Last Update : 02-August-2012, Wednesday

 

ખંભાતના સાંઠ ગામની ચોકડી પાસે
કારમાંથી ત્રણ શખ્સો શસ્ત્રો સાથે પકડાયા

ગ્રામ્ય પોલીસે તલાશી લેતા છરા અને દોરડા મળતા પશુ ચોર હોવાનું ખૂલ્યું

આણંદ,તા.૧
ખંભાત તાલુકાના સાંઠ ગામની ચોકડી પાસેથી ગત મધ્યરાત્રિના સુમારે ખંભાત ગ્રામ્ય પોલીસે પેેટ્રોલીંગ દરમ્યાન અમદાવાદના ત્રણ શખ્શોને ઈન્ડીકા ગાડી સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડયા હતા અને તેઓની કારની તલાશી લેતાં અંદરથી લોખંડના છરા તથા દોરડા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે શકમંદ હાલતમાં પકડાયેલ ત્રિપુટીની પ્રાથમિક પુછપરછ હાથ ધરતા ત્રણેય શખ્શો પશુચોર હોવાનું ખુલવા પામ્યું હતું. અમદાવાદથી ત્રણેેય શખ્શો ઈન્ડીકા કાર લઈ ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂંગા પશુઓની ઉઠાંતરી કરવા માટે આવ્યા હતા. આ સમયે પોલીસના સકંજામાં આબાદ રીતે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે ત્રણેય શખ્શોની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોેના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ કે.એસ.દવે, હે.કો.મણીલાલ તથા પો.કો.નાનજીભાઈ સહિતની ટીમ ગત રાત્રિના સુમારે પંથકની સાંઠ ચોકડી પાસે રાત્રિ પેટ્રોલીંગમાં હતી. આ સમયે ખંભાત તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલ ઈન્ડીકા ગાડી નં.-જીજે-૯એજી-૯૨૭૭ને પોલીસે શંકાસ્પદ હાલતમાં અટકાવી હતી. પોલીસે કારના ચાલક પાસે લાયસન્સ તથા કારના કાગળીયાની માંગણી કરી હતી. પરંતુ કાર ચાલક પોલીસને સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો હતો. આથી ચોંકી ઉઠેલ પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી લોખંડના છરા અને દોરડા મળી આવ્યા હતા. પોલીસે કારચાલક તેમજ કારમાં સવાર બે શખ્શો મળી ત્રણેયના નામ ઠામ અંગે પુછપરછ કરતાં મહંમદ ઈકબાલ મહંમદ ઈબ્રાહીમ શેખ (રહે.અમદાવાદ, દાણી લીમડા, પોલીસ લાઈનની સામે, અલ્હાનગર), ઈમરાન વાહેદભાઈ બેલીમ (રહે.જુહાપુરા, ફતે દરવાજા, મસ્તાના મસ્જિદ નજીક, અમદાવાદ, મૂળ રહે.ધોળકા, મલાઉ તળાવ) અને મીંયાઝ ઉર્ફે કાળો અનવરભાઈ શેખ (રહે.દાણી લીમડા, ધનશહીદ કબ્રસ્તાન સામે, અમદાવાદ) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે અમદાવાદના ઉક્ત ત્રણેય શખ્શો પાસેથી સીઆરપીસી ૧૦૨ મુજબ ઈન્ડીકા ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો તેમજ સીઆરપીસી ૪૧(૧)(ડી) મુજબ આ ત્રિપુટીની અટકાયત કરી હતી.
શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ અમદાવાદની ત્રિપુટીની પોલીસે ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતાં આ ત્રણેય શખ્શો પશુ ચોર હોવાનું ખુલવા પામ્યું હતું. ત્રણેય જણાં અમદાવાદથી ઈન્ડિકા કાર લઈને ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની ઉઠાંતરી કરવા માટે આવ્યા હોવાની ચોંકાવનારી વિગત પોલીસ તપાસમાં પ્રકાશમાં આવી છે. પોલીસે ત્રણેય પશુચોરની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved