Last Update : 02-August-2012, Wednesday

 

કેજરીવાલ સામે આપઘાતની કલમ લગાડાય તેવો સંભવ
કેજરીવાલની તબિયત લથડતાં દિલ્હી પોલીસનું હોસ્પિટલાઈઝ થવા દબાણ

બળજબરી સામે અણ્ણા ટીમની સરકારને ચેતવણી ઃ હોસ્પિટલના બનાવટી રિપોર્ટના આધારે સરકાર પગલું ભરે તેવી અણ્ણા ટીમને ભીતિ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧
અણ્ણા ટીમે આજે ઉપવાસ કરી રહેલા ચળવળકારોને બળજબરીપૂર્વક સ્થળેથી દૂર કરવાની હિલચાલનો વિરોધ કર્યો હતો. પોલીસે આજે ચેતવણી આપી હતી કે ઉપવાસ કરી રહેલા લોકો સાથે કંઇ પણ અનિચ્છનીય બાબત બનશે તે માટ ેસંપૂર્ણપણે જવાબદાર આયોજકો ઠરશે.
ઉપવાસી સભ્યોને હોસ્પિટલાઇઝ થવા પોલીસનો પત્ર ઃ વાતચીત માટે કોઇ પક્ષ તરફથી પહેલ નથી
અણ્ણા હજારેને એવી ભીતિ છે કે સરકાર જંતરમંતર ખાતેની તેમની ચળવળનો અંત લાવવા બળ પ્રયોગ કરશે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો સરકાર આવી કોઇ વ્યૂહરચના અમલમાં મૂકશે તો તેઓ સરકાર સાથે કોઇ વાટાઘાટો નહીં કરે.
ઉલ્લેખનીય છે કે ઉપવાસના સતત આઠમા દિવસે કેજરીવાલ સહિતના ચળવળકારોની તબિયત લથડી રહી છે. અણ્ણા ટીમના એક પછી એક દરેક વકતાએ એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર કાવતરું ઘડી રહી છે અને તેમને કોઇ સરકારી હોસ્પિટલોમાં વિશ્વાસ નથી.
અણ્ણા ટીમના સભ્ય નીરજ કુમારને લખેલા પત્રમાં નવી દિલ્હીના એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ કે. જી. દ્વિવેદીએ જણાવ્યું હતું કે ડોકટરોએ કેજરીવાલ મનીષ સિસોદીયા અને ગોપાલ રાયને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે. 'તમને ડોકટરોની ભલામણને અનુસરવાની અને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા અને ગોપાલરાયના સ્વાસ્થ્યને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવાની સલાહ આપવામાં આવે છે. અન્યથા કોઇ પણ અનિચ્છનીય બાબત માટે તમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવશે.' પત્રમાં લખ્યું હતું.
સરકાર દ્વારા સંચાલિત રામ મનોહર લોહિયા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ટી.એસ. સંધુએ કહ્યું હતું કે ઉપવાસ કરી રહેલા ચળવળકારોની ચકાસણી કરનાર તબીબોએ સખત શબ્દોમાં કહ્યું હતું કે કેજરીવાલ સિસોદિયા અને ગોપાલરાયને હોસ્પિટલમાં ખસેડવા જોઈએ.
પોલીસ લિખિત પત્ર બાદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે સરકાર રામ મનોહ લોહિયા હોસ્પિટલના બનાવટી અહેવાલનો ઉપયોગ કરી રહી છે. દિલ્હી પોલીસે લખેલા પત્રમાં જણાવાયું છે કે રામમનોહર લોહિયા હોસ્પિટલનાં ડોકટરોએ અમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાનું જણાવ્યું છે. અમારા ડોકટરો કહે છે કે અમને દાખલ કરવાની જરૃર નથી જયારે સરકારી તબીબો એથી ઉલટુ કહે છે. અમને સરકારી હોસ્પિટલમાં લઇ જવાની કાવતરાની ગંધ આવે છે. પોલીસે રામમનોહર લોહિયા હોસ્પિટલમાંથી બનાવટી અહેવાલ મેળવ્યો છે અને અમે તેમને કહી દીધું છે કે અમે કોઇ કાવતરાનો હિસ્સો નહીં બનીએ.' કેજરીવાલે જણાવ્યું હતું.
કેજરીવાલે કહ્યું હતું કે સરકાર એવું કહે છે કે અમે આપઘાત કરવાની કોશિશ કરીએ છીએ, 'અમે અમારા જીવનું બિલદાન આપવા તૈયાર છીએ. શા માટે દિલ્હી પોલીસ ૧૫ મંત્રીઓની ધરપકડ કરતી નથી ? જો સરકાર ૧૫ મંત્રીઓને જેલમાં મોકલે તો અમે તેઓ કહેશ ત્યાં જવા તૈયાર છીએ.'
તેમણે જણાવ્યું હતું કે સરકાર સાથે વાતચીત કરવાનો કોઇ અર્થ નથી. આ ભ્રષ્ટાચીર સરકાર સાથે શું વાત કરવી ? સમય આવી પહોંચ્યો છે કે લોકો રસ્તા પર ઉતરી આવે. ઘેર બેસી રહેલા લોકો રાષ્ટ્રદ્રોહી કહેવાશે.
સિસોદિયાએ કહ્યું હતું કે સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ રીતે વર્તી રહી છે. પોલીસ જાતે આ પત્રો નથી લખતી પરંતુ સરકાર દ્વારા પત્રો લખાવામાં આવે છે એવું તેમણે જણાવ્યું હતું.
કેજરીવાલે કહ્યું હતું કે જો તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તો તેમનો બચાવ કરવાની જવાબદારી ચળવળકારોની રહેશે. કોંગ્રેસે આ બાબતનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ એક 'જોખમી નિવેદન' છે અને અણ્ણા ટીમ લોકોને ઉશ્કેરી રહી છે. કોંગ્રેસ પ્રવકતા રેણુકા ચૌધરીએ પણ કહ્યું હતું કે વાટાઘાટો માટેના વિકલ્પો ખુલ્લા છે પરંતુ અણ્ણા ટીમ વ્યક્તિગત અને મનસ્વી વિરોધ કરી રહી છે.
ચળવળનો અંત લાવવા સરકાર તરફથી વાટાઘાટોના કોઈ સંકેત ન મળતા ચિંતિત બનેલી અણ્ણા ટીમે સવારે બે તબક્કામાં ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં કેજરીવાલ અને ગોપાલ રાયને ઉપવાસ અટકાવવા અને તેમના સ્થાને અન્ય ચળવળકારોને બેસવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેઓએ ઈન્કાર કર્યો હતો. બેઠક બાદ અણ્ણા હઝારેએ મેદની સમક્ષ જાહેર કર્યું હતું કે મજબૂત લોકપાલ બિલ પસાર થયા વિના તેઓ ઉપવાસનો અંત નહીં લાવે.
''જો કોઈ મામસ મુસીબતમાં હોય તો તે કદાચ આપઘાત કરે. અરવિંદને શી સમસ્યા છે? એ તો દેશ માટે લડે છે. આ લડત સરકાર માટે સમસ્યા સર્જી રહી છે અને સરકાર ઉપવાસીઓને હોસ્પિટલમાં ખસેડવાનું કાવતરું ઘડી રહી છે પરંતુ આ રીતે વાત નહીં બને. જો સરકાર બળજબરીપૂર્વક એ લોકોને ખસેડશે તો હું સરકારની કોઈ પણ વ્યક્તિ સાથે વાટાઘાટો નહીં કરું. જ્યાં સુધી અમારી ક્ષમતા છે ત્યાં સુધી અમે ચળવળ આગળ ધપાવીશું.''
સંજયસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે મળતી માહિતી મુજબ સરકાર આ ચળવળનો અંત લાવવાના પ્રયત્નોમાં લાગેલી છે અને જો પોલીસ પગલાં લેશે તો અમે અહિંસક પ્રતિકાર કરીશું. ઈલમીએ એવો દાવો કર્યો હતો કે કેજરીવાલને રાતે બળપૂર્વક હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જોકે પોલીસે આ આક્ષેપને નકારી કાઢ્યો હતો.
કૃષિખાતાના રાજ્યકક્ષાના મંત્રી હરેશ રાવતે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાના મુદ્દે સરકાર અને અણ્ણા ટીમના સિદ્ધાંતો સરખા છે પરંતુ પદ્ધતિઓ જુદી જુદી છે.
દરમિયાન સંખ્યાબંધ અણ્ણા સમર્થકો અને વિદ્યાર્થીઓએ ભાજપના મુખ્ય મથકની બહાર દેખાવો કરીને તેમને અણ્ણા હઝારેની ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં જોડાવાની માંગણી કરી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved