Last Update : 02-August-2012, Wednesday

 
ઉદ્યોગપતિ પાસે બીલની રકમ છુટી કરાવવા માટે
જીઆઇડીસીનાં ચીફ ઓફિસર ૩.૬૦ લાખની લાંચ લેતા ઝડપાયા

કન્સલ્ટન્ટ કમ કોન્ટ્રાક્ટરે રકમ સ્વીકારી અને ચીફ ઓફિસરને જાણ કરી ઃ બંનેની ધરપકડ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
સયાજીગંજ વિસ્તારમાં આવેલી જીઆઇડીસી કચેરીના વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા હતાં. નોટીફાઇડ એરીયાના ચીફ ઓફિસર એમ.એસ.ગુર્જર તેમજ કન્સલ્ટન્ટ સતિષભાઇ લખતરીયાએ નોટીફાઇડ એરીયામાં વિદ્યુત થાંભલા ઉભા કરવાનુ કામ કર્યા બાદ તેના બીલની ૨૦ ટકા રકમનું બીલ છુંટુ કરવા માટે બંને વ્યક્તિઓ રૃા.૩.૬૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા સરકારી કચેરીઓમાં ચર્ચાએ સ્થાન લીધુ હતું.
લાંચ રુશ્વત વિરોધી શાખાના જણાવ્યા મુજબ વાસણા રોડ પર આવેલી સંગીત સોસાયટીમાં રહેતા અનંત નાગનાથ જોષી ઇલેક્ટ્રીકલ સપ્લાય ટેસ્ટીંગ એન્ડ કમીશનનો કોન્ટ્રાક્ટ રાખે છે. તેઓ પત્ની નીલાબેનના નામે મે.ઇનોવેટીવ પાવર સીસ્ટમ નામની કંપનીના નેજા હેઠળ ઇલેક્ટ્રીકલ પબ્લીક લાઇટીંગ સીસ્ટમનુ પુરવઠા ઉભારાણી, ચકાસણી અને કાર્યરત કરવાની કામગીરી કરે છે. દરમિયાન અનંત જોષીને સયાજીગંજ વિસ્તારમાં યુનિક ટ્રેડ સેન્ટરના પાંચમા માળે આવેલી જીઆઇડીસીની ઓફિસમાં પીસીસી નિર્દિષ્ટ વિસ્તારનાં ચીફ ઓફિસર કે જેઓ પીડબલ્યુડીના ડેપ્યુટી ઇજનેર કહેવાય છે તેમની કચેરીમાંથી એક વર્ક ઓર્ડર મળ્યો હતો અને તે મુજબ તેમણે જીઆરપી પોલનો પુરવઠા ઉભરાણી અને ચકાસણી કાર્યાન્વિત કરવાના ઓર્ડર મુજબ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ નિર્દિષ્ટ વિસ્તારમાં ગ્લાસ રીઇન્ફોર્સ પોલીમર્સ પોલ (થાંભલા)નું સપ્લાય કરી તેમજ ઇન્સ્ટોલેશન કરી કાર્યરત કરવાનુ કામ કર્યુ હતું. કામ પુરુ થતા ફાઇનલ બીલની એક કરોડ રૃપિયાની રકમ પૈકી ૨૦ ટકા રકમ બાકી હોવાથી તેને મેળવવા માટે ચીફ ઓફિસર મુકેશ સોમાભાઇ ગુર્જર (રહે.સુજાતા ફ્લેટ,ગુરૃકુળ રોડ, મેમનગર, અમદાવાદ)ને મળી બાકી બીલની રકમની માંગણી કરી હતી પરંતુ ચીફ ઓફિસરે તમે વ્યવહારમાં કંઇ સમજતા નથી એટલે તમારુ કામ થાય તેમ નથી તેમ જણાવ્યુ હતું.
ત્યારબાદ અનંતભાઇ વારંવાર સયાજીગંજ ખાતેની જીઆઇડીસી કચેરીમાં જઇને એમ.એસ.ગુર્જરને મળ્યા હતા પરંતુ તેમણે કોઇ ધ્યાન આપ્યુ ન હતું. દરમિયાન તેમણે વિનંતિપત્ર પણ તેમજ અરજી પણ આપી હતી તેમ છતા રકમ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. દરમિયાન તા.૩૦ના રોજ ફરીથી અનંતભાઇ ગુર્જરને મળ્યા હતા અને આજીજી કરતા તેમણે ચાર લાખ રૃપિયા આપજો તેમ કહ્યુ હતું. પરંતુ આ રકમ પણ વધારે હોવાનુ કહેતા આખરે ૩, ૬ એટલે ૯નો આંકડો શુભ હોવાથી રૃા.૩,૬૦,૦૦૦ આપજો તેમ કહ્યુ હતુ અને સાથેસાથે આ રકમ હું લઇશ નહીં પરંતુ કન્સલ્ટન્ટ કમ કોન્ટ્રાક્ટર સતિષ લાલજી લખતરીયા (રહે.હનુમાનજી મંદીર પાસે, જુનીગઢી, વડોદરા)ને આપજો તેમ જણાવ્યુ હતું.
તે જ દિવસે રાત્રે સતિષભાઇનો ફોન આવ્યો હતો અને રકમની માંગણી કરી હતી પરંતુ અનંતભાઇએ હાલ વ્યવસ્થા નથી તેમ કહ્યુ હતું. ત્યારબાદ બાજી દિવસે અનંતભાઇ જીઆઇડીસીની ઓફિસે જઇ ગુર્જરને મળ્યા હતા અને બીલની રકમની માંગણી કરી હતી પરંતુ ગુર્જરે ફરીથી લાંચની માંગણી ચાલુ રાખી હતી જેથી અનંતભાઇએ હાલ વ્યવસ્થા નથી તેમ કહેતા ગુર્જરે સતિષભાઇને ફોન લગાવીને જણાવ્યુ હતું કે અત્યારે પ્રોબ્લેમ છે આવતીકાલે તમે અનંતભાઇના ઘેર જઇને પૈસા લઇ આવજો. ઉપરોક્ત બે દિવસ એટલેકે તા.૩૦ અને ૩૧ દરમિયાન ગુર્જર સાથે થયેલી મુલાકાત અને વાતચીતનું સ્પાય કેમેરા દ્વારા ઓડીયો અને વિડિયો રેકોર્ડીગ કરવામાં આવ્યુ હતું.
વાયદા મુજબ આજે સવારે સતિષભાઇ અનંતભાઇના ઘેર વાસણા રોડ ખાતે આવેલી સંગીતા સોસાયટીમાં પહોંચી ગયા હતા અને લાંચની રકમ સ્વીકાર્યા બાદ તેમણે પોતાના ફોનથી ગુર્જરને પણ જાણ કરી હતી આ જ વખતે એસીબીના પી.આઇ. કલ્પેશ સોલંકીએ મદદનીશ નિયામક વાળાના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસોને સાથે રાખીને અનંતભાઇના ઘેરથી સતિષભાઇને લાંચની રકમ રૃા.૩.૬૦ લાખ રોકડા સાથે રંગે હાથ ઝડપી પાડયા હતા અને ત્યારબાદ સયાજીગંજ ખાતેની જીઆઇડીસી કચેરીમાંથી ગુર્જરને પણ ઝડપી પાડયો હતો. મોટી રકમની લાંચ સાથે ઝડપાયેલા અધિકારી તેમજ કન્સલ્ટન્ટ અંગેની વાત સમગ્ર સરકારી કચેરીઓમાં પ્રસરી ગઇ હતી. એસીબીએ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે.
લાંચની રકમમાં શુભ-અશુભ
૩, ૬, એટલે ૯નો આંકડો શુભ હોવાથી ૩.૬૦ લાખ લાંચ
ઉદ્યોગપતિને વારંવાર ધક્કા ખવડાવ્યા બાદ પાંચ લાખની રકમમાં ઘટાડો કર્યો હતો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
જીઆઇડીસી કચેરી હંમેશા લાંચના કેસમાં ચર્ચામાં રહી છે. આ કચેરીનાં ડેપ્યુટી ઇજનેર એવા ચીફ ઓફિસર મુળ અમદાવાદના વતની એમ.એસ.ગુર્જર લાંચની રકમ લેવામાં શુભ અને અશુભ માને છે.
ઉલ્લેખનિય છે કે ઉદ્યોગપતિનાં એક કરોડ રૃપિયાના બીલની રકમ પૈકી ૮૦ ટકા રકમ ચુકવી દિધા બાદ બાકીની ૨૦ ટકા રકમ ચુકવવા માટે ચીફ ઓફિસર ગુર્જરે અખાડા શરૃ કર્યા હતા અને તમે વ્યવહાર સમજતા નથી એટલે બાકીની રકમ તમને નહી મળે તેમ સ્પષ્ટ જણાવતા હતાં. અનંતભાઇ વારંવાર જીઆઇડીસીની કચેરીમાં જઇને ગુર્જરને મળતા હતા અને રકમનુ બીલ ચુકવી દેવાની માંગણી કરતા હતા પરંતુ ગુર્જર તેને નજર અંદાજ કરતા હતાં. અનંતભાઇએ વિનંતિપત્ર તેમજ એક અરજી પણ આપી હતી અને આજીજી પણ કરવી પડી હતી છેલ્લે ગુર્જર પાંચ લાખની માંગણીમાં થોડો ઘટાડો કરી ચાર લાખ આપજો તેમ કહ્યુ હતું. જો કે અનંતભાઇએ આ રકમ પણ વધારે છે તેમ કહેતા આખરે ગુર્જરે ૩, ૬ એટલે ૯ નો આંકડો શુભ હોય તેમ જણાવી ૩,૬૦,૦૦૦ રકમ નક્કી કરી આ રકમ તમારે આપવી પડશે તેમ સ્પષ્ટ જણાવ્યુ હતું.

લાંચ અને બીલની રકમની માંગણીનુ રેકોર્ડીગ કરાયુ
ગુર્જરને સહેજ પણ અંદાજ ના આવ્યો કે સ્પાય કેમેરો ગોઠવ્યો છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
પેટ્રોકેમિકલ્સ એટલેકે નિર્દિષ્ટ વિસ્તારમાં ઇલેક્ટ્રીકનું કામ કર્યા બાદ તેના બીલની રકમ આપવા માટે લાંચની રકમની કડક ઉઘરાણી થતા ઉદ્યોગપતિએ સમગ્ર વાતચીતનુ સ્પાય કેમેરાથી ઓડિયો તેમજ વિડિયો રેકોર્ડીગ કરી લીધુ હતું.
શહેરના વાસણા રોડ પર રહેતા ઉદ્યોગપતિ અનંતભાઇએ બાકી બીલની રકમ કઢાવવા માટે જીઆઇડીસીના ચીફ ઓફિસર ગુર્જરને વારંવાર વીનંતી કરી હતી અને વિનંતિ પત્ર તેમજ અરજી કરી હતી તેમ છતા પણ ગુર્જર બાકી બીલની રકમ આપવા માટે ટસના મસ થતા ન હતાં. છેલ્લે અનંતભાઇએ ગુર્જરને લાંચ રુશ્વતમાં ફીટ કરવાનુ નક્કી કર્યુ હતું અને તે મુજબ તેના પુરાવા એકત્ર કરવા માંડયા હતાં.
ઉલ્લેખનિય છે કે તા.૩૦ના રોજ અનંતભાઇ જ્યારે ચીફઓફિસરને મળ્યા ત્યારે તેમજ બીજા દિવસે પણ જ્યારે મુલાકાત થઇ અને બીલની રકમ તેમજ લાંચની માંગણી અંગે જે વાતચીત થઇ તે સમગ્ર વાતચીતનું સ્પાય કેમેરા દ્વારા વિડિયો તેમજ ઓડિયો રેકોર્ડિ કરવામાં આવ્યુ હતું. આ રેકોર્ડીંગ વખતે ગુર્જરને ખબર ના પડે તેનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved