Last Update : 02-August-2012, Wednesday

 

જાફરાબાદના પાવર પ્લાન્ટથી સિંહો પર જોખમ

-ફળોના બગીચાનો વિનાશ થશે

 


-માછીમારોની રોજીરોટી પર ખતરો

રાજુલા, તા.૧
જાફરાબાદ તાલુકાના લુણસાપૂર ગામે કોલસા આધારિત ૧૭૨૦ મેગાવોટના સિન્ટેકસ પાવર પ્લાન્ટ સ્થાપવા બાબતે આજે રખાયેલી લોકસુનવણીમાં આ વિસ્તારના ગાોના સેંકડો માણસો રજૂઆત માટે ઉમટી પડયા હતા, અને આ પ્લાન્ટને કારણે આ વિસ્તારમાં પરવાળાના ટાપુઓથી માંડીને લોબ્સ્ટર, પાપલેટ વગેરે દરિયાઈ જીવ, મેન્ગ્ઁ્રવ્ઝના વૃક્ષો, માછીમારોની રોજીરોટી, બુમલા, માછલીના ઉત્પાદન અને ગુણવત્તા, કેરી - ચિકુના બગીચા તેમજ સિંહોના વસવાટ પર માઠી અસર પડવાની ભીતિ દાખવી આ પ્લાન્ટને પર્યાવરણને લગતી મંજૂરી ન આપવાની તથા પરિયોજના રદ્ કરવાની માંગણી ઉઠાવી હતી.
બોટ એસો.સીએશનના નેજા હેઠળ લોક સુનવણી સ્થળે ૫૦૦ જેટલાં માછીમારોએ પ્રારંભે કાળા વાવટા ફરકાવીને અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તથા લોક સુનવણીમાં ઉપસ્થિત અધિકારીઓને સમસ્ત માછીમાર બોટ એસોસીએશન, ભાકોદર, બાબરકોટ, સરોવડા, ભદ્રનગર ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં આ પાંચમો પ્લાન્ટ આવવાથી રાજયભરમાં બુમલા માટે પ્રખ્યાત જાફરાબાદ માછીમારી બંદર નામશેષ થઈ જશે, કેમ કે, એક તો બુમલાનું ઉત્પાદન ઘટશે, અને સૂકવણીની પ્રક્રિયા કિનારા વિસ્તારમાં થતી હોઈ પ્લાન્ટ આવવાથી તેની ગુણવત્તા પર અસર પડશે. કિનારે માછીમારી કરતા પગડિયા અને બોટ ધરાવતા માછીમારોની આજીવિકા પર ખતરો આવશે. ૨૪ કલાકમાં ૩૩.૧૪ કરોડ લિટર પાણીનો પ્લાન્ટમાં ઉપયોગ થવાનો છે ત્યારે પરિયોજના દ્વારા શુદ્ધિકરણ બાદનું અતિ ખારું પાણી દરિયામાં છોડવામાં આવશે. ખારાશનું પ્રમાણ વધવાથી ચેરિયા (ચેર) પર અસર પડશે, વિકાસ અટકશે. દરિયાનું પાણી ૧૪ કિ.મી. દૂરથી લાવીને કૂલિંગ માટે ઉપયોગમાં લેવાશે તથા ઠંડુ કરવા તળાવ બનાવાશે, જેથી ભૂગર્ભ જળમાં ખારાશ વધવા ભ ીતિ છે. દરિયાનું પાણી મેળવવા કેટલી પાઈપલાઈન નખાશે તનો રીપોર્ટમાં ઉલ્લેખ નથી.
સુકી મચ્છી માટે બૂમલા પ્રખ્યાત છે, અને ૬૦૦ ફિશિંગ બોટો મારફત, ૧૫ હજાર માછીમારો રોજગારી મેળવે છે, તથા મચ્છી સુકવવા કાર્યરત ૨૫ હજાર મહિલાઓ પણ ફિશિંગ પર નભે છે. તેમ કહેવાતાં કંપનીના અધિકારીએ ''માત્ર ૧ હજાર મજૂર છે'' તેવી દલીલ કરી તે સાથે જ લોકો ઉશ્કેરાયા હતાં અને નવેસરથી સર્વે સર્વે કરાવી રીપોર્ટ બનાવડાવવા પર્યાવરણ અધિકારીએ ખાતરી આપવી પડી હતી. ગામડાઓના સ્થાનિક આગેવાનોએ કહ્યું કે, વડ ભયાદર, લોઠપુર, ધારાનાનેસ ગામે કેરી, ચીકુ, નાળિયેરી, શેરડીના બગીચાઓ છે. જેને એ પાવર પ્લાન્ટ આપતાં જ ભયંકર નુકસાન થશે. રાજુલા - જાફરાબાદમાં ૫૫ સિંહનો વસવાટ છે. છાશવારે સાવજ મારણ કરવા આવતા હોય છે. કંપનીએ સિંહો માટે કોઈ વ્યવસ્થા નથી કરી. વનકાચબા, ભૂંડ, નિલગાય, સસલાં જેવા પ્રાણી તેમજ પાંચેક હજાર યાયાવર પક્ષીઓ માટે રીપોર્ટમાં કોઈ ઉલ્લેખ નથી. સુનવણી દરમિયાન પચાસેક વિરોધ અરજીઓનો ખડકલો થયો હતો તથા ભારે મેદનીને કારણે પ્રશ્નોત્તરીમાં પણ ભારે પડાપડી થઈ હતી. વાદવિવાદ વચ્ચે સુનવણી પૂર્ણ થઈ હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved