Last Update : 02-August-2012, Wednesday

 

રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠનો મુંબઇના દરિયામાં આપઘાત

દેવું વધી જતાં વરલી સી લિંક પરથી કુદી જીવન ટૂંકાવ્યું ઃ સુસાઇડ નોટ મળી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧
જાણીતા રાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં ગુજરાતી માલિક ૫૬ વર્ષીય લલીત શેઠે આજે બપોરે વાંદરા વરલી સી લિંક પરથી પડતું મુકીને આત્મહત્યા કરી લેતા સનસનાટી ફેલાઇ ગઇ છે. શેઠનો મૃતદેહ બાદમાં વરલી કોલીવાડા દરિયાકિનારા નજીકથી મળી આવ્યો હતો. શેઠની કારમાંથી એક સ્યુઇસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લોકોને આપેલા વચનો ન પાળી શકતા તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે, એમ પોલીસે કહ્યું હતું.
ગિરગાંવમાં રહેતા લલીત શેઠે બપોરે અંદાજે સાડા બાર વાગ્યે વાંદરા - વરલી સી લિંક પરથી પડતું મુક્યું હતું.
દાદર પોલીસ સ્ટેશનનાં સિનિયર પી.આઇ પ્રકાશ પાટિલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે શેઠ તેમના ડ્રાઇવર સાથે કારમાં સી લીંક પર આવ્યા હતા. ત્યારબાદ તેમણે ડ્રાઇવરને કેટલાક ફોન કરવા છે એમ કહીને કાર અટકાવવા કહ્યું હતું. બાદમાં શેઠ કારમાંથી બહાર નીકળ્યા હતા. જ્યારે ડ્રાઇવર કારમાં જ બેસી રહ્યો હતો.
બીજીતરફ ઘણો સમય થવા છતાં લલિત શેઠ પાછા ન ફરતા ડ્રાઇવર ચિંતિત થઇ ગયો હતો. આથી તેણે શેઠનાં કુટુંબીજનોને ફોન કરીને કહ્યું હતું કે શેઠ ફોન કરવાનું કહીને કારમાંથી બહાર ગયા હતા પણ તેમનો પત્તો લાગતો નથી. જેને પગલે કુટુંબીજનોએ અહીં દોડી આવીને તપાસ શરૃ કરી હતી તેમ છતાં શેઠનો પત્તો લાગ્યો ન હતો, એમ પાટિલે વધુમાં કહ્યું હતું.
બીજીતરફ સાંજે ચાર વાગ્યે વરલી કોલીવાડા દરિયાકિનારેથી શેઠનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને સાયન હૉસ્પિટલમાં મોકલી અપાયો હતો.
લલિત શેઠની કારમાંથી એક સ્યુઇસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેમણે લોકોને આપેલા વચનો પૂરા ન કરી શકતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે, એમ પાટીલે વધુમાં ઉમેર્યું હતું.
શેઠનો મૃતદેહ દાદર પોલીસ સ્ટેશનની હદમાંથી મળ્યો હોવાથી દાદર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

 

રોમમાં રસપૂરી અને પેરીસમાં પાતરા
લલિત શેઠ કેમિસ્ટ બનવા મુંબઇ આવ્યા પણ બન્યા ટોચના ટુર ઓપરેટર
અસંખ્ય લોકોને દરિયાપાર મોકલી ચૂકેલા લલિત શેઠે દરિયામાં ઝંપલાવીને જ જીવન ટુંકાવ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧
ટુર, ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ત્રણ દાયકાના ભારે સંઘર્ષ બાદ લલિત શેઠે રાજ ટ્રાવેલના નામની શાખ જમાવી હતી. અપાર મહત્ત્વાકાંક્ષા ધરાવતા આ ગુજ્જુ સ્વપ્નદ્રષ્ટા સતત કંઇક નવું કરવામાં માનતા હતાં.
લલિતભાઇ ૧૯૭૬માં કલકત્તાથી નસીબ અજમાવવા માટે મુંબઇ આવ્યાં હતા ત્યારે ખિસ્સામાં હતા ફક્ત ૨૨૫૦ રૃપિયા. એમને કેમિસ્ટ બનવું હતું. એ કહેતા કે કેમિસ્ટના ધંધામાં ગ્રાહક સાથે કોઇ ભાવતાલ કરવા નથી પડતા, એટલે કેમિસ્ટ બનવાની ઇચ્છા હતી. પણ નસીબમાં કંઇક જુદુ જ લખ્યું હતું. મસ્જિદ બંદરમાં ટેબલ-ખુરશી સમાય એવી ટચુકડી ઓફિસમાં ૧૯૭૬ના ઓગસ્ટમાં ટુર ઓપરેટર તરીકે કામગીરી શરૃ કરી. ફક્ત એક જ કોમ્પ્યુટર હતું એ ઓફિસમાં કાશ્મીર, દક્ષિણ ભારત અને નેપાલના પ્રવાસનું આયોજન શરૃ કર્યું. પહેલા જ અઠવાડિયે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો એટલે ઉત્સાહ વધ્યો. ધીરે ધીરે ટુર અને ટ્રાવેલ્સ ક્ષેત્રે એક પછી એક પગથિયા ચડતા ગયા. ૧૯૭૯માં પહેલી જ વાર બેંગકોક, મનીલા, સિંગાપોરની ટુરનું આયોજન કરીને રાજ ટ્રાવેલે દરિયાપાર છલાંગ લગાવી.
ઇન્ટરનેશનલ કંડક્ટેડ ટુરમાં ભારતીય ભોજનની સુવિધા માટે રાજ ટ્રાવેલનું નામ ભારતીય ટુરિસ્ટો અને ખાસ કરીને ગુજરાતીઓમાં જાણીતું બની ગયું હતું. પેરીસમાં પાતરા અને રોમમાં રસપુરી....ના ભોજનનો ચટાકો એમણે પ્રવાસીઓને લગાડયો હતો. દેશ-વિદેશની યાત્રા દરમિયાન રાજ ટ્રાવેલ કેરેવાન કિચનની વ્યવસ્થા રાખતા. ટુરિસ્ટો પહોંચે એ પહેલાં એકસ્પર્ટ રસોયા સાથે આ કેરેવાન કિચન પહોંચી જતું. ત્યાર પછી યુરોપની જાણીતી હોટેલો સાથે કરાર કરીને લલિતભાઇએ આ હોટેલોમાં ભારતીય રસોયાની વ્યવસ્થા રાખી હતી.
સરફેસ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે લલિતભાઇએ મુંબઇ- પુણે વચ્ચે ખૂબ જ આરામદાયક બસસેવા શરૃ કરી હતી. થોડા વર્ષ પહેલાં તેમણે રાજ એર શરૃ કરવાનું સાહસ પણ કરી ચૂક્યા હતાં.
રાજ ટ્રાવેલ વર્લ્ડની અલગ ઓળખ ઉભી કરનારા લલિતભાઇને જીવનસાથી તરીકે કાશ્મીરી મહિલા રેખાબેનનો ભેટો કાશ્મીરની ટુર દરમિયાન જ થયો હતો. રેખાબેન કંપનીની ફાઇનેન્શિયલ બાબતો સંભાળતા હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઇનાં અમેરિકન કોન્સ્યુલેટ બ્રિચ કેન્ડી પર હતી એ વખતે બહારહામથી વિઝા મેળવવા માટે આવતા લોકોને કલાકો સુધી રસ્તા પર કે ફૂટપાથ પર બેસવું પડતું હતું. લલિતભાઇએ વિચાર્યું કે આ બધા માટે સગવડ કરવી જોઇએ. તરત જ વિચાર અમલમાં મૂકીને બ્રિચ- કેન્ડીમાં વ્યવસ્થા કરી. છાપરું બાંધી બેસવા માટે ખુરશીઓ રાખી, ઝેરોક્સ મશીનો ગોઠવ્યા અને ચા-પાણી- નાસ્તાની સગવડ કરી.
આ સાહસિક ગુજરાતી કહેતા કે રાતોરાત સફળતા નથી મળતી, સફળતા મેળવવા સંઘર્ષ કરવો પડે છે હરિફાઇ કરવી પડે છે. ૩૨ વર્ષના સંઘર્ષ બાદ સફળતા મેળવનારા લલિતભાઇએ અસંખ્ય લોકોને દરિયાપાર મોકલ્યા હતા, પણ કમનસીબી કેવી કહેવાય કે પોતે જીવનનો પ્રવાસ ટૂંકાવવા દરિયામાં જ ઝંપલાવ્યું હતું. હજી થોડા સમય પહેલાં જ એક ટ્રાવેલ્સ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આ ખુમારીવાળા ગુજ્જુ સાહસિકે કહ્યું હતું કે હું સાઠમે વર્ષે રિટાયર થવા નથી માગતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved