Last Update : 02-August-2012, Wednesday

 

અન્ય ૮ વૈજ્ઞાાનિકો સહિત
ભૌતિકશાસ્ત્રી અશોક સેનને ૩૦ લાખ ડોલરનું ફન્ડામેન્ટલ ફિઝિક્સ પ્રાઇઝ

રશિયાના અબજોપતિ યુરી મિલ્નરે નોબલ કરતાં ત્રણ ગણી કિંમતનું પ્રાઇઝ શરૃ કર્યું

અલ્લાહાબાદ, તા. ૧
અલ્લાહાબાદની હરિશ્ચંદ્ર રિસર્ચ ઇન્સ્ટીટયૂટમાં સ્ટ્રિંગ થિયરી ઉપર કામ કરતા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી અશોક સેન રાતોરાત કરોડપતિ બની ગયા છે. પ્રોફેસર સેન વિખ્યાત નોબેલ પારિતોષિક કરતા ત્રણ ગણી વધુ રકમ ધરાવતા વિશ્વના સૌથી મોટા શૈક્ષણિક પારિતોષિક યુરી મિલર ફન્ડામેન્ટલ ફિઝિક્સ પ્રાઇઝના નવ વિજેતાઓમાંના એક બન્યા હતા. આ પારિતોષિકની રકમ ૩૦ લાખ ડોલર (રૃા. ૧૬.૭ કરોડ)છે.
૧૯૮૯માં કોલેજમાંથી છૂટા થઈને ફેસબુક અને ગુ્રપોન જેવી કંપનીઓમાં રોકાણ કરીને અબજો રૃપિયા કમાનાર ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થી એવા રશિયાના યુરી મિલ્નરે આ પારિતોષિકની સ્થાપના કરી હતી. આ પારિતોષિકનો મૂળ હેતુ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં પ્રદાન કરનાર યુવા સંશોધકને સ્વીકૃતિ આપવાનો છે.
તાજેતરમાં જ ૫૬ વર્ષના થયેલા પ્રોફેસર સેન તેમના ખાતામાં જમા થયેલી આટલી મોટી રકમનું શું કરવું એ હજુ નક્કી કરી શક્યા નથી. તેમનું સંશોધન ઘણાખરા લોકોને ક્રાંતિકારી જણાય છે તો અમુક લોકો એની સામે આંગળી પણ ચિંધે છે. 'હું આનાથી બહુ ખુશ છું પરંતુ કોઈ પારિતોષિકથી વૈજ્ઞાાનિક સિદ્ધાંતને માન્યતા ન મળે. હું આ પારિતોષિકને યુવાનોમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં રસ લેવાનું પ્રોત્સાહન મળે એ સંદર્ભમાં જ જોઉં છું.' પ્રોફેસર સોને જણાવ્યું હતું.
'સાથે સાથે યુવાનોએ માત્ર પારિતોષિકની લાલચમાં જ વિજ્ઞાાનનો અભ્યાસ હાથમાં ન લેવો જોઈએ પરંતુ એમાં મળતા આનંદ અને જ્ઞાાનને ધ્યાનમાં રાખવા જોઈએ.' તેમણે ઉમેર્યું હતું.
પ્રોફેસર સેન એવા ગણતરીના વૈજ્ઞાાનિકોમાંના એક છે જેઓ વિદેશની વિખ્યાત સંસ્થાઓમાંથી ભારતમાં પાછા ફર્યા છે. સેને કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ આઇઆઇટી કાનપુરમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. ૧૯૮૮માં ભારત પાછા ફર્યા પહેલા તેઓ અમેરિકાની ફર્મીલેબમાં કામ કરી ચૂક્યા છે. ભારત પાછા ફરીને તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા અને ૧૯૯૫થી તેઓ અલ્લાહાબાદની હરિશ્ચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં કાર્યરત છે.

યુરી મિલ્નર કોણ છે ?
ફન્ડામેન્ટલ ફિઝિક્સ પ્રાઇસની સ્થાપના યુરી મિલ્નરે કરી હતી. ભૌતિકશાસ્ત્રના અભ્યાસી એવા રશિયાના યુરી મિલ્નરે ૧૯૮૯માં કોલેજ પડતી મૂકીને ફેસબુક અને ગુ્રપોન જેવી ઇન્ટરનેટ કંપનીઓમાં રોકાણ કરીને અબજોપતિ બન્યો હતો.
*
ટોચના એકેડમી પ્રાઇઝ
હાલમાં નોબેલ પ્રાઇઝમાં મળતી રકમ આશરે રૃ. ૬ કરોડ ૬૦ લાખ જેટલી છે જે સામાન્ય રીત બે કે ત્રણ જણ વચ્ચે વહેંચાય છે. જીવનના અધ્યાત્મિક ક્ષેત્રને સમજવામાં પ્રદાન બદલ અપાતા ટેમ્પલ્ટન એવોર્ડની રકમ આશરે રૃા. ૯ કરોડ ૩૫ લાખ જેવી થવા જાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved