Last Update : 02-August-2012, Wednesday

 

મોંઘવારી ઘટવાને બદલે વધશે
પામ ઓઈલની ટેરિફ વેલ્યૂમાં ૫૭૦ ડોલરનો જંગી વધારો

ખાંડની નિકાસબંધી ન કરાતા ભાવમાં ઉછાળો ખોળના ભાવ વધતા પશુઆહાર મોંઘો

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧
દેશમાં વરસાદની ખાધ તથા દુકાળના ઓછાયા વચ્ચે મોંઘવારીને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકાર ચિંતીત બની છે પરંતુ આ ચિંતા તેમના દ્વારા લેવાતા પગલામાં દેખાતી નથી અને સરકાર દ્વારા ઉલ્ટાના એવા પગલાં લેવાઈ રહ્યા છે જેથી ભાવો ઘટવાના બદલે વધી જાય એવા સંજોગો ઉભા થાય છે. આ પ્રકારની ઘટનામાં આજે સરકારે દરિયાપારથી આયાત થતાં રિફાઈન્ડ પામતેલ પર ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેઝ પ્રાઈસ તરીકે ઉપયોગમાં લેવાની ટેરીફ વેલ્યુમાં ટનદીઠ ૫૬૯ ડોલરનો વધારો કરી દીધાના નિર્દેશો વચ્ચે બજારમાં પામતેલના ભાવો વધી જતાં તેના પગલે અન્ય ખાદ્યતેલોના ભાવોમાં પણ તેજીનો માહોલ દેખાયો હતો, રક્ષાબંધન અને નાળિયેરી પૂર્ણિમાના તહેવાર પૂર્વે સરકારે આવી ટેરીફ વેલ્યુ વધારી દીધી છે. ત્યારે તહેવારોમાં જનતા માટે નવો બોજ આવી પડયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતમાં આયાત થતા રિફાઈન્ડ પામતેલ પર ઈમ્પોર્ટ ડયુટી સાડા સાત ટકા રહી છે અને હવે ટેરીફ વેલ્યુ વધતાં આયાતાકારોએ અગાઉ ટનદીઠ ૪૮૪ ડોલરના ભાવો પર સાડા સાત ટકા ડયુટી ભરવી પડતી હતી તે હવે ૧૦૫૩ ડોલરના ભાવો પર ભરવી પડશે અને આ બોજ ગણતા રિફાઈન્ડ પામતેલના બજાર ભાવોમાં ૧૦ કિલોદીઠ રૃ.૩૦થી ૩૫ જેટલો નવો બોજ આવી પડયો છે. જો કે ભારતમાં ટેરીફ વેલ્યુ વધતાં વિશ્વ બજારમાં પામતેલના ભાવો આજે ઘટી ગયાના સમાચારો હતા છતાં ઘરઆંગણે આજે પામતેલના આયાતકારોએ તથા રિફાઈનરીઓએ ભાવો વધારી દીધા હતા. મુંબઈમાં બજાર ભાવો વધી આજે પામતેલના રૃ.૬૨૫ જયારે રિફાઈનરીઓના વધી રૃ.૬૩૦થી ૬૩૨ રહ્યા હતા. રિફાઈન્ડ પામતેલની ટેરીફ વેલ્યુ વધતાં ભારતમાં હવે ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ)ની આયાત વધુ થશે અને ઘરઆંગણે ઊભી થયેલી ઓઈલ રિફાઈનરીઓ ફરી ધમધમતી થવાની આશા ઉદ્યોગ જગતના સૂત્રોએ બતાવી હતી.
દરમિયાન આજે બજારમાં પામતેલના ભાવો વધતાં સોયાતેલ, સનફલાવર તેલ, કપાસિયા તેલ સહિતના વિવિધ ખાદ્યતેલોના ભાવો ઉંચા બોલાતા થયા હતા. સિંગતેલ પણ ઉંચું રહ્યું હતું. સિંગદાણાના નવા પાક માટેનું ચિત્ર નબળું રહ્યું છે. સિંગતેલના ઉંચા ભાવો વચ્ચે દેશમાં પામતેલનો વપરાશ હાલ વધ્યો છે . ત્યારે હવે પામતેલના ભાવો પણ ઉંચા જાય એવા પગલાં સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે!
દરમિયાન, ખાંડના ભાવો વધતાં તહેવારો પૂર્વે કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ પર અંકુશ મૂકે અથવા તો ખાંડના વાયદાઓ પર બ્રેક લગાવે એવી આશા હતી એ પણ ઠગારી નિવડતાં તથા આવા કોઈ પગલાં ન આવતાં આજે ખાંડના ભાવો પણ વધી ગયા હતા, નવી મુંબઈ જથ્થાબંધ બજારમાં આજે ખાંડના ભાવો કિવ.ના ઉંચામાં રૃ.૩૬૫૦ બોલાઈ ગયા હતા. છુટક ભાવો કિલોના રૃ.૪૦ નજીક પહોંચ્યા છે. આજે ખાંડના વાયદા બજારમાં પણ તેજી આવતાં ઉપલી સર્કિટો લાગ્યાના નિર્દેશો હતા. અધુરામાં પુરું દેશમાંથી નિકાસ થતા ખોળો (પશુઆહારમાં વપરાતા ઓઈલ કેક) પર નિકાસ ડયુટી લાદવાના બદલે સરકારે ખોળોની ઈમ્પોર્ટ પર ડયુટી દૂર કરી છે. હકીકતમાં હાલ દેશમાં ખોળોની ઈમ્પોર્ટ થતી નથી એ જોતાં ઈમ્પોર્ટ ડયુટી દૂર કરવાનું પગલું બજાર માટે અસરવિહીન રહ્યું છે જયારે નિકાસ ડયુટી ન લદાતાં આજે મુંબઈ બજારમાં સોયાખોળના ભાવો રૃ.૧૦૦૦ ઉછળી રૃ.૪૫૦૦૦ બોલાયા હતા. ખોળોના વપરાશ પશુઆહારમાં થાય છે એ જોતાં ખોળોના ભાવો વધતાં પશુ આહારના પ્રશ્ને નવી ચિંતા ઊભી થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર કોઈપણ તર્ક વગર એવા પગલાઓ લઈ રહી છે જેથી મોંઘવારી વધે છે એ વિશે જનતામાં આજે ચકચાર જાગી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved