Last Update : 02-August-2012, Wednesday

 

નિકાસ ઓર્ડરો ઘટતાં જુલાઈ મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં મંદી
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

 

જુલાઈ મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં મંદી જોવા મળી છે. ગયા વર્ષના નવેમ્બર બાદ દેશના ઉત્પાદન ક્ષેત્રનો જુલાઈમાં સૌથી મંદ વિકાસ જોવા મળ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને કારણે ઘરઆંગણે તથા નિકાસ ઓર્ડરોમાં ઘટાડો થતાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં મંદી જોવા મળી છે એમ એચએસબીસીના સર્વેમાં જણાવાયું છે. એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેસિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) - જે ફેકટરી ઉત્પાદનનું એક માપ છે - તે જુન મહિનાના ૫૫ પરથી જુલાઈમાં ઘટીને ૫૨.૯૦ રહ્યો છે.
જો કે ૨૦૧૧ના નવેમ્બર બાદ આ સૌથી નબળી વૃદ્ધિ છે. ૫૦થી નીચેની સપાટીના ઈન્ડેકસને ક્ષેત્રનું નબળું ચિત્ર સૂચવે છે. વૈશ્વિક આર્થિક મંદી તથા ઘરઆંગણે વીજળીની અછત અને નવા ઓર્ડરોમાં ઘટાડાને કારણે દેશમાં ઉત્પાદન પ્રવૃતિનો વિકાસ મંદ રહ્યો છે, એમ ભારત તથા એશિયન માટેના એચએસબીસીના ચીફ ઈકોનોમિસ્ટ લીફ એસ્કેસને જણાવ્યું હતું. આવનારા મહિનાઓમાં પણ ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રહેવાની તેમણે ચેતવણી ઉચ્ચારી છે. ઓકટોબર ૨૦૧૧ બાદ નવા નિકાસ ઓર્ડરમાં પ્રથમ વખત ઘટાડો થયો છે.
કાચા માલ તથા તૈયાર માલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ફુગાવો ઐતિહાસિક સરેરાશ સપાટીની ઉપર રહ્યા કરે છે એમ પણ એચએસબીસીએ જણાવ્યું હતું. ગયા મહિનામાં દેશના અનેક રાજ્યોમાં વીજળીની ખેંચ જોવાઈ હતી જેને કારણે ઉત્પાદન પર અસર પડી હતી. જો કે આમાં છેલ્લા બે દિવસમાં દેશભરમાં વીજળી ખોટકાઈ જવાને કારણે ઉત્પાદન પર થયેલી અસરને સર્વેમાં આવરી લેવાઈ નથી. આ બે દિવસની ઉત્પાદન પર અસરને આવરી લેવાઈ હોત તો ચિત્ર વધુ ગંભીર જોવા મળત એમ એમ પણ એચએસબીસીએ સર્વમાં નોધ્યું છે.
જુલાઈ મહિનામાં ઉત્પાદન એકમોમાં રોજગારની વૃદ્ધિ પણ જુનની સરખામણીએ નીચી રહી હતી. ભારત ઉપરાંત ચીનમાં પણ ઉત્પાદન પર ગંભીર અસર જોવા મળી છે. એચએસબીસીના સર્વ પ્રમાણે ચીનનો જુલાઈ મહિનાનો પીએમઆઈ ૫૦.૧૦ રહ્યો છે જે આઠ માસની નીચી સપાટીએ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved