Last Update : 02-August-2012, Wednesday

 
પ્રેમ અને ભક્તિનું પર્વ રક્ષાબંધન
 

આપણા દેશમાં ભાઈ-બહેનના નિર્મળ પ્રેમના પ્રતીકસમા મુખ્ય બે તહેવારો ઉજવાય છે એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ. જેમાં શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્ત્વ ધરાવે છે. આ તહેવાર શ્રાવણી સુદ પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવારને બળેવ અને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને જમણા હાથે સુંદર રેશમી કે નાયલોનની દોરાવાળી રાખડી બાંધી ભાઈના કપાળે કુમકુમ તિલક કરીને ભાઈનું મુખ મીઠું કરાવે છે. ભાઈ બદલામાં બહેનને યથાયોગ્ય ભેટ આપી બહેનની કોઈ પણ સંક્ટ સમયે રક્ષણ કરવાનું વચન આપે છે. આ તહેવારને સબંધિત પ્રચલિત અનેક કથાઓ અને માન્યતાઓ રહેલી છે.
- આ દિવસે દેવરાજ ઈન્દ્રની પત્ની શચી (ઈન્દ્રાણી) એ બધા જ દેવતાઓને રક્ષાસૂત્ર (રાખડી) બાંધી હતી અને તેની શક્તિથી દેવતાઓએ રાક્ષસીનો પરાજય કર્યો હતો.
- પ્રાચીનકાળમાં ૠષિ-મુનિ આ દિવસે સાધનાની પૂર્ણાહુતિ કરતા અને રાજાઓના હાથમાં રાખડી બાંધીને આશીર્વાદ આપતા હતા.
- આ દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને તેમને પોતાનો ભાઈ બનાવ્યો હતો. આ કથા થોડી વિસ્તારપૂર્વક જોઈએ તો એવું જાણવા મળે છે કે, બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે ભગવાન વૈકુંઠ છોડી તેની અખંડ રક્ષા માટે સુતલમાં રહ્યા. પતિ ચાલ્યા જવાથી લક્ષ્મીજીને મૂંઝવણ થઈ. શ્રાવણી પૂર્ણિમાએ તેઓ બલિ પાસે ગયાં. તેને રાખડી બાંધી ‘ભાઈ’ તરીકે સ્થાપિત કર્યો. બલિએ બહેનને કંઈ માગવા કહ્યું, ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે, ‘ભાઈ! મારે તો પતિ હોવા છતાં વૈધવ્ય જેવું થયું છે. માટે ભગવાનને મને આપી દે.’
પછી ભગવાન તો બલિની રક્ષામાં વચનબદ્ધ થયા હતા તેથી પરિસ્થિતિ વિકટ થઈ હતી. છેવટે નક્કી કરવામાં આવ્યું કે, ચાર મહિના બ્રહ્માજી, ચાર મહિના શિવજી અને ચાર મહિના વિષ્ણુ બલીની રક્ષામાં રહે. આ પછી ભગવાન વિષ્ણુ અષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધી સુતલમાં રહે છે.
બલિએ જેમ આત્મનિવેદન કરી ભક્તિ કરી લીધી, તેમ આપણે પણ ‘બલિ-ઈવ’ એટલે બલિ જેવી ભક્તિ કરવી જોઈએ અને એ જ છે સાચી બળેવ!
લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી ત્યારથી રક્ષાબંધન પર્વની શરૂઆત થઈ એવું પણ માનવામાં આવે છે. આવો આત્મિયતાનો સ્નેહ અને અમરતાની શુભ ભાવના પ્રસરાવતો અનેરો ઉત્સવ એટલે જ રક્ષાબંધનનું પર્વ.
આ તહેવારની બહેનો ખૂબ જ આતુરતાથી રાહ જુએ છે, આ દિવસે તેમનું હૃદય આનંદથી ઝુમી ઉઠે છે. બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈના દીર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે. અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
આ રક્ષાબંધનનો તહેવાર પ્રાચીન કાળથી ઉજવાતો આવ્યો છે.
- અકબર બાદશાહ આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવતા અને રાખડી બંધાવતા હતાં.
- હિન્દુ રાણી કર્ણાવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી બાંધી હતી.
- સાગર ખેડૂઓ અને નાવિકો દરીયા દેવની પૂજા કરીને નાળિયેર વધેરે છે. અને પોતાના રક્ષણ માટે પ્રાર્થના કરે છે.
પહેલાના સમયમાં શ્રાવણી પૂનમના દિવસે નિત્યકર્મથી માણસો પરવારીને દેવતા, પિતૃ અને સાત ૠષિઓનું તર્પણ કરતા. બે પહોર વીત્યા બાદ ઉનના કે સુતરના વસ્ત્રમાં હળદરથી રંગીલી ચોખાની પોટલી બાંધીને એક વાસણમાં મુકવામાં આવતી અને ત્યારબાદ ઘરને છાણથી લીંપીને રંગોળી પૂરવામાં આવતી અને ત્યારબાદ શાંતિ કલશની સ્થાપના કરવામાં આવતી. પછી વેદજ્ઞ બ્રાહ્મણો યજમાનને પૂજા કરાવી પીળા ચોખાવાળી પોટલી મંત્રથી અભિષિકત કરીને બાંધતા અને હૃદય પૂર્વકના આશીર્વાદ ઉચ્ચારતા કે,
પ્યઝ દ્ધઢફ્ર્‌ય દ્ધેંલ્ઝ્‌[્‌ ્‌ઝશ્નયવ્ઙ્‌ય ર્ઊંં્‌દ્ધલ્થ ળ
ઽયઝ ેશ્ન્‌ઊંેંગ્દ્ધદ્મથ્‌ેંઊં ઝઢ્ઢ્‌ય ઊં્‌ ટ્ટલ્ ઊં્‌ ટ્ટલ્ ળળ
દાનવરાજ મહાબળવાન બલિરાજા જેના વડે બંધાયેલો- રક્ષાયેલો છે તે રક્ષા (રાખડી)થી હું તને (યજમાનને) બાંઘું છું. માટે હે રક્ષા (રાખડી) ! તું આ વ્યક્તિની રક્ષામાંથી ચલિત થતી નહીં, જરાય ચલિત થતી નહીં.
(ભવિષયોત્તર પુ. ૧૩૭/૨૦.)
આ રક્ષાબંધનનો તહેવાર બ્રાહ્મણો માટે અતિ પવિત્ર મનાય છે. આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. નદી કે સમુદ્રના કાંઠે સ્નાન કરી વિધિસર જનોઈને ધારણ કરે છે. પોતાના યજમાનોને ત્યાં જઈ રક્ષા બાંધે છે અને દક્ષિણા મેળવે છે.
આપણે આ રક્ષાબંધના પર્વનું યથાર્થ રહસ્ય પણ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. રક્ષાબંધન શબ્દમાં મુખ્ય બે શબ્દો આવેલા છે એક ‘રક્ષા’ અને બીજો ‘બંધન’. ‘રક્ષા’નો અર્થ રક્ષણ કરવું એવો થાય. રક્ષાબંધનને દિવસે ભાઈ બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ અર્થ તો જાણે છે જ. પરંતુ સાથો-સાથ આ આપણે આ અર્થને વિસ્તૃત સ્વરૂપ આપવું જોઈએ. આપણે આ રક્ષાબંધનના તહેવારને ભાઈ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજાની પ્રતિ પ્રીતનો તહેવાર બનાવવો જોઈએ. આજના આ સમયમાં આપણે એકબીજાની હૂંફ અને રક્ષણની ખાસ જરૂર છે એટલા માટે દરેક માનવે એકબીજાની મદદ કરવી જોઈએ અને એકબીજાનું રક્ષણ કરવામાં મદદ રૂપ થવું જોઈએ.
આમ ‘રક્ષા’ શબ્દમાં ઘણી બાબતો સમાઈ જાય છે, તેથી આપણે સૌ કોઈએ મન, કર્મ અને વચનથી પવિત્ર બની ધર્મની રક્ષા કરવાની ખાસ જરૂર છે. ધર્મને પાળવાની જરૂર છે. ધર્મને આપણા જીવનમાં મૂકવાની જરૂર છે. જો આપણે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. વાસ્તવમાં આપણા સર્વનું રક્ષણ કરનાર તો એક માત્ર ભગવાન જ છે. રક્ષાબંધન શબ્દમાં બીજો શબ્દ ‘બંધન’ છે બંધન એટલે બાંધવું કે બંધાવવું. વાસ્તવમાં આજે બંધન કોઈનેય ગમતું નથી. સર્વ કોઈ બંધનોથી મુક્ત થવા પ્રયાસ કરે છે. પરંતુ આપણે સૌ કોઈ એ ભગવાનના બંધનમાં રહેવું જોઈએ એટલે કે, ભગવાનની આજ્ઞા પ્રમાણે સદાચારમય અને વ્યસનમુક્ત જીવન જીવવું જોઈએ. અને આપણે એ રીતે જીવન જીવીએ તો આપણને શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક જન્મોથી લાગેલા કર્મોના બંધનમાંથી મુક્તિ આપાવીને પોતાનું શાશ્વત સુખ અર્પણ કરે છે.
આવો શ્રાવણી પૂનમ- રક્ષાબંધનનો તહેવાર શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે પણ ઉજવાતો હતો. આ તહેવારની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ કરી છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઘણા પ્રેમી ભક્તોએ રાખડી બાંધી છે. તેવા પ્રસંગો શાસ્ત્રમાં જોવા મળે છે. કરસજીસણ ગામના ગોવંિદભાઈ જ્યારથી સત્સંગને રંગે રંગાયા ત્યારથી તેઓ દર રક્ષાબંધનના દિવસે ભગવાન જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં રાખડી બાંધવા ચાલતા જતા. અરે! છેક સાહીઠ ગાઉ દૂર આવેલા ગઢપુર પણ તેઓ રાખડી બાંધવા ગયેલા છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનને હરિભક્તો જ માત્ર રાખડી બાંધતા હતા એવું નહોતું. સંતો પણ પોતાના ભગવાનને રાખડી બાંધતા હતા. આજેય ઈતિહાસ તેની સાક્ષી પૂરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખ વાણી વચનામૃત ગ્રંથ તેના મઘ્ય પ્રકરણના નવમાં વચનામૃતમાં આપણને જોવા મળે છે કે, સદ્‌ગુરુ આનંદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને રાખડી બાંધી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરોમાં આજે પણ આ રક્ષાબંધનના પર્વે સંતો-ભક્તો આ દિવસે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્‌શોપચારથી પૂજન, અર્ચન, આરતી કરે છે. ત્યારબાદ રાખડીઓ ભગવાનને બાંધે છે અને સંતો એ રાખડીઓ ભક્તજનોના કાંડે બાંધે છે અને ચાંદલો કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપાને રાખડીના હંિડોળામાં પણ ઝુલાવે છે.
ભક્તો ભગવાન પાસે અને સંતો પાસે આ શ્રાવણી પૂનમ- રક્ષાબંધનના દિવસે આઘ્યાત્મિક, અધિભૌતિક અધિવૈદિક ઉપાધિઓ નાશ પામે અને પોતાના અંતરના દોષો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, તૃષ્ણા આદિની નિવૃત્તિ થાય અને સાંસારિક પદાર્થોમાંથી હેત તૂટે અને ભગવાનમાં અતિશે પ્રેમ થાય તેવી પ્રાર્થના કરે છે. તો આપણે પણ શ્રાવણી પૂનમે - રક્ષાબંધનના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે, અમને સૌ કોઈને આ સંસારની માયામાંથી છુટાવશો અને તમારી મૂર્તિનું અનાદિમુક્તો જેમ મૂર્તિમાં રસબસ થઈને સુખ ભોગવે છે તેવા સુખના ભોકતા કરજો.
- શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કુમકુમ

 
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved