Last Update : 02-August-2012, Wednesday

 

તેણે જોયું તો ઘીથી ભરેલો સાગર સળગી રહ્યોહતો અને કિનારા ઉપરનો દીવો બૂઝાઈ ગયો હતો

- વિમર્શ
 

ગામની ભાગોળે એક અવાવરું મંદિરમાં એક બાવાજી ઘૂણી ધખાવીને બેઠા હતા. તે ઝાઝી વાતો કરતા નહિ પણ લોકોમાં તેમના ચમત્કારની વાત ક્યાંકથી ફેલાઇ ગઇ હતી. બાવાજી પાસે આવનારા તેમને પગે પડીને બેસે એટલે બાવાજી રાખના ઢગલામાંથી ચપટી રાખ આપે. તેને પ્રસાદ ગણીને માથે ચઢાવી લોકો ચાલ્યા જાય. પણ આજે આવેલો એક માણસ રાખની ચપટી લઇને વિદાય ન થયો પણ ત્યાં બેસી રહ્યો. બાવાજી રાખ આપીને તેમના ઘ્યાનમાં ઊતરી ગયા. ઘ્યાનમાંથી થોડીક વારે બહાર આવ્યા ત્યારે પેલો માણસ ત્યાં જ બેઠેલો હતો.
બાવાજીને લાગ્યું કે માણસ જિજ્ઞાસુ છે. તેમણે તેની સામે આંખ મીલાવીને પૂછ્‌યું, ‘‘ક્યા બાત હૈ?’’
આજુ બાજુમાં કોઇ નથી તેની ખાતરી કરીને તે બોલ્યો ‘‘કાલે એ જોયા પછી મારું મન માનતું નથી. આખી રાત ઊંઘ ન આવી. મને થયું કે આ વાતનું સમાધાન તમે જ કરાવી શકશો એટલે સવારે અહીં જ દોડતો આવ્યો.’’
‘‘ક્યા દેખા?’’ બાવાજીએ પ્રશ્ન કર્યો.
‘‘બાવાજી, જુઠ નહિ બોલતા. મગર એક કૌતુક દેખા. સાંજે સદાવ્રત ચાલે છે તે ગલીમાં હું વળ્યો ત્યાં મારી સગી આંખે મેં જોયું. સદાવ્રતમાં સાંજે ભીખ લેવા આવેલા એક દુબળા - વયોવૃદ્ધ માણસને શેઠે તેના પગમાં લાકડી પરોવીને પાડ્યો. તેના પડતાની સાથે શેઠે તેના માથા ઉપર જોરથી લાકડી ફટકારી. મને લાગે છે કે માણસ મરી ગયો હશે. શેઠે તુરત જ સદાવ્રતની નીચે આવેલા ભંડકિયામાં તેને ધકેલી મૂક્યો. તેના પડવાનો ધડીમ કરતો અવાજ પણ મેં સાંભળ્યો.’’
બાવાજીએ આ માણસની વાત સાંભળતાં પોતાની આંખો મીંચી દીધી. થોડીક વારે બાવાજીએ આંખો ખોલી અને પૂછ્‌યું, ‘‘ઈસમેં બાત ક્યા હૈ?’’
‘‘બાપજી! જો મૈંને દેખા વો સચ થા? યા મરી આંખ ધોખા ખા ગઇ?’’
‘‘સબ સચ હૈ. ઓર ભી સત્ય હૈ. દેખતે રહો’’ બાવાજી બોલ્યા.
પેલા માણસ કકળી ઊઠતાં બોલ્યો, ‘‘બાપજી, જો આ વાત સાચી છે તો પછી દુનિયામાં ધર્મ ક્યાં રહ્યો? આવું જ ચાલ્યા કરે તો પછી લોકોને ભગવાનમાં વિશ્વાસ ક્યાંથી રહે? એનો અર્થ એ થયો કે ભગવાન પણ મોટા લોકોને કંઇ કરતો નથી અને કેવળ નાના માણસોને દંડે છે. એમાં હવે ન્યાય ક્યાં રહ્યો?’’’
થોડીક વાર બાવાજી કંઇ બોલ્યા નહિ. પછી સામેના ઘૂણામાંથી ચપટી રાખ કાઢીને પેલા માણસના કપાળમાં લગાડતાં કહ્યું, ‘‘બેટા, અબ દેખતે રહો ઓર બાદમેં મુજે બતાના કે ક્યા દીખતા હૈ?’’
પેલો માણસ થોડીક વાર જોતો રહ્યો. પછી દેખાતું બંધ થયું એટલે આંખો ખોલીને બોલ્યો, ‘‘બાપજી! ઘીથી ભરેલો એક સાગર જોયો. તેને કિનારે એક નાનો દીવો ટમ ટમ બળતો હતો. જાણે તે હોલવાઇ જવાની તૈયારીમાં જ છે. બાપજી, એનો અર્થ શું - એ મને સમજાતું નથી.’’
બાવાજી બોલ્યા, ‘‘થોડા દિન દેખતા રહેના ક્યાં હોતા હૈ? કુછ નયા દેખને કો મીલે તબ આ જાના. તબ બાત સમજમેં આ જાયેગી. અભી સમય નહિ આયા હૈ.’’
માણસને વાત પૂરી સમજાઇ નહિ પણ બાવાજીની વાતમાં કંઇ રહસ્ય લાગ્યું. માણસ બાવાજીને પગે લાગીને ઊઠ્યો તો ખરો પણ ત્યાર પછી રોજ તે સદાવ્રત વાળી ગલીમાં જાય અને બધાને જોયા કરે. એક દિવસ તે નિયમ પ્રમાણે સદાવ્રત વાળી ગલીમાં ગયો તો ત્યાં તેણે પોલીસને જોઇ. સદાવ્રતના ભંડકિયામાંથી દુર્ગંધ આવતી હતી અને પોલીસે શેઠને હાથકડી કરી હતી. લોકો શેઠ ઉપર ફીટકાર વરસાવી રહ્યા હતા. ભેગા થયેલા લોકોને પૂછતાં તેને ખબર પડી કે ભંડકિયામાંથી કેટલાંક શબ નીકળ્યાં. તે સડી રહ્યાં હતાં. તેની ગંધ આવતાં લોકોએ પોલીસને ફરિયાદ કરી. પોલીસે આખા મકાનની જડતી લીધી તો ભંડકિયામાંથી બે-ચાર માણસનાં શબ મળ્યાં ત્યાં એક ખૂણામાં સોનાના કેટલાક ટૂકડા પડ્યા હતા. બધા લોકોને એ વાતનું અચરજ થતું હતું કે આટલા દિવસ શબ ગંધાતા રહ્યાં તો પણ ખબર કેમ ન પડી કે પછી આટલા દિવસ શબ સડ્યા વગરનાં જ રહ્યાં હશે? વળી આવી જગાએ સોનાના ટૂકડા ક્યાંથી આવ્યા. એ વાત પણ વિચારવા જેવી લાગતી હતી.
પેલો માણસ દોડતો બાવાજીની પાસે પહોંચી ગયો. તેણે સદાવ્રતમાં જે જોયું હતું તેની બધી વાત બાવાજીને કરતાં પૂછ્‌યું, ‘‘બાપજી! આમ કેમ બન્યું? આ શું થયું?’’
બાપાજીએ વળી સામે ધખતા ઘૂણામાંથી ભભૂતિ કાઢી અને પેલા માણસના કપાળમાં લગાડતાં કહ્યું, ‘‘અબ દેખના ઓર બતાના ક્યા દીખતા હૈ?’’
પેલો માણસ ઘ્યાનમાં ઊતરી ગયો. થોડીક વાર પછી ઘ્યાન ઊતરતાં આંખો ખોલી અને કહ્યું, ‘‘બાપજી! પહેલાં જે જોયું હતું તે જ દ્રશ્ય હતું પણ આ વખતે વધારાનું એ જોયું કે ઘીનો સાગર સળગી રહ્યો છે અને બાજુમાં જે દીવો સળગતો હતો તે બૂઝાઇ ગયો છે. બાપજી, હવે તો મને કહો કે આ બઘું શું સૂચવે છે? એનો અર્થ શો?’’
બાવાજી બોલ્યો, ‘‘બસ એજ, શેઠનું પુણ્ય પરવાર્યું. પેલો દીપક પુણ્યનો હતો તે બૂઝાઇ ગયો. પેલો સાગર પાપનો હતો જે હવે સળગી રહ્યો છે.’’
પેલો માણસ બાવાજીની ચરણરજ લેતાં બોલ્યો, ‘‘બાપજી, હવે મને કંઇ સમજાય તેવી વાત કરો.’’
બાવાજીએ કહ્યું, ‘‘જો સદાવ્રતવાળા શેઠને સુવર્ણપુરુષ બનાવવાની વિદ્યાની જાણકારી હતી. તેથી તે વખત આવે કોઇ માણસને મારીને તેનો સુવર્ણપુરુષ બનાવી લેતો. સુવર્ણપુરુષ બન્યા પછી શબ, શબ જેવું રહે જ નહિ એટલે ગંધાય ક્યાંથી? સુવર્ણપુરુષના અંગમાંથી કંઇ પણ કાપી લો તો તે નક્કર સોનું જ હોય. વળી બીજે દિવસે તે અંગ આપોઆપ સંધાઇ જાય અને સુવર્ણપુરુષ અખંડ બની જાય. આમ શેઠ પાસે ઘણી સંપત્તિ ભેગી થઇ હતી પણ લોભને કારણે વેળા-કવેળાએ કોઇ એકલ-દોકલ માણસ મળી આવે તો તેને મારી નાખીને તે તેમાંથી સુવર્ણપુરુષ બનાવી લેતા.’’
‘‘પણ બાપજી, આટલા દિવસ આ વાત ન પકડાઇ અને આજે કેમ પકડાઇ?’’ પેલા માણસે પૂછ્‌યું.
બાવાજીએ કહ્યું, ‘‘બેટા, એ પાપ-પુણ્યના ખેલ છે. શેઠનું પુણ્ય પરવાર્યું એટલે ભંડકિયામાં પડેલા સુવર્ણપુરુષોનાં શબ થઇ ગયાં- મડદાં થઇ ગયાં અને ગંધાઈ ઊઠ્યાં. જ્યાં સુધી શેઠના પુણ્યકર્મનો ઉદય ચાલતો હતો ત્યાં સુધી તેમને કંઇ ન થયું અને બઘું સાનુકૂળ બની રહ્યું. પણ જેવું પુણ્યકર્મ પરવાર્યું અને પાપકર્મનો ઉદય થયો કે બધા પાસા અવળા પડ્યા. મડદાં ગંધાઇ ઊઠ્યાં અને શેઠ પકડાઇ ગયા.’’
પેલો માણસ બાવાજીની ચરણરજ માથે ચઢાવીને પાપ અને પુણ્ય ઉપર વિચાર કરતો વિદાય થઇ ગયો.
પુણ્યકર્મ અને પાપકર્મ કેવી રીતે બંધાય, ક્યારે ઉદયમાં આવે, તેમાં ફેરફાર કરી શકાય કે નહિ એવી બધી બાબતોની લેખકના ‘કર્મસાર’ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે.
- ચંદ્રહાસ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved