઘ્યમ સ્વર સાથે તેના સ્પષ્ટ અસ્પષ્ટ પદોવાળા, અક્ષરોની, વામી દ્વારા જે મંત્ર ઉચ્ચારે એ વાચિક જપ કહેવાય છે. માત્ર જીભ ચાલે અથવા સહેજ થોડો ઉચ્ચાર થાય પણ બીજાને સંભળાય નહિ તે ઉપાંથું જપ કહેવાય. અક્ષરોની પંક્તિના વર્ણેવર્ણનું તથા પદેપદનું બુદ્ધિથી વારંવાર શબ્દાર્થ ચંિતન થયા કરે તે માનસ જપ કહેવાય. વાયિક જપ એક ગણાય. ઉપાંથું સો કહેવાય. અને માનસજપ હજાર ગણાય છે. પ્રાણાયામ સહિત જે જપ કરે તે સગર્ભ જપ કહેવાય. જયશક્તિ પ્રમાણે કરવા જોઈએ આંગળીના વેઢાથી જે જપ થાય તે આઠ ગણો જાણવો. શંખના મણકાઓથી જે જપ થાય તેની સંખ્યા સો ગણી થાય છે. સ્ફટિકના મણકાથી કરેલો જપ તે દશ હજાર કહેવાય. મોતીમાળા દ્વારા કરાતો જપ એક લાખ કહેવાય. કમળકાકડીની માળાથી જે જપ કરે છે તે એક લાખ કહેવાય. સોનાના મણકાની માળાની જે જપ કરે છે તેને એક કરોડ જપનું પુણ્ય મળે છે. રુદ્રાક્ષથી કરાતો જપ અનંતગણો થાય છે. જપ કરતી વખતે જમણા હાથનો અંગૂઠો મોક્ષ આપનાર (અંગૂઠા પાસેની) તર્જની આંગળી શત્રુઓનો નાશ કરે છે. વચલી આંગળી ધન આપનારી છે. અનામિકા આંગળી શાન્તિદાયક છે. જપમાં ૧૦૮ મણકાની માળા ઉત્તમ છે. ચોપન મણકાવાળી રુદ્રાક્ષની માળા હૃદય માટે શ્રેષ્ઠ કહેવાય છે. શિવપુરાણ અનુસાર જપ કોઈને બતાવવો નહિ. જપ કરવાનો હરકોઈ મંત્ર અંગૂઠા સહિત બીજી આંગળીઓથી જપવો જોઈએ કારણ કે અંગૂઠા વગરનો જપ નિષ્ફળ છે.
જપનું સ્થાન અને મહત્ત્વ
ઘરમાં કરેલો જપ સામાન્ય ગણાય ગાયના વાડામાં કરેલા જપ સો ગણો સમજવો. પવિત્ર જંગલ અને બાગ બગીચામાં કરલો જપ હજારગણું ફળ આપે છે. દેવાલયમાં કરેલો જપ કરોડગણું ફળ આપ છે. પૂર્વ દિશા તરફ મુખરાખી જપ કરવાથી વશીકરણની પ્રાપ્તિ થાય દક્ષિણ દિશા તરફ મુખરાખી જપ કરવાથી મારણમોહનની પ્રાપ્તિ થાય. પશ્ચિમ તરફ ધન આપનારી અને ઉત્તર તરફનો જપ શાન્તિદાયક છે. હાથમાં અપવિત્ર વસ્તુ રાખવી. અભિમાન અને ક્રોધથી જપ કરનારને ફળ મળતું નથી. હમેશાં પદ્માસનમાં બેસીને જપ કરવો. જે મનુષ્ય આ પંચાક્ષર મંત્રનું એકાગ્ર ચિત્તે ભક્તિથી શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્તિ થઈ પરમ ગતિને પામે છે.
પ્રઘ્યુમ્નભાઈ જે. રાવલ

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved